GSTV
Home » News » મોદી સરકારની આ યોજનાનો ગુજરાતને થશે સૌથી વધુ ફાયદો, લીલોતરી છવાશે

મોદી સરકારની આ યોજનાનો ગુજરાતને થશે સૌથી વધુ ફાયદો, લીલોતરી છવાશે

કેન્દ્ર સરકારે દેશમાં પર્યાવરણના રક્ષણ માટે ગ્રીન વોલ ઓફ ઈન્ડિયા બનાવવાનો નિર્ણય લીધો છે. આ ગ્રીન વોલ 1 હજાર 400 કિલોમીટર લાંબી અને 5 કિલોમીટર પહોંળી હશે. ગુજરાતથી લઈને દિલ્હી હરિયાણા સુધી આ ગ્રીન વોલનું નિર્માણ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આફ્રિકાના સેનેગલથી જિબૂતી સુધી ધ ગ્રેટ ગ્રીન વોલ બનાવવામાં આવી છે. જેના આધારે ભારતમાં ગ્રીન વોલ બનાવવામાં આવી રહી છે.

જંગલને ફરીવાર વિકસિત કરવામાં આવશે

ગુજરાતના પોરબંદરથી લઈને પાણીપત સુધી ગ્રીન બોલ્ટ બનાવ માટે કેટલીક મંજૂરી પણ લેવાની બાકી છે. ગ્રીન વોલનો મહત્વનો ભાગ અરવ્વલી રેંજ રહેશે. અરવ્વલીના જંગલને ફરીવાર વિકસીત કરવામાં આવશે. ગ્રીન વોલ માટે ખેડૂતોની જમીનને પણ અધિગ્રહણ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે સરકારે 26 મિલિયન હેકટર જમીનને ગ્રીન બનાવવાનો પણ નિર્ણય લીધો છે. જેમા અરવવ્લી પણ સામેલ છે.

ધૂળ પર લાગી જશે બ્રેક

આ ગ્રીન વોલનો સૌથી મોટો ફાયદો એ થવાનો છે કે પશ્ચિમ રાજસ્થાન અને દિલ્હીથી ઉડીને આવતી ધૂળ પર કાબૂ મેળવી શકાશે. એક અધિકારીએ નામ ન આપવાની શરતે આ અંગે જણાવ્યું હતું કે, ભારતમાં ઘટી રહેલો જંગલ વિસ્તાર અને બહોળા પ્રમાણમાં વિસ્તરી રહેલા રણના કારણે આ પ્લાનને અમલમાં મુકવાનું હાલમાં જ સંયુક્ત રાષ્ટ્ર ખાતેની કોન્ફરન્સમાં વિચારણા કરવામાં આવી છે. જો કે હાલ આ વિચાર તેના ફાઈનલ સ્ટેજમાં પહોંચી ગયું છે. માત્ર એપ્રૂવલની રાહ જોવાની બાકી છે.

2030 સુધીમાં કામ પૂર્ણ થશે

આફ્રિકામાં આવેલી ગ્રેટ ગ્રીન વોલમાં એક દાયકા પહેલા કામની શરૂઆત કરવામાં આવી હતી. જો કે ઘણા દેશોની ભાગીદારી અને અલગ અલગ કાર્યપ્રણાલીના કારણે આ કામ હજુ પણ વાસ્તવિકતામાં તબ્દિલ નથી થઈ શક્યું. ભારત સરકાર આ કામને 2030 સુધીમાં પૂર્ણાહુતિ થઈ જશે તે વિચારે આગળ વધી રહી છે. જેના પરિણામે જમીનની 26 હેક્ટર ભૂમિને પ્રદૂષણથી મુક્ત કરવામાં સરકારને સફળતા હાથ લાગશે.

દિલ્હી, ગુજરાત અને રાજસ્થાનની સ્થિતિ ખૂબ ખરાબ છે

ઈરાન દ્રારા 2016ની સાલમાં એક નક્શો જાહેર કરવામાં આવ્યો હતો. જે મુજબ ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીની સ્થિતિ એવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં છે જેમની 50 ટકાથી વધારે જમીન હરિત ક્ષેત્રમાં આવતી નથી. ઉપરથી ભારતની રજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર દિન પ્રતિદિન વધી રહ્યું છે. જેના પરિણામે આ તમામ વિસ્તારોમાં રણનું સંકટ તોળાય રહ્યું છે.

અરવલ્લી રેંજ હશે મહત્વની, પણ શા માટે ?

મોદી સરકારના કોઈ પણ અધિકારી દ્રારા આ વિષય પર ખુલીને વાત કરવામાં નથી આવી. અધિકારીઓ દ્રારા કહેવામાં આવ્યું હતું કે, હજુ આ કામ એપ્રૂવલ સ્ટેજમાં નથી. જેના કારણે હાલ આ મુદ્દા પર વાત કરવી તે ઉતાવળ ભર્યું પગલું લેખાશે. જેમાં અરવલ્લીના મોટાભાગના હિસ્સાને આવરી લેવામાં આવશે. જેથી બંજર જંગલને ફરીથી ગ્રીનરીમાં તબ્દિલ કરી શકાય. એક વખત એપ્રૂવલ આવી ગયા બાદ આ વિસ્તારને તાત્કાલિક હરિત ક્ષેત્રમાં લાવવાના પ્રયાસો આદરી દેવામાં આવશે. જેમાં ખેડૂતોની જમીનનું અધિગ્રહણ પણ થશે.

READ ALSO

Related posts

ઇસ્લામિક દેશોના ખલીફા બનવા રેચપે ટ્રમ્પના લેટરને કચરા પેટીમાં ફેંકી દીધો, જગત જમાદારની ઐસીતૈસી

Mayur

ગુજરાત પોલીસે રૂપાણી સરકારને ઠેરવી ખોટી : ગહેલોત હતા સાચા, પેટા ચૂંટણીમાં જ 57 લાખનો દારૂ પકડાયો

Mayur

ચિદમ્બરમ બાદ એનસીપીના આ નેતાની સરકારે બગાડી દિવાળી, મહારાષ્ટ્ર ઇલેક્શન ભારે પડશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!