GSTV
Home » News » માંદા અર્થતંત્રને ફરી બેઠું કરવા મોદી સરકારે કમર કસી, વધુ એક ‘બુસ્ટર ડોઝ’ આપવાની તૈયારી

માંદા અર્થતંત્રને ફરી બેઠું કરવા મોદી સરકારે કમર કસી, વધુ એક ‘બુસ્ટર ડોઝ’ આપવાની તૈયારી

મંદ પડેલી ભારતીય અર્થવ્યવસ્થાને ફરી વેગવંતી બનાવવા માટે મોદી સરકાર અને તેમના નાણાંપ્રધાન નિર્મલા સિતારમણ એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. હજી શનિવારે જ રિયલ એસ્ટેટ અને નિકાસકારોને સંખ્યાબંધ રાહતો અને પ્રોત્સાહન આપ્યા બાદ હવે અર્થતંત્રને બેઠુ કરવા માટે વધુ એક બુસ્ટર ડોઝ આપવા અંગે સરકાર વિચારણા કરી રહી છે.

નાણાં મંત્રાલયનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અર્થતંત્રને વધુ એક બુસ્ટર ડોઝ આપવા માટેની તૈયારી પૂર્ણ થઇ ચૂકી છે અને નાણાંપ્રધાન નિર્મલા સિતારમણ આગામી થોડાંક જ દિવસમાં તેની જાહેરાત કરી શકે છે. અલબત એ બાબત સ્પષ્ટ નથી કે આ વખતના બુસ્ટર ડોઝમાં ક્યાં સેક્ટરને પ્રોત્સાહન આપવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસે સોમવારે એક ઇન્ટરવ્યૂમાં અપેક્ષા વ્યક્ત કરી હતી કે સરકાર દ્વારા અર્થતંત્ર માટે રાહત પેકેજની જાહેરાત ચાલુ રહેશે.

સરકારે 23 દિવસમાં 3 પેકેજ જાહેર કર્યા

એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં ભારતનો આર્થિક વિકાસદર ઘટીને 6 વર્ષના સૌથી નીચલા સ્તર 5 ટકાએ આવી ગયો છે. સરકારી આર્થિક વિકાસને વેગ આપવા માટે પ્રયાસ કરી રહી છે અને તે માટે વિતેલા એક મહિનામાં સંખ્યાબંધ રાહતો અને પ્રોત્સાહનોની જાહેરાત કરી છે.

  • 23 ઓગસ્ટના રોજ વિદેશી રોકાણકારો પરનો સરચાર્જ પરત ખેંચવા સહિત ઓટો સેક્ટર માટે રાહતજન્ય જાહેરાતો કરી
  • 30 ઓગસ્ટના રોજ નાણાં પ્રધાન 10 સરકારી બેન્કોના મર્જરની જાહેરાત કરી
  • 14 સપ્ટેમ્બરના રોજ નિકાસ પ્રોત્સાહન માટે નવી યોજના અને રિયલ એસ્ટેટ માટે રાહત પેકેજની જાહેરાત

ઉલ્લેખનિય છે કે આગામી 20મી સપ્ટેમ્બરના રોજ જીએસટી કાઉન્સિલની 37મી બેઠક યોજાવાની છે. જેમાં ઓટો, એફએમસીજી, હોટેલ અને કેટલાંક અન્ય ક્ષેત્રો માટેના ટેક્સ-રેટમાં ફેરફાર મુદ્દે ચર્ચા થવાની શક્યતા છે. તે પૂર્વે 19 સપ્ટેમ્બરના રોજ નાણાંપ્રધાન નિર્મલા સિતારમણ સરકારી બેન્કોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે. જેમાં વ્યાજદરમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને સત્વરે આપવા માટે ચર્ચા થઇ શકે છે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં જોરદાર ખેંચમતાણ મતદાનમાં ન દેખાઈ, બોલિવૂડના સિતારાઓ પહોંચ્યા પણ કોમનમેને અવગણના કરી

Mansi Patel

હરિયાણામાં 19 વર્ષમાં સૌથી ઓછું મતદાન, મનોહરની મહેનત મતદાનમાં ન ફેરવાઈ

pratik shah

24 કલાકમાં પાકિસ્તાનની ફરી નાપાક હરકત, આ સેક્ટરમાં કર્યો મોર્ટારમારો અને ગોળીબાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!