GSTV
Home » News » ભ્રષ્ટાચાર પર મોદી સરકારનો વાર, આ વિભાગના 15 વરિષ્ઠ અધિકારીઓને સમય પહેલાં જ કરી દીધાં નિવૃત્ત

ભ્રષ્ટાચાર પર મોદી સરકારનો વાર, આ વિભાગના 15 વરિષ્ઠ અધિકારીઓને સમય પહેલાં જ કરી દીધાં નિવૃત્ત

મોદી સરકારે બીજા કાર્યકાળના શખત નિર્ણયોનો દોર શરૂ થઇ ગયો છે. સરકારે એક્સાઇઝ અને કસ્ટમ ડિપાર્ટમેન્ટના 15 વરિષ્ઠ અધિકારીઓને સમય પહેલા રિટાયર કરી દીધાં છે. જણાવી દઇએ કે અગાઉ 12 વરિષ્ઠ અધિકારીઓને નાણા મંત્રાલયે જબરદસ્તી રિટાયર કરી દીધા છે.

ડિપાર્ટમેન્ટ ઑફ પર્સનલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સના નિયમ 56 અંતર્ગત નાણા મંત્રાલયે આ અધિકારીઓને સરકારે સમય પહેલાં જ રિટાયર કરી દીધાં છે. માનવામાં આવી રહ્યું છે કે આવું કરવા પાછળ સરકારનો આશય આળસી અને યોગ્ય રીતે કામ ન કરતાં અધિકારીઓને સેવા મુક્ત કરવાનો છે.

રિપોર્ટ્સ અનુસાર સરકારે ખરાબ પ્રદર્શન કરતાં અધિકારીઓની લિસ્ટ પણ બનાવી છે. સાથે જ અનિવાર્ય રિટાયરમેન્ટ આપવાથી સરકારની આ પ્રક્રિયા દ્વારા રોજગારમાં પણ વધારો થશે કારણ કે સરકારી પદ ખાલી થશે તો તેના પર ભરતી માટે સરકાર આગળની પ્રક્રિયા શરૂ કરી શકશે.

નિયમ 56 અંતર્ગત લેવાયો આ નિર્ણય

નાણા મંત્રાલય નિયમ 56નો ઉપયોગ કરીને એવા અધિકારીઓ પર કરી શકાય જે 50થી 55 વર્ષની ઉંમરના હોય અને 30 વર્ષનો કાર્યકાળ પૂરો કરી ચુક્યાં હોય.

સરકાર દ્વારા એવા અધિકારીઓને અનિવાર્ય રિટાયરમેન્ટ આપવામાં આવી શકે છે. આવું કરવા પાછળ સરકારનો હેતુ નોન પર્ફોર્મિંગ સરકારી સેવકને રિટાયર કરવાનો છે. સરકાર દ્વારા અધિકારીઓને અનિવાર્ય રિટાયરમેન્ટ આપવાનો નિયમ ઘણાં સમય પહેલાંથી પ્રભાવી છે.

Read Also

Related posts

જૂનાગઢમાં કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ વિનુ અમીપરા ભાજપમાં જોડાતા, કોંગ્રેસે લગાવ્યા આ આક્ષેપો

Mansi Patel

વડોદરાના તળાવોના પાણી સ્વચ્છ અને દુર્ગંધ રહિત કરવા માટે 1.83 કરોડના એમઓયુ થયા સાઈન

Kaushik Bavishi

હવે બોટલ બંધ ફ્રેશ હવા મળશે બજારમાં, ખરીદો હિમાલયની પ્રકૃતિની તાજા હવા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!