GSTV
India News ટોપ સ્ટોરી

ભ્રષ્ટાચારને નાથવા મોદી સરકારના કડક પગલાં, ઇનકમ ટેક્સના 12 અધિકારીઓની હકાલપટ્ટી

મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળની શરૂઆતમાં જ ભ્રષ્ટાચારને નાથવા કડક પગલાં ભરવાની શરૂઆત કરી છે. સરકારે ભ્રષ્ટાચાર સામે કડક હાથે કામ લેતા ઇન્કમટેક્સ વિભાગના 12 વરિષ્ઠ અધિકારીઓની હકાલપટ્ટી કરી દીધી છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ જે અધિકારીઓ પર કાર્યવાહી થઇ છે તેમાં એક જોઇન્ટ કમિશનર રેન્કના અધિકારી પણ સામેલ છે.

તો અન્ય કેટલા અધિકારીઓ પર લાંચ. બળજબરીપૂર્વક વસુલી તેમજ મહિલા અધિકારીઓનું યૌન શોષણ કરવા સહિતના ગંભીર આરોપો લાગ્યા હતા. જોઇન્ટ કમિશનર રેન્કના અધિકારી વિરૂદ્ધ ભ્રષ્ટાચાર અને તાંત્રિક ચંદ્રાસ્વામીની મદદ કરનારા વેપારીઓ પાસેથી બળજબરીપૂર્વક વસૂલી કરવાની ગંભીર ફરિયાદો મળી હતી.

આવક વિભાગના લગભગ ડઝન જેવા ઓધિકારીઓ વિરૂદ્ધ કેન્દ્ર સરકારએ મોટી કાર્યવાહી કરી છે. સરકારે વસુલી, લાંચ અને જાતીય સતામણીના આરોપમાં આ એધિકારીઓની નોકરીમાંથી હકાલ પટ્ટી કરી છે. જે એધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે તેમાં કમિશનર અને જૉઇન્ટ કમિશનર રેન્કના ઓફિસરોનો સમામેશ થાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર યાદીમાં સામેલ એક જૉઇન્ટ કમિશનરના વિરૂદ્ધ સ્વયંભુ ધર્મગુરૂ ચંદ્રાસ્વામીની મદદ કરવાનો આરોપ, એક વેપારી સાથે વસુલી અને ભ્રષ્ટાચારની ગંભીર ફરિયાદો મળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર નોએડામાં તૈનાત કમિશનર પદના એક આઈઆરએસ અધિકારી પર પણ તલવાર લટકી રહી છે તેના પર બે મહિલા આઈઆરએસ અધિકારીઓ પર જાતિય સતામણીનો આરોપ છે.    

એક અન્ય આઈઆરએસ અધિકારીને પોતાના અને પોતાના પરિવારના સદસ્યોના નામ પર 3.17 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ સંપત્તિ ગેરકાયદેસર અથવા ભ્રષ્ટાચાર દ્વારા ઉભી કરવામાં આવી છે. આ અધિકારીને સમય પહેલા જ રિટાયરમેન્ટ લેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આવકવેરા વિભાગના એક કમિશનર વિરૂદ્ધ સીબીઆઇની ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ આવક કરતાં વધુનો કેસ દાખલ કર્યો હતો અને તેમને 2009માં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમને પણ સરકારે ફરજિયાત રિટાયરમેન્ટ લેવા માટે કહ્યું છે. એક અન્ય અધિકારી જે ભ્રષ્ટાચાર અને વસૂલાત કરતા હતા અને ઘણા ખોટા આદેશો પસાર કર્યા હતા. તેને પણ સેવાથી કાઢી નાખ્યા છે.

Read Also

Related posts

5 રૂપિયામાં ભરપેટ ભોજન / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો કરાવશે આરંભ, હોમ ડિલિવરીની પણ મળશે સુવિધા

Hardik Hingu

ભાજપમાં ભય? / ગુજરાતના તમામ જિલ્લામાં બીજેપી કેન્દ્રીય મંત્રી-CMને ઉતારી રહી છે મેદાનમાં, કેજરીવાલે કર્યું ટ્વિટ

Hardik Hingu

હેરીટેજ વારસાના જતનમાં કોર્પોરેશન તંત્રની ઘોર બેદરકારી, એલિસબ્રિજના મરામતની કામગીરી કાગળ પર; હાલત સાવ જર્જરીત

GSTV Web Desk
GSTV