GSTV
India News ટોપ સ્ટોરી

કોંગ્રેસે ગણાવી મોદી સરકારના કાર્યકાળની ખામીઓ, કહ્યું- આ નિષ્ફળતા-9 વર્ષનું દુઃખ

આજે કેન્દ્રની સરકારના 9 વર્ષ પૂરા થવાના અવસર પર કોંગ્રેસે તેમને 9 પ્રશ્નો પૂછ્યા છે. કોંગ્રેસ તરફથી અદાણીનો મુદ્દો, ખેડૂતોની આવક બમણી કરવી, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા ‘9 વર્ષ, 9 પ્રશ્નો’ની પુસ્તિકા પણ બહાર પાડવામાં આવી છે.

કોંગ્રેસ પાર્ટી આવતીકાલે દેશભરના પ્રેસ કોન્ફરન્સ કરશે

કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશે જણાવ્યું કે કોંગ્રેસ આવતીકાલે દેશભરના 35 શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. કૉંગ્રેસના કોમ્યુનિકેશનના પ્રભારી મહાસચિવ જયરામ રમેશે આજે એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે કૉંગ્રેસ પાર્ટી મોદી સરકારના નવ વર્ષ પૂરા થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નવ પ્રશ્નો પૂછવા માંગે છે. અમે એ જ ‘9 વર્ષ 9 પ્રશ્નો’ માટે એક દસ્તાવેજ પણ બહાર પાડી રહ્યા છીએ.

રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન આ 9 પ્રશ્નો ઉઠાવ્યા હતા

કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું હતું કે, રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન અને તે બાદ સતત આ 9 પ્રશ્નો ઉઠાવ્યા હતા. જો કે આજ સુધી આ પ્રશ્નનોનો કોઈ જવાબ મળ્યો નથી. કોંગ્રેસ પાર્ટી આજે પીએમ મોદીને 9 પ્રશ્નો પૂછી રહી છે. અમે ઈચ્છીએ છીએ કે પીએમ મોદી આ પ્રશ્નો પર પોતાનું મૌન તોડે.

READ ALSO

Related posts

કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું

Vushank Shukla

મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત

Hardik Hingu
GSTV