GSTV
Gujarat Government Advertisement

મોટા સમાચાર / કોરોનાની ચેન તોડવા મોદી સરકાર લગાવી શકે છે સંપૂર્ણ લોકડાઉન, સેનાને કરી દીધી એલર્ટ

કોરોના

Last Updated on May 4, 2021 by Damini Patel

બીજી લહેર દરમિયાન કોરોના સંક્રમણની ચેન તોડવા માટે કેન્દ્રની મોદી સરકારે ફરી એકવાર કામ શરુ કરી દીધું છે. ખબર છે કે સરકાર આ વખતે પુરા 21 દિવસ માટે ફરી એક વખત લોકડાઉન લગાવી શકે છે. સૌથી મોટી વાત એ છે કે આ વખતે લોકડાઉન દરમિયાન સ્થિતિ સંભાળવાની પરિસ્થિતિ સ્થાનીય પોલીસની જગ્યાએ સેના પર હશે. સમગ્ર લોકડાઉન દરમિયાન સેના મોર્ચો સંભાળશે. આ માટે સેના અને અર્ધસૈનિક બળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે બીજી લહેર દરમિયાન કોરોના વાયરસના સંક્રમણએ પુરી રીતે તબાહી મચાવી છે. સંક્રમણનો દર એટલા ઝડપથી વધી રહ્યો છે કે દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થા પુરી રીતે હલી ગઈ છે. મોટાભાગેના રાજ્યમાં હોસ્પિટલોમાં બેડ, ડોક્ટર, ઓક્સિજન, મેડિસિન અને અન્ય ચિકિત્સક ઉપકરણોની કમી આવી ગઈ છે. રોજ ત્રણ લાખથી વધુ લોકો સંક્રમિત થઇ રહ્યા છે અને હજારો લોકોની કોરોનાથી મોત થઇ રહી છે.

હાઈકોર્ટ

આ રાજ્યોમાં સૌથી વધુ સંક્રમણ

બીજી બાજુ એ પણ છે કે બીજી લહેર દરમિયાન સંક્રમણ સૌથી વધુ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, પંજાબ સહીત લગભગ 10 રાજ્યોથી વધુમાં આવી રહ્યું છે. ઝડપથી વધતા સંક્રમણ ધ્યાનમાં રાખતા કેટલાક રાજ્યોએ નાનું લોકડાઉન લગાવ્યું છે, તો કોઈ એ જિલ્લા અથવા શહેરોમાં નાઈટ કર્ફ્યુ અથવા વિકેન્ડ કર્ફ્યુ લગાવ્યું છે. અમુક રાજ્યમાં આંશિક બંધ છે. છતાં સંક્રમણના દરોમાં કોઈ ખાસ ઘટાડો જોવા મળી નથી રહ્યો.

કેન્દ્ર લગાવી શકે છે 21 દિવસનું લોકડાઉન

કોરોના

એવામાં ખબર સામે આવી રહી છે કે રાજ્ય સરકાર દ્વારા સંક્રમણ રોકવા માટે લેવામાં આવેલા પગલાં વધુ કામમાં નથી આવી રહ્યા એવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે કોઈ મોટો નિર્ણય લઇ શકે છે. જો કે પુરા દેશમાં સંપૂર્ણ લોકડાઉનને લઇ સ્થિતિ સ્પષ્ટ નથી. મીડિયા સૂત્રોની સૂચના મુજબ એ કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર ઓછામાં ઓછા 21 દિવસનું લોકડાઉન લગાવી શકે છે, પરંતુ અધિકારીક રીતે સરકાર તરફથી કોઈ પ્રકારના કોઈ સંકેત સામે આવ્યા નથી.

જો કે રવિવારની મોદી રાત્રે સુપ્રીમ કોર્ટેના એક નિર્ણયમાં કેન્દ્ર સરકારને આ સલાહ જરૂર આપી હતી કે સરકાર થોડા દિવસો માટે સંપૂર્ણ લોકડાઉન લગાવવું જોઈએ. જો સુપ્રીમ કોર્ટ, કોરોના ટાસ્ક ફોર્સ, વૈજ્ઞાનિક અને ડોક્ટર, બધા દ્વારા આ વાત કહેવામાં આવી છે કે, કોરોનાની ચેન તોડવા માટે કેન્દ્ર સરકાર પાસે સંપૂર્ણ લોકડાઉન લગાવવું એક માત્ર ઉપાય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સરકારને ઝટકો/ મૂડિઝે ભારતના GDPના ગ્રોથમાં કર્યો મોટો ઘટાડો : મોદી સરકાર બની શકે છે દેવાદાર, દેવાનો બોજ GDPના 90 ટકાએ પહોંચશે

Harshad Patel

વેક્સિનની કિંમત મામલે બંગાળ અને કેન્દ્ર સરકાર આમને-સામને, ગુરૂવારે સુપ્રીમમાં સુનાવણી

Dhruv Brahmbhatt

જરૂર વાંચો / ભૂલથી પણ બેંકના આ મેસેજને ઇગનોર ના કરતા, નહીંતર થઇ શકે છે દંડ! જલદી જુઓ બધી ડિટેલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!