GSTV

પશ્ચિમ બંગાળ / મુખ્યમંત્રી મમતા બેનર્જીને રોમ શાંતિ પરિષદનું આમંત્રણ, કેન્દ્રએ ન આપી મંજૂરી

Last Updated on September 25, 2021 by Vishvesh Dave

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને રોમમાં યોજાનારી શાંતિ પરિષદમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ હવે કેન્દ્ર સરકારે મમતાને આ શાંતિ સંમેલનમાં હાજરી આપવાની ના પાડી દીધી છે. જેના માટે મમતાએ કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે.

કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને રોમ જવાની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. મુખ્યમંત્રી મમતા આ વર્ષે ઓક્ટોબરમાં વેટિકનમાં યોજાનાર વિશ્વ શાંતિ સંમેલનમાં ભાગ લેવાના હતી.

આ સંમેલનમાં જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ, પોપ ફ્રાન્સિસ અને ઈટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગી સામેલ થશે. આ કાર્યક્રમ મધર ટેરેસા પર કેન્દ્રિત રહેશે.

આંતરરાષ્ટ્રીય સંમેલનમાં સામેલ થવા માટે મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી લેવાની હોય છે, પરંતુ મોદી સરકારે મમતા બેનર્જીને મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો છે. આ સંમેલન 6 અને 7 ઓક્ટોબરે યોજાવવાનું છે. આ મુદ્દે ટીએમસી પ્રવક્તા દેબાંગ્શુ ભટ્ટાચાર્ય દેવે ટ્વિટ કરી હતી કે,‘કેન્દ્ર સરકારે દીદીને રોમ પ્રવાસની મંજૂરી આપી નથી. અગાઉ ચીનના પ્રવાસની મંજૂરી નહોતી અપાઈ. ચીન મુદ્દે ભારતના હિત અને આતંરરાષ્ટ્રીય સંબંધોને કારણે મંજૂરી ના મળી તે નિર્ણયનો અમે સ્વીકાર કર્યો હતો. હવે ઈટલીની યાત્રા અંગે મોદી સરકારે શા માટે ઈન્કાર કર્યો? બંગાળ સાથે કેન્દ્ર સરકારને શું સમસ્યા છે….?’

મમતા બેનર્જીએ કહ્યું – તમે મને રોકી શકતા નથી

મમતા બેનર્જીએ પીએમ મોદી પર રોમ જવાની પરવાનગી ન આપવા બદલ આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ કહ્યું કે,

“મને રોમમાં વિશ્વ શાંતિ સભા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં જર્મન ચાન્સેલર અને પોપ ફ્રાન્સિસ પણ ભાગ લેવા જઈ રહ્યા હતા. ઇટાલીએ મને ખાસ પરવાનગી સાથે આવવાની વ્યવસ્થા કરી હતી, પરંતુ કેન્દ્રએ પરવાનગી નકારી અને કહ્યું કે મુખ્યમંત્રી માટે આ યોગ્ય નથી. “
મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે તમે મને રોકવા માટે સક્ષમ નથી. હું વિદેશ જવા માટે પ્રતિબંધિત નથી, પરંતુ તે મારા દેશ માટે સન્માનની બાબત છે. તમે (પીએમ મોદી) સતત હિન્દુઓની વાત કરતા રહો. હું પણ એક હિન્દુ મહિલા છું, તમે મને જવા કેમ ન દીઘી? તમે સંપૂર્ણપણે ઈર્ષ્યા કરો છો.

પોપ ફ્રાન્સિસથી લઈને શાંતિ પરિષદમાં તમામ વ્યક્તિત્વ આમંત્રિત

ઓક્ટોબરમાં મમતા બેનર્જીને જે શાંતિ પરિષદનું આમંત્રણ આપવામાં આવ્યું હતું તે રોમના વેટિકન ખાતે યોજાવાનું છે. આવી આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેવા માટે કેન્દ્ર સરકાર (વિદેશ મંત્રાલય) ની મંજૂરી જરૂરી છે. પરંતુ મોદી સરકારે મમતા બેનર્જીને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે.

મળતી માહિતી મુજબ, આગામી મહિને 6 અને 7 ઓક્ટોબરે યોજાનારી આ શાંતિ પરિષદમાં મમતા બેનર્જી ઉપરાંત પોપ ફ્રાન્સિસ, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ અને ઇજિપ્તના અલ-અલઝહરના સૌથી મોટા ઇમામ અહમદ અલ-તૈયબ જેવી હસ્તીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે ..

“પીપલ્સ એઝ બ્રધર્સ, ફ્યુચર અર્થ” શીર્ષક ધરાવતી આ શાંતિ કોન્ફરન્સ માટે રોમ સ્થિત કેથોલિક એસોસિએશન, કોમ્યુનિટી ઓફ સેન્ટ’એગિડીયોના પ્રમુખ, Macro Impagliazzo તરફથી આમંત્રણો મોકલવામાં આવ્યા છે.

TIME મેગેઝિનના પ્રભાવશાળી લોકોની યાદીમાં પણ સામેલ છે

તમને જણાવી દઈએ કે મમતા બેનર્જીને તાજેતરમાં ટાઈમ મેગેઝિનના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા. મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં કેન્દ્રમાં સત્તા પર રહેલી ભાજપને હરાવી હતી. જે બાદ હવે તેઓ રાષ્ટ્રીય કક્ષાએ ભાજપ સામે મોરચો ખોલવાની તૈયારી કરી રહ્યા છે. એવી પણ ચર્ચા છે કે 2024 ની લોકસભા ચૂંટણીમાં મમતા બેનર્જી વિપક્ષનો ચહેરો બની શકે છે.

પરંતુ હવે આ બધાની વચ્ચે મમતા બેનર્જીને રોમમાં યોજાનારી શાંતિ પરિષદ માટે મંજૂરી ન આપતા મોટો વિવાદ ઉભો થઈ શકે છે. આ નિર્ણયને લઈને વિપક્ષી પાર્ટીઓ અને TMC નેતાઓ કેન્દ્ર સરકારને ઘેરી શકે છે.

ALSO READ

Related posts

ધર્મ / ખૂબ જ ખાસ છે આ વર્ષનું કરવા ચોથ: સૂર્યદેવની પણ રહેશે વિશેષ કૃપા, નોંધી લો પૂજાનું શુભ મુહૂર્ત

Zainul Ansari

રસીકરણ / દેશના 51 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામા ભારત સફળ, જાણો ક્યારે થશે આખો દેશ સંપૂર્ણપણે વેક્સીનેટ…?

Zainul Ansari

પેટ્રોલ અને ડીઝલની નહીં રહે કોઈ ‘કિંમત’, 2030 સુધીમાં ‘પાણી’ પર ચાલશે બસ-ટ્રક!

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!