GSTV

ફિટ ઈન્ડિયા ક્વીઝ: KBC માફક મોદી સરકાર લાવી રહી છે વિદ્યાર્થીઓ માટે આ ક્વીઝ, જીતનારા વિદ્યાર્થીને મળશે 3 કરોડનું ઈનામ

Last Updated on August 3, 2021 by Pravin Makwana

જો આપને પણ સ્પોર્ટ્સમાં રસ છે, તો આપની પાસે કૈશ પ્રાઈઝ જીતવાનો સુવર્ણ અવસર મળી રહ્યો છે. હકીકતમાં મોદી સરકાર દેશભરની શાળાઓના વિદ્યાર્થીઓ માટે ‘વિશ્વ સ્તરીય ઓનલાઈન અને બ્રોડકાસ્ટ’ પ્રોગ્રામ ‘ફિટ ઈન્ડિયા ક્વીઝ’ કરવા જઈ રહી છે. જેના માટે આગામી મહિનાથી રજીસ્ટ્રેશન શરૂ થઈ જશે. આ ક્વિઝમાં કોંપિટિશનમાં સ્પોર્ટ્સ અને ફિટનેસ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપીને આપ પણ વિનર બની શકો છો.

ફિટ ઈંડિયા ક્વિઝના અંતિમ વિજેતાઓ માટે કૈશ પ્રાઈઝની યોજના છે. જે સ્ટેટ રાઉંડ કસ્ટમાઈઝ્ડ ડિજીટલ પ્લેટફોર્મ પર ચાલશે અને સો. મીડિયા પર વેબકાસ્ટ કરવામાં આવશે. આવો જાણીએ કોણ કેવી રીતે લઈ શકશે ભાગ.

MODI

દરેક રાજ્યમાંથી સિલેક્ટ થશે એક વિજેતા

આ ક્વિઝમાં દેશની દરેક શાળામાંથી બેથી વધારે વિદ્યાર્થી નોમિનેટ કરવા માટે કહેવાશે. જે પહેલા રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીના એક ઓનલાઈન પ્લેટફોર્મ પર હરિફાઈ થશે. બાદમાં દરેક રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં 32 સ્કૂલોને સ્ટેટ રાઉન્ડ માટે પસંદ કરવામાં આવશે. જેમાં પ્રોફેશનલ ક્વિઝ માસ્ટર્સ સો. મીડિયા પ્લેટફોર્મ પર વેબકાસ્ટ થતી ક્વિઝ દ્વારા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી એક ચેમ્પિયન સિલેક્ટ કરશે.

ત્યાર બાદ વિજેતા સ્કૂલ ટીમ નેશનલ રાઉંડમાં પહોંચશે. જેમાં ક્વાર્ટર ફાઈનલ, સેમીફાઈનલ અને ફાઈનલ રાઉંડ શામેલ હશે. જેનું પ્રસારણ એક મુખ્ય ખાનગી રમત ગમત અને ચેનલ એક રાષ્ટ્રીય ટેલીવિઝન ચેનલ સાથે સાથે ભારતીય રમત ગમત મંત્રાલય, સ્ટાર સ્પોર્ટ્સ અને ફિટ ઈન્ડિયાની સોશિયલ મીડિયા ચેનલ પર વેબકાસ્ટ કરવામાં આવશે.

KBC માફક હશે લાઈફ લાઈન

ક્વિઝના સ્ટેટ રાઉન્ડમાં ઈનોવેટિવ કોન્સેપ્ટ હશે, જેમ કે સ્કૂલના શિક્ષક અથવા માતા-પિતાને ફોન કરવો વગેરે. જેથી દર્શકો માટે મજેદાર, સંવાદાત્મક અને આકર્ષક બનાવી શકાય. આ ક્વિઝમાં બઝર રાઉન્ડ, ઓડિયો-વીડિયો રિકગ્નિશન રાઉન્ડ, ટોપિકલ રાઉન્ડ જેવી વિશેષતાવાળા મલ્ટી ફોર્મેટ પણ હશે.

આ ટોપિક્સમાંથી પૂછવામાં આવશે સવાલો

ભારતીય રમતનો ઈતિહાસ, પરંપરાગત રમત, યોગ પર્સનાલિટી, ફિટનેસ ટોપિક્સ, ઓલંપિક્સ, કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ, ખેલો ઈન્ડિયા ગેમ્સ અને અન્ય લોકપ્રિય રમત વગેરે સામેલ હશે.

ક્વિઝમાં હશે કુલ 180 રાઉન્ડ

ક્વિઝ એપિસોડના લગભગ 180 રાઉન્ડ આયોજિત કરવામાં આવશે. તેના માટે તૈયાર કરવામાં આવેલા પ્લેટફોર્મમાં ક્વિઝમાં યુઝર્સના અનુભવને ઉત્સાહિત કરવા અને બઝર રાઉન્ડ અને રેપિડ ફાયર જેવા ઈંટરૈક્ટિવ રાઉન્ડને પણ શામેલ કરવાથી ક્ષમતા વધારવા માટે ટાઈમર અને સ્કોર કાર્ડ જેવી વિજેટ હશે.

કંપનીને આપવામાં આવશે હાયર

સરકાર ફિટ ઈન્ડિયા ક્વીઝના સ્ટેટ રાઉન્ડને ચલાવવા માટે એક કંપનીને હાયર કરશે. જેમાં ભારતીય ખેલ પ્રાધિકરણ દ્વારા દરેક રાજ્ય માટે બે ક્વિઝ માસ્ટર્સની પસંદગી કરવામાં આવશે. 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે સ્ટેટ રાઉન્ડ 30 દિવસ સાથે પુરો કરવામાં આવશે અને એક કંપની 10 સેકન્ડના 500થી વધારે મલ્ટીમીડિયા પ્રશ્ન આપશે. જેનો ઉપયોગ ક્વિઝ રાઉન્ડ માટે કરવામાં આવશે.

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!