GSTV
Business India News Trending

અગત્યનું/ દર મહિને 3800 રૂપિયા ભથ્થું આપી રહી છે મોદી સરકાર: શું તમને મળ્યા, આ સમાચાર મામલે થયો મોટો ખુલાસો

સરકાર

સોશિયલ મીડિયા પર વાયરલ એક મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર બેરોજગારોને પ્રતિ માસ 3800 રૂપિયા સુધીનું બેરોજગારી ભથ્થુ આપી રહી છે. જણાવી દઇએ કે આ દાવો સંપૂર્ણ રીતે ફેક છે અને તેની જાળમાં ન ફસાતા. PIB Fact Checkમાં આ દાવો ફેક હોવાનું સામે આવ્યું છે. કેન્દ્ર સરકારે આવી કોઇ ઘોષણા નથી કરી. તાજેતરમાં જ વાયરલ એક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે કેન્દ્ર સરકાર ‘પ્રધાનમંત્રી ક્રેડિટ યોજના’ અંતર્ગત તમામ મહિલાઓના ખાતામાં 3 લાખ રૂપિયા રોકડા નાંખી રહી છે.

આ યોજનાના નામે લોકોને ફસાવવામાં આવી રહ્યાં છે

તેની પહેલા કન્યા સન્માન યોજનાના નામ પર દર મહિને 2500 રૂપિયા ખાતામાં જમા કરવામાં આવતા હોવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો હતો. મોદી સરકારની યોજનાઓના નામ પર સોશિયલ મીડિયા પર ઘણા સમયથી અનેક ફેક વીડિયો વાયરલ થઇ રહ્યા છે. ‘સ્ત્રી સ્વાભિમાન યોજના’ અને ‘પ્રધાનમંત્રી મહિના સન્માન યોજના’ના નામ પર લોકોને ફસાવવામાં આવી રહ્યાં છે. ફેક્ટ ચેકમાં આવા અનેક દાવા ફેક સાબિત થઇ રહ્યાં છે.

જણાવી દઇએ કે પીઆઇબી ભારત સરકારની નીતિઓ, કાર્યક્રમ, પહેલ અને ઉપલબ્ધિઓ વિશે સમાચારપત્રો તથા ઇલેક્ટ્રોનિક મીડિયાને સૂચના આપતી પ્રમુખ એજન્સી છે. PIB એ સલાહ આપી છે કે કોરોના સંકટની ઘડીમાં જ નહીં, દેશમાં જ્યારે પણ ખરાબ સ્થિતિ ઉભી થાય, ત્યારે આવી ફેક ન્યૂઝ સોશિયલ મીડિયા પર પ્રસારિત થાય છે. તેવામાં સોશિયલ મીડિયા પરથી મળેલી સૂચનાને સારી રીતે તપાસ્યા બાદ જ વિશ્વાસ કરો.

આવી કોઇ ભ્રામક ખબરની અહીં કરો ફરિયાદ

સરકારને લગતી કોઇ ખબર સાચી છે કે નહીં, તે જાણવા માટે PIB Fact Checkની મદદ લઇ શકાય છે. કોઇ પણ વ્યક્તિ PIB Fact Checkને શંકાસ્પદ ખબરનો સ્ક્રીનશૉટ, ટ્વીટ, ફેસબુક પોસ્ટ અથવા યૂઆરએલ વૉટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકે છે. અથવા તો [email protected] પર મેલ કરી શકે છે.

Read Also

Related posts

ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ

Zainul Ansari

સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ

Zainul Ansari

સંશોધનમાં દાવો: અપરિણીત લોકોની હાર્ટ એટેકથી મૃત્યુ થવાની શક્યતા વધુ , તેઓ રોગનો સામનો કરવામાં ઓછા સક્ષમ હોય છે

Zainul Ansari
GSTV