કેન્દ્ર સરકાર અનુસૂચિત જાતિ (Scheduled Castes) ના મેઘાવી વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત પ્રાઈવેટ શાળાઓમાં ક્વોલિટી રેસિડેન્શિયલ એજ્યુકેશન (Quality Residential Education) અપાવવા માટે તેમના સામાજિક-આર્થિક ઉત્થાન અને સમગ્ર વિકાસ માટે સોમવાર (6 ડિસેમ્બર)થી શ્રેષ્ઠ યોજનાની શરૂઆત કરશે.

જલદી થશે ‘શ્રેષ્ઠ યોજના’ની શરૂઆત
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી (Minister Of Social Justice And Empowerment) એ ગુરુવારે કહ્યું કે આવાસીય શિક્ષણ (શ્રેષ્ઠ) યોજના હેઠળ લક્ષિત ક્ષેત્રોના અનુસૂચિત જાતિના મેઘાવી વિદ્યાર્થીઓને સારા ભવિષ્ય માટે સક્ષમ બનાવવામાં આવશે. તેનાથી ક્લાસ 9થી 12માં ધોરણ સુધીના વિદ્યાર્થીઓમાં શાળાઓ છોડવાના દરને નિયંત્રિત કરવામાં મદદ મળશે.
6 ડિસેમ્બરે છે ‘મહાપરિનિર્વાણ દિવસ’
તેમણે કહ્યું કે સરકાર આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રૂપે ડોક્ટર બી આર આંબેડકરની યાદમાં 6 ડિસેમ્બરને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવા માટે પૂરી રીતે તૈયાર છે.
‘મહાપરિનિર્વાણ દિવસ’ પર સંસદમાં થશે કાર્યક્રમ
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે કાર્યક્રમ સંસદ ભવનમાં શરૂ થશે. જ્યાં રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરશે. ત્યારબાદ બૌદ્ધ ભિક્ષુ ધમ્મના પાઠ કરશે. ત્યારબાદ સૂચના અને પ્રસારણ મંત્રાલયના ગીત અને નાટક વિભાગ તરફથી સંસદમાં ડોક્ટર બી આર આંબેડકરને સમર્પિત વિશેષ ગીતોની રજુઆત કરાશે.
ALSO READ
- અમદાવાદ અને ગેટવિક વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું ઉદ્ઘાટન
- રાજકારણ / શરદ પવારની સલાહ પછી સાંસદ રાઉત રાહુલને સમજાવશે, સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે કરશે ચર્ચા
- IPL 2023 / રોહિત શર્માની જગ્યાએ અમુક મેચોમાં સૂર્યકુમાર યાદવ સંભાળશે ટીમની કમાન, આ છે મોટું કારણ
- નોઈડામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા મંજૂરી અપાઈ, 40000 દર્શકો માટે હશે બેઠક વ્યવસ્થા
- ભાવનગર / લોન આપવાના નામે અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરનારા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા