GSTV
Home » News » ખેડૂતોના આવશે અચ્છે દિન, મોદી ચૂંટણી પહેલાં જાહેર કરશે 2 ગણી રાહત

ખેડૂતોના આવશે અચ્છે દિન, મોદી ચૂંટણી પહેલાં જાહેર કરશે 2 ગણી રાહત

કેન્દ્ર સરકાર ખેડૂતોને દરેક સીઝને પ્રતિ એકમ 4,000 રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) દ્વારા આપશે અને ખેડૂતોને એક લાખ રૂપિયાની વ્યાજમુક્ત લોન આપશે અને તેના લીધે ખેડૂતોને બે ગણી રાહત થશે.

વાર્ષિક ધોરણે 2.3 લાખ કરોડનો ઉમેરો થશે

કેન્દ્રને ડીબીટીનું પગલું બે લાખ કરોડ રૂપિયામાં પડશે અને વ્યાજ માફીના લીધે તેમા બીજા 28,000 કરોડથી 30,000 કરોડ ઉમેરાશે. તેના પગલે વાર્ષિક ધોરણે તેમા 2.3 લાખ કરોડનો ઉમેરો થશે. આ સિવાય તેમા 70,000 રૂપિયાની સબસિડી સ્કીમ પણ ભેળવી દેવાશે અને બીજી કેટલીક નાની સ્કીમોને પણ ભેળવી દેવાશે. ડિસેમ્બરમાં કોંગ્રેસ સામે ત્રણ રાજ્યોની ચૂંટણીમાં પરાજય વેઠ્યા પછી ભાજપ-એનડીએ સરકાર કૃષક સમાજની નારાજગી દૂર કરવા સક્રિય થઈ ગઈ છે. તેમા માનવામાં આવે છે કે આ સ્કીમનો ફાયદો લાભાન્વિતોને 2019ની ચૂંટણી પૂર્વેથી મળવા લાગતા ભાજપને સત્તા પર પરત ફરવા માટેના સ્વરૂપમાં મોટું રાજકીય ડિવિડન્ડ મળશે.

મોદી દરખાસ્તોની ચર્ચા કરવા માટે ખેડૂત આગેવાનોને મળ્યા

કેન્દ્રએ આ પરાજયના પગલે પીએમઓ ખાતે નીતિ આયોગની સાથે તાત્કાલિક બેઠક બોલાવી હતી, જેથી સપ્તાહની અંદર તેની જાહેરાત કરી શકાય. આ પ્રક્રિયામાં નોડલ મંત્રાલયો કૃષિ, મહેસૂલ, ખર્ચ, રસાયણ અને ખાતર, આહાર વગેરે મંત્રાલયોને કોઈપણ પ્રકારના અવરોધ હોય તો તે દૂર કરવા જણાવ્યું હતું. આ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરખાસ્તોની ચર્ચા કરવા માટે ખેડૂત આગેવાનોને મળ્યા હતા. મોદીએ પહેલી જાન્યુઆરીના ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ કરી દીધું હતું કે ઋણ માફી જેવા ઉકેલ માટે તે વિચારતા નથી. તેમનું માનવું છે કે ભૂતકાળમાં પણ આ પ્રકારની ઋણમાફી નિરર્થક કવાયત નીવડી હતી. તેનો ફાયદો ફક્ત પ્રભાવશાળી ખેડૂતોને જ થયો હતો.

Related posts

આજે રાત્રે 12 વાગ્યાથી રાજ્યની 16 ચેકપોસ્ટ બંધ થઇ જશે, સરકારે કર્યા આ આદેશ

Nilesh Jethva

ભાજપ જિલ્લા પ્રમુખોના નામોની કરશે જાહેરાત, 4 ઝોનમાં સેન્સ લેવાની જવાબદારી આ નેતાઓને સોંપાઈ

Nilesh Jethva

ગુજરાતમાં મારા અનુયાયીઓને કંઈ થશે તો જોવા જેવી થશે, નિત્યાનંદની ખુલ્લેઆમ ધમકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!