GSTV
Home » News » આ તો ફક્ત ટ્રેલર હતું બીજી ખુશખબર આપશે મોદી સરકાર, આ પ્લાન પર ચાલી રહ્યું છે કામ

આ તો ફક્ત ટ્રેલર હતું બીજી ખુશખબર આપશે મોદી સરકાર, આ પ્લાન પર ચાલી રહ્યું છે કામ

આગામી લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર દેશની જનતાને વધુ એક ખુશખબર આપી શકે છે. આ સમયે મોદી સરકાર તાબડતોબ નિર્ણય લઇ રહી છે. હાલમાં થયેલા પુલવામા આતંકવાદી હુમલાનો બદલો પણ મોદી સરકાર લઈ રહી છે, જેમાં પાકિસ્તાનના 300 આતંકવાદીઓને ઠાર કર્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ સાથે જ મોદી સરકાર દેશના ગ્રામીણ અને અર્ધશહેરી ક્ષેત્રોમાં આર્થિક રૂપે નબળા વર્ગ (ઈડબ્લ્યૂએસ) અને ખેડૂતોમાં લોકપ્રિય અમૂક નાની બચત યોજનાઓ પર લાગુ વ્યાજ દર વધારવા અંગે વિચાર કરી શકે છે.

ટૂંક સમયમાં થશે ફેરફાર

અહીં જણાવવાનું કે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદી સરકારે નાણાંકીય મંત્રાલય વ્યાજ દરોમાં વધારા માટે આ સમયે લઘુ બચત યોજનાઓનું મૂલ્યાંકન કરી રહ્યાં છે. જો સરકાર આ સંદર્ભે નિર્ણય લેશે તો આવનારા સમયમાં વ્યાજ દરોમાં પરિવર્તન જોવા મળશે અને આ ફેરફાર આગામી નાણાંકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં લાગુ થાય તેવી શક્યતા છે.

EPFO પર પણ વધ્યા છે વ્યાજ દર

આ સાથે જ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તરફથી 2018-19 માટે ભવિષ્ય નિધિ જમા પર વ્યાજ દર 8.55 ટકાથી વધારીને 8.65 ટકા કરવાના પ્રસ્તાવની જાહેરાત કર્યા બાદ નાની બચત યોજનાઓ પર વ્યાજ દરોમાં સંસોધન કરવા અંગે વિચાર કરાઈ રહ્યો છે.

બેંકો પર વ્યાજ દરમાં કપાતથી દબાણ

સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ જણાવાઈ રહ્યું છે કે વ્યાજ દરોમાં કેટલો વધારો થશે અને કઈ-કઈ યોજનાઓનો તેમાં સમાવેશ કરવામાં આવશે, તેની પર પણ અત્યારે વિચાર થઇ રહ્યો છે અને ટૂંક સમયમાં તેના પર પણ નિર્ણય લેવામાં આવશે. સરકારના આ પગલાથી દેશભરમાં લાખો લઘુ બચતકર્તાઓને ફાયદો થશે. આ સાથે જ ચૂંટણીની તિથિઓની જાહેરાત થયા બાદ આદર્શ આચાર સંહિતા લાગુ થવાને કારણે સરકાર કોઈ કલ્યાણકારી યોજનાની જાહેરાત કરી શકતી નથી.

અહીં જણાવવાનું કે માર્કેટમાં જ્યાં ભારતીય રીઝર્વ બેંક દ્વારા મુખ્ય વ્યાજ દરોમાં કપાત બાદ લોકોને આશા છે કે બેંકોના વ્યાજ દરોમાં પણ કપાત કરી શકાય છે. વ્યાજ દરોમાં ફેરફાર અમલમાં આવવાથી તેનાથી પેન્શન ધારકો, વૃદ્ધો, ખેડૂતો અને મુખ્યત્વે નાની બચતના વ્યાજથી પ્રાપ્ત આવક પર નિર્ભર રહેનારા લોકોને ફાયદો થશે.

READ ALSO

Related posts

ડાયટમાં સામેલ કરી લો આ ચાર વસ્તુઓ તો વજન ઘટાડવામાં કરશે ખાસ મદદ

Mansi Patel

જૂનાગઢની જનતાએ જે ઋણ આપ્યું છે તે સવાયુ કરી પરત આપશું : વિજય રૂપાણી

Mayur

સંસદમાં મોદી મોદીના નારા લાગ્યા, પણ આ વખતે નેગેટિવ સ્વરૂપે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!