1 એપ્રિલ 2021થી આપની ગ્રેચ્યુટી, પીએફ અને કામના કલાકોમાં ફેરફાર થઈ શકે છે. કર્મચારીઓને ગ્રેચ્યુટી અને પીએફમાં બદલાવ થવાનો છે. તો વળી હાથમાં આવનારા પૈસામાં પણ કાપ મુકાશે. અહીં સુધી કે કંપનીઓના બેલેન્સ શીટ પણ પ્રભાવિત થશે. તેનુ કારણ છે કે, ગત વર્ષે સંસદમાં પાસ કરેલા ત્રણ મજૂર બિલ આ વર્ષે 1 એપ્રિલથી લાગૂ થવાના છે.
મજૂરીની નવી વ્યાખ્યા અંતર્ગત ભથ્થાની કુલ સેલેરી 50 ટકા વધારે હશે.જેનો અર્થ થાય છે કે, મૂળ વેતન એપ્રિલથી કુલ વેતનનું 50 ટકા અથવા તેનાથી વધારે હોવું જોઈએ. અહીં ઉલ્લેખનીય છે કે, દેશના 73 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર આ પ્રકારના શ્રમ કાનૂનમાં ફેરફાર કરવામાં આવી રહ્યુ છે. સરકારનો દાવો છે કે, આ કાયદા એમ્પ્લોયર અને શ્રમિક એમ બંને માટે ફાયદાકારક સાબિત થશે.

પગારમાં કાપ અને પીએફમાં વધારો
નવા ડ્રાફ્ટ રૂલ અનુસાર મૂળ વેતનમાં કુલ 50 ટકા અથવા તેનાથી વધારે હોવું જોઈએ. તેનાથી મોટા ભાગે વેતન સંરચના બદલાશે, કારણ કે, વેતનનો બિનભત્થા વાળો ભાગ ખાસ કરીને કુલ સેલેરીના 50 ટકાથી ઓછો હોય છે. તો વળી કુલ વેતનના ભથ્થાનો ભાગ તેનાથી પણ વધારે થઈ જાય છે. મૂળ વેતનથી આપનું પીએફ પણ વધશે. પીએફ મૂળ વેતન પર આધારિત હોય છે. મૂળ વેતન વધતા પીએફ વધશે. જેનો અર્થ થાય છે કે, ટેક હોમ અથવા હાથમાં આવનારા વેતનમાં કાપ મુકાશે.

રિટાયરમેન્ટની રકમમાં થશે વધારો
ગ્રેચ્યુટી અને પીએફમાં યોગદાન વધારવાથી રિટાયરમેંટ બાગ મળતી રકમમાં વધારો થશે. તેનાથી લોકોને રિટાયરમેંટ બાદ સુખદ જીવન જીવવામાં સરળતા રહેશે. મોટી સેલરીવાળા અધિકારીઓના વેતનની સંરચનામાં સૌથી વધારે બદલાવ આવશે.પીએફ અને ગ્રેચ્યુટી વધતા કંપનીઓની આવકમાં પણ વધારો થશે. કારણ કે, તેમને પણ કર્મચારીઓના પીએફમાં વધારે યોગદાન આપવું પડશે. આ બદલાવથી કંપનીઓની બેલેન્સ સીટ પર પ્રભાવિત થશે.

કામના કલાક
નવા ડ્રાફ્ટ કાયદામાં કામકાજના કલાકોમાં વધારો કરીને 12 કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ઓએસચ કોડના ડ્રાફ્ટ નિયમોમાં 15થી 30 મીનિટ વચ્ચેના વધારાના કામકાડને પણ 30 મીનિટ ગણીને ઓવરટાઈમમાં શામેલ કરવાની જોગવાઈ છે. હાલના નિયમમાં 30 મિનીટથી ઓછા સમયને ઓવરટાઈમ માનવામાં આવતો નથી. ડ્રાફ્ટ નિયમોમાં કોઈપણ કર્મચારી પાસે 5 કલાકથી વધારે સતત કામ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. કર્મચારીઓને દર પાંચ કલાક બાદ અડધા કલાકનો બ્રેક આપવાનો આદેશ આ નવા ડ્રાફ્ટમાં શામેલ છે.
READ ALSO
- જમ્મુ-કાશ્મીર: અવંતીપોરાના જંગલમાંથી લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદીઓની ધરપકડ
- દેશમાં રાજકીય ઈરાદાથી પ્રેરિત હત્યાનો સિલસિલો કાયમ, હત્યારા પકડાયા બાદ પણ હત્યા પાછળનું કાયમ રહ્યું ગૂઢ રહસ્ય
- ભારતનો ભાગીદાર/ ભારત-નેધરલેન્ડ સાથે મિત્રતા મજબૂત થઇ, મહત્વની કડી બની આર્થિક સંબંધો!
- મૂડ બૂસ્ટર્સ / હંમેશા રહે છે ખરાબ મૂડ? આ સરળ ટિપ્સ ઉપયોગી સાબિત થઈ શકે છે
- ગેરકાયદે કતલખાના મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી, કહ્યું તાત્કાલિક આવી મીટશોપ બંધ કરાવો