GSTV
India News ટોપ સ્ટોરી

ચૂંટણીની તૈયારીઓ : ગુજરાતમાં આજે અમિત શાહ તો આ તારીખે આવી શકે છે મોદી, ભાજપ એક્શન મોડમાં

મોદી

વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી શકે છે. 24મી એપ્રિલે જામનગરમાં વુ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના વૈશ્વિક સેન્ટરના શિલાન્યાસમાટે વડાપ્રધાન જામનગર આવી શકે છે. સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવામાટે આ પ્રથણ વૈશ્વિક કેન્દ્ર બનતા જામનગરને ગૌરવવંતનું સ્થાન પ્રાપ્ત થશે.

ભાજપ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનની બેઠકનું આયોજન

રાજ્યમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ એક્શન મોડમાં આવ્યું છે. ત્યારે ભાજપ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. આ બેઠકમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના ભજપ પ્રમુખ હાજરી આપશે અને બાદમાં ચૂંટણીના પ્રચાર અને પ્રસાર માટે ખાસ ટ્રેનિંગ કાર્યક્રમ યોજાશે.

મોદી

પીએમ મોદીએ કર્યુ ટ્વીટ

કોરોનાના મહામારી દરમિયાન ‘નમસ્તે’ કહેવા મજબૂર થયેલા દેશો ભારતને ‘વિશ્વની ફાર્મસી’ નથી કહેતા. આપણા મસાલા હોય, ફુદીનો હોય કે લીમડો, તેની ઉપયોગીતા સદીઓથી જાણીતી છે. જી હા, આધુનિકતાના નામે કેટલીક ધૂળ ચડી હતી, જે હવે ધોવાઈ રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ પરંપરાગત દવા માટે વૈશ્વિક કેન્દ્ર સ્થાપવા માટે ભારત સરકાર સાથે જોડાણ કર્યું છે. ગુજરાતના જામનગરમાં આ કેન્દ્રની સ્થાપના થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ભારતની પરંપરાગત દવા અને સારા સ્વાસ્થ્યની પદ્ધતિઓ સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય બની રહી છે. તેમણે કહ્યું કે આ WHO કેન્દ્ર આપણા સમાજમાં સુખાકારી વધારવામાં ઘણો આગળ વધશે. કેન્દ્રીય આયુષ મંત્રીએ જણાવ્યું છે કે WHO દ્વારા આ કેન્દ્ર વિશ્વમાં તેના પ્રકારનું પ્રથમ કેન્દ્ર હશે.

ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના સંબંધિત કરાર પર ભારત સરકાર અને વિશ્વ આરોગ્ય સંસ્થા વચ્ચે જીનીવા, સ્વિટ્ઝર્લેન્ડમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક દ્વારા 13 નવેમ્બર, 2020 ના રોજ 5મા આયુર્વેદ દિવસ પર વડાપ્રધાનની હાજરીમાં આની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્રીય કેબિનેટે 9 માર્ચે ભારતમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાને મંજૂરી આપી હતી.

WHO એ જણાવ્યું છે કે ભારત સરકારે પરંપરાગત દવાઓના વૈશ્વિક જ્ઞાનના આ કેન્દ્રમાં 250 મિલિયન ડોલરનું યોગદાન આપ્યું છે. તેનો ઉદ્દેશ્ય લોકો અને પૃથ્વીના સ્વાસ્થ્યને સુધારવા માટે આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલોજી દ્વારા સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવાઓની સંભવિતતાનો ઉપયોગ કરવાનો છે. આજે, વિશ્વની લગભગ 80 ટકા વસ્તી પરંપરાગત દવાઓનો ઉપયોગ કરે છે. આજની તારીખે, WHO ના 194 સભ્ય દેશોમાંથી 170 દેશોએ પરંપરાગત દવાના ઉપયોગની જાણ કરી છે. આ દેશોની સરકારોએ પરંપરાગત દવાઓની પ્રથાઓ અને ઉત્પાદનો પર વિશ્વસનીય પુરાવા અને ડેટાનો સમૂહ બનાવવા માટે WHO ના સમર્થનની માંગ કરી છે.

અમિત

અમિત શાહ આજે 300 કરોડના વિકાસ કાર્યોનું કરશે ખાતમૂહુર્ત અને લોકાર્પણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. અમિત શાહ આજે તેમના સંસદીય મતક્ષેત્ર ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. ત્રણથી વધુ સ્થળોએ જનસભાઓને પણ સંબોધન કરશે. અમિત શાહ સાયન્સ સિટી,ગોતા અને થલતેજમાં 306 કરોડ રૂપિયાના 900 આવાસોનું લોકાર્પણ કરશે. આયુષમાન થીમ પર બનાવતા ગાર્ડનનું ખાતમુર્હૂત કરાશે.

Read Also

Related posts

ગોઝારો શનિવાર/ રાજસ્થાનમાં ગંભીર અકસ્માત : ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે ધડાકાભેર ટક્કર, 6 શ્રદ્ધાળુઓના મોત

Bansari Gohel

Big News / ‘મુંબઇમાં ફરી થશે 26/11 જેવો હુમલો’, પાકિસ્તાનથી આવ્યો ધમકીભર્યો મેસેજ

Bansari Gohel

ઉત્તરાખંડમાં આકાશી આફત/ દહેરાદૂનમાં ભારે વરસાદથી તબાહી, રાયપુરમાં વાદળ ફાટતા પૂરની સ્થિતિ સર્જાઇ

Bansari Gohel
GSTV