GSTV

કોરોના કાળમાં પૈસાની તંગી હોય તો થઈ જાવ ચિંતામુક્ત, મોદી સરકારે લીધો છે આ ખાસ નિર્ણય

Last Updated on July 13, 2020 by pratik shah

જો તમે લોકડાઉન (Lockdown)પછી નોકરી અને સંભવિત આર્થિક સંકટ અંગે ચિંતિત છો, તો ચિંતા છોડી દો. તમને આગામી ત્રણ મહિના માટે વધુ પગાર મળવા જઇ રહ્યો છે. આનાથી પણ સારી બાબત એ છે કે મોદી સરકાર તમારા પીએફ ખાતામાં આવતા ત્રણ મહિના સુધી પૈસા નાંખવાનાં છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે (Prakash Javadekar)કહ્યું કે કેબિનેટે હાલની યોજનાને ઓગસ્ટ સુધી લંબાવવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે, જે અંતર્ગત સરકાર કર્મચારીઓ અને એમ્પ્લોયરના ભાવિ ભંડોળમાં ફાળો આપશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (Pradhan Mantri Garib Kalyan Yojana)અંતર્ગત, પ્રોવિડન્ટ ફંડ(Provident Fund)માં એમ્પ્લોયર અને કર્મચારીઓના 12-12 ટકા સહિત સરકાર કુલ 24 ટકા ફાળો સરકાર આપી રહી છે.

સરકારે એમ્પ્લોયર (Employers)અને કર્મચારી(Employee)ના હિસ્સા માટે પ્રોવિડન્ટ ફંડ(Provident Fund)ની ચુકવણી માટેની યોજનાને વધુ 3 મહિના માટે લંબાવી દીધી છે. એક તરફ સરકારના આ નિર્ણયને પગલે કર્મચારીઓના ખાતામાં ત્રણ મહિના વધુ પગાર આવશે અને બીજી તરફ, નોકરીદાતાઓને મોટો આર્થિક લાભ મળશે.

આ યોજના તે એકમો માટે છે જ્યાં કર્મચારીઓની સંખ્યા 100 સુધી છે અને તેમાંથી 90 ટકા માસિક પગાર રૂ.15,000 થી ઓછો છે. અગાઉ આ યોજના માર્ચ, એપ્રિલ અને મે માટે હતી, જે હવે જૂન, જુલાઈ અને ઓગસ્ટ સુધી લંબાવાઈ છે.

READ ALSO

Related posts

કુંદ્રાની મુશ્કેલી વધી શકે છે મુશ્કેલી, પૉર્ન ફિલ્મ રેકેટની તપાસ ઇડી કરશે એવી ચર્ચા

Damini Patel

Tokyo Olympic / સિલ્વર મેડલિસ્ટ મીરાબાઈ ચાનુને મળશે 1 કરોડ રૂપિયા, મણપુર સરકારે કરી જાહેરાત

Zainul Ansari

તણાવ / જિનપિંગની પહેલી તિબેટ યાત્રાનો ઇશારો અરૂણાચલ સરહદ તરફ, ચીનની હરકતો પર ભારતની બાજ નજર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!