GSTV
Business ટોપ સ્ટોરી

મોટા સમાચાર/ ડીઝલના રેટને કાબુમાં રાખવા માટે મોદી સરકારનો મોટો નિર્ણય, જાણશો તો ખુશ થઇ જશો

ડીઝલ

Petrol Diesel Price: દેશમાં તેલની વધતી કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે સરકારે વધુ એક પગલું ભર્યું છે. ગુરુવારે કેન્દ્ર સરકારે ડીઝલની નિકાસ પર વિન્ડફોલ પ્રોફિટ ટેક્સ વધારીને 7 રૂપિયા પ્રતિ લિટર કરી દીધો હતો. ઉપરાંત, એરક્રાફ્ટ ફ્યુઅલ (ATF) પર 2 રૂપિયા પ્રતિ લિટરનો ટેક્સ ફરીથી લાગુ કરવામાં આવ્યો છે. જોકે, સરકારે સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પરનો ટેક્સ ઘટાડ્યો છે.

ડીઝલ

ડીઝલની નિકાસ પર ટેક્સમાં 2 રૂપિયાનો વધારો

સરકારે વિન્ડફોલ ટેક્સની ત્રીજા પખવાડિયાની સમીક્ષામાં ડીઝલની નિકાસ પરનો ટેક્સ 5 રૂપિયાથી વધારીને 7 રૂપિયા પ્રતિ લિટર કર્યો છે. ATF પર ફરી એકવાર 2 રૂપિયા પ્રતિ લિટર ટેક્સ લગાવવામાં આવ્યો છે. ગયા મહિને, સરકારે ATF નિકાસ પર વિન્ડફોલ પ્રોફિટ ટેક્સ (લેવી) નાબૂદ કર્યો હતો. આ ઉપરાંત સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પરનો ટેક્સ 17,000 રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને 13,000 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો છે.

Crude oil

ક્રૂડ ઓઈલની કિંમત 6 મહિનાની નીચી સપાટીએ

વાસ્તવમાં, સરકારે આ નિર્ણય એટલા માટે લીધો હતો કારણ કે ક્રૂડ ઓઇલના રિફાઇનિંગથી નફો વધ્યો હતો. પરંતુ છેલ્લા છ મહિના દરમિયાન ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડાને કારણે સ્થાનિક સ્તરે ઉત્પાદિત તેલના ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત છ મહિનાના નીચલા સ્તરે જઈ રહી છે. જો કે, શુક્રવારે સવારે કિંમતોમાં થોડો વધારો થયો હતો અને WTI ક્રૂડના દર બેરલ દીઠ 90.74 ડોલરના સ્તરે હતા. તે જ સમયે, બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 96.77 ડોલર પર પહોંચી ગઈ છે. આગામી દિવસોમાં સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

Read Also

Related posts

ભટારના શાંતિવન મિલ પાસે લિફ્ટ તૂટી પડતા એક વ્યક્તિનું મોત, આઠ કામદારોને પહોંચી ગંભીર ઈજાઓ

pratikshah

અશોક ગેહલોતને સત્તા ટકાવી રાખવા માટે ભાજપનું સમર્થનઃ મંત્રીઓ અમિત શાહના સંપર્કમાં

pratikshah

BIG BREAKING: ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પ્રથમ સીઝનના સ્પર્ધક કોમેડિયન પરાગ કંસારાનું નિધન

pratikshah
GSTV