GSTV

જલ્દી કરો! નવા વર્ષે મોદી સરકાર આપી રહી છે 1 લાખ રૂપિયા જીતવાનો મોકો, બસ કરવુ પડશે આ કામ

6

કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે એગ્રી ઇન્ડિયા હેકાથૉનની પ્રથમ આવૃત્તિનો શુભારંભ કર્યો છે. આ અવસરે કૃષિ મંત્રીએ જણાવ્યું કે તેનાથી કૃષિ ક્ષેત્રમાં નવીનતાને પ્રોત્સાહન મળશે. જેથી ખેતીમાં સકારાત્મક બદલાવ આવશે અને નાના ખેડૂતોને લાભ થશે. તોમરે કહ્યું કે, ઇનોવેશન તથા સ્ટાર્ટઅપ્સ ગામેગામ સુધી પહોંચવાથી નાના ખેડૂતોનું કલ્યાણ થશે અને ખેતીના ક્ષેત્રમાં મોટો સકારાત્મક બદલાવ આવશે. કૃષિ મંત્રાલય અનુસાર, એગ્રી ઇન્ડિયા હેકાથૉન માટે અરજી 20 જાન્યુઆરીએ બંધ થઇ જશે. બે મહિના સુધી ચાલનારા આ હેકાથોનમાં ત્રણ એલિમિનેશન રાઉન્ડ હશે અને અંતે 24 વિજેતાઓને 1 લાખ રૂપિયા રોકડ ઇનામ આપવામાં આવશે.

હેકાથૉન કૃષિ ક્ષેત્રની સમસ્યાઓનો બની શકે છે ઉકેલ

કેન્દ્રીય કૃષિ તથા કિસાન કલ્યાણ મંત્રાલય તથા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (આસીએઆર) અંતર્ગત આવતા પૂસા સ્થિત ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થા (IARI) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત તોમરે કહ્યું કે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે અનુસંધાન અને નવીનતાને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક વિષયો પર ધ્યાન આકર્ષિત કરતા એગ્રી ઇન્ડિયા હેકાથોનના આયોજનનુ સૂચન આપ્યુ હતુ. તેમણે કહ્યું કે પીએમ કૃષિના ક્ષેત્રમાં ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગની જરૂરિયાત પર ભાર આપે છે અને તેમનુ માનવુ છે કે અગ્રી હેકાથૉનના માધ્યમથી કૃષિ ક્ષેત્રની સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે.

કૃષિ ક્ષેત્રમાં જોડાયા નવા આયામ

તેમણે વધુમાં જણાવ્યું કે, આપણે સુનિશ્વિત કરવાનું છે કે કૃષિના ક્ષેત્રને વધુ નફો કેવી રીતે થાય, યુવાઓનું આકર્ષણ ખેતી તરફ કેવી રીતે વધે, પાકનું વિવિધિકરણ કેવી રીતે થાય, ફર્ટિલાઇઝરનો ઉપયોગ ધીરે-ધીરે ઓછો થાય, આપણે જૈવિક ખેતી તથા સૂક્ષ્મ સિંચાઇ તરફ ઝડપથી આગળ વધીએ, ખેતીમાં ખર્ચ ઓછો થાય, ખેડૂતો મોંઘા પાકની ખેતી તરફ જાય, ટેક્નોલોજીનુ પૂરૂ સમર્થ કૃષિને મળે, ઉત્પાદન-ઉત્પાદકતા વધે, વૈશ્વિક માપદંડો અનુસાર ખેતી કરી શકે તથા વધુમાં વધુ નિકાસ કરીને ખેડૂતોને સમૃદ્ધ બનાવી શકીએ. જીડીપીમાં કૃષિનું યોગદાન સુનિશ્વિત કરી શકીએ.

તેમણે કહ્યું કે ખેડૂતોના પરિશ્રમમાં કોઇપણ કમી નથી, આજે જરૂરિયાત તે વાતની છે કે કૃષિ ક્ષેત્રમાં નવા આયામ જોડાય અને આ દ્રષ્ટિથી એગ્રી સ્ટાર્ટઅપ્સનું ખૂબ જ મોટુ યોગદાન હોઇ શકે છે.

1

ઇનોવેશનથી ખેતીનું કાર્ય લાભકારી બનશે

કાર્યક્રમમાં કૃષિ રાજ્યમંત્રી પરષોત્તમ રૂપાલાએ કહ્યું કે ઇનોવેશનથી ખેતીનું કાર્ય લાભકારી બનશે. આ અવસરે ઉપસ્થિત કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીએ કહ્યું કે, ટેક્નોલોજીની દ્રષ્ટિએ આ ખૂબ જ મહત્વનો કાર્યક્રમ છે. તેનાથી કૃષિ ક્ષેત્રમાં વિકાસની અપાર સંભાવનાઓ હશે.

1 લાખ રૂપિયા રોકડ જીતવાનો મોકો

એગ્રી ઇન્ડિયા હેકાથૉન એક એવુ મંચ છે જે વિદ્યાર્થીઓ અને યુવા સ્ટાર્ટઅપને પોતાની નવીનતા અને રચનાત્મકતાને અભિવ્યક્ત કરવાનો મોકો આપશે. આ આયોજન 60 દિવસો માટે થશે. જેમાં દેશભરના 3000થી વધુ ઇનોવેશન, 5000થી વધુ સહભાગી, 100થી વધુ વિચારક, 1000થી વધુ સ્ટાર્ટ-અપ અને 50થી વધુ સ્પીકર સામેલ છે. તેમાં વિભિન્ન ફોકસ ક્ષેત્રોથી 24 સર્વશ્રેષ્ઠ ઇનોવેશનની પસંદગી કરવામાં આવશે. જેમાંથી દરેકને 1 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે.

Read Also

Related posts

દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે

Mansi Patel

સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…

Ali Asgar Devjani

મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!