GSTV
Gujarat Government Advertisement

અગત્યનું/ મોદી સરકારે બદલી નાંખ્યા પેન્શનના આ ત્રણ નિયમ! પેપરવર્કની લાંબી પ્રોસેસમાંથી મળશે છૂટકારો

પેન્શન

Last Updated on June 8, 2021 by Bansari

કેન્દ્ર સરકારના કર્મચારીઓના પેન્શનને લઇને મોદી સરકારે નિયમો સરળ અને સુવિધાજનક બનાવી દીધાં છે. કોરોના મહામારી વચ્ચે મુશ્કેલ સ્થિતિને ધ્યાનમાં લેતા સરકારે રિટાયર્ડ લોકોએ પોતાના પેન્શન માટે ભટકવું ન પડે, તેના માટે નિયમોમાં અનેક બદલાવ લાગુ કરવામાં આવ્યાં છે.

પેન્શન

ફેમિલી પેન્શન તરત જ જારી થશે

કોઇ કેન્દ્રીય કર્મચારીઓના મોત થવા પર તેના પરિવારના લોકોને તરત જ પેન્શન જારી કરવાના આદેશ આપવામાં આવ્યાં છે, જ્યારે પહેલા પરિવારના લોકોએ ઘણાં દિવસો સુધી પેપરવર્કની માથાકૂટ કરવી પડતી હતી. પરંતુ કેન્દ્રીય રાજ્ય મંત્રી જીતેન્દ્ર સિંહે ફેમિલી પેન્શનને લઇને નિયમો ખૂબ જ સરળ બનાવી દીધાં છે. હવે જો ફેમિલી પેન્શનનો ક્લેમ આવે છે તો ફક્ત ડેથ સર્ટિફિકેટ જોઇને જ પરિવારને પેન્શન તત્કાલ જારી કરી દેવામાં આવશે. તેના માટે પેપરવર્કની રાહ નહીં જોવી પડે. મંત્રીએ સ્પષ્ટતા કરી કે કર્મચારીનું મોત કોવિડના કારણે થયું હોય કે નૉન કોવિડના કારણે, બંને સ્થિતિમાં આ નવા નિયમનું પાલન કરવાનું રહેશે.

પેન્શન

પ્રોવિઝનલ ફેમિલી પેન્શનના નિયમ સરળ

આ ઉપરાંત Provisional Family Pension ના નિયમો પણ સરળ બનાવવામાં આવ્યાં છે. જણઆવી દઇએ કે CCS (Pension) Rule 1972ના Rule 80 (A) અંતર્ગત જો કોઇ સરકારી કર્મચારીની સર્વિસ દરમિયાન મોત થઇ જાય તો Provisional Family Pension જારી કરવામાં આવે છે. આ કામ Pay and Accounts Officeમાં ડોક્યુમેન્ટ પહોંચ્યા બાદ થાય છે. પરંતુ કોરોના મહામારીને ધ્યાનમાં લેતા આદેશ જારી કરવામાં આવ્યાં છે કે ફેમિલી પેન્શનનો કેસ Pay and Accounts Office ને ફોરવર્ડ કર્યા વિના જ પેન્શન શરૂ કરી દેવામાં આવે. તેનાથી પરિવારના પાત્ર સભ્યને પ્રોવિઝનલ પેન્શનની તત્કાલ મંજૂરી મળી જશે.

પેન્શન

પ્રોવિઝનલ પેન્શન હવે 1 વર્ષ સુધી

કેન્દ્રીય કર્મચારીઓ જ્યારે રિટાયર થાય છે તો તેના પ્રોવિઝન પેન્શન પીરિયડ પહેલા 6 મહિનાનો હોય છે, જેને હવે વધારીને 1 વર્ષ સુધી કરી દેવામાં આવ્યો છે. એટલે કે જે તારીખને રિટાયરમેન્ટ થશે તે દિવસથી લઇને આગામી 1 વર્ષ સુધી પ્રોવિઝન પેન્શન અથવા અસ્થાયી પેન્શન મળતુ રહેશે. આ નિર્ણય કોરોના મહામારીના વધતા પ્રકોપને જોતા લેવામાં આવ્યો છે. પ્રોવિઝન પેન્શનનો નિયમ શરૂઆતથી જ છે. કોઇ સરકારી કર્મચારીના રિટાયર થવા પર ઇમરજન્સીની સ્થિતિમાં તેને પ્રોવિઝનલ પેન્શન આપવામાં આવે છે. પેન્શનની અંતિમ લેવામાં આવેલી સેલરી પર નક્કી થાય છે. જો કે વાસ્તવિક પેન્શન અને પ્રોવિઝનલ પેન્શનમાં કોઇ ખાસ અંતર નથી હોતુ.

આ કારણે સરળ બનાવાયા પેન્શનના નિયમ

કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે તાજેતરમાં એલાન કર્યુ હતું કે રિટાયરમેન્ટ ડેટથી 1 વર્ષ માટે આ પેન્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના અનુસાર મહામારી દરમિયાન કર્મચારીઓને નિયમિત પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) જારી થવા અને પેપરવર્ક પૂરુ થવા સુધી પ્રોવિઝનલ પેન્શન આપવામાં આવશે. આ જ વ્યવસ્થા ફેમિલી પેન્શનવાળા માટે પણ લાગુ થશે. કેન્દ્રીય રાજ્ય મંત્રીએ કહ્યું કે મહામારીના કારણે શક્ય છે કે કર્મચારીઓને ઓફિસમાં પેન્શન ફોર્મ જમા કરવામાં સમસ્યા આવે. એવુ પણ બને કે સર્વિસ બુક સાથે Claim ફોર્મ પે એન્ડ એકાઉન્ટ ઓફિસમાં જમા કરવાની સ્થિતિમાં ન હોય, જો બંને ઓફિસ અલગ અલગ શહેરોમાં હોય તો આ સમસ્યા વધી જાય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જુના સિક્કા / જો તમારી પાસે છે આ સિક્કો તો તમે ઘરે બેઠા કમાઈ શકો છો 5 લાખ રૂપિયા, જાણો રીત

Vishvesh Dave

ભેદી મૃત્યુ / એડલ્ટ સ્ટારનું રહસ્યમ રીતે મોત, ઇન્સ્ટાગ્રામ પર અપોલડ કરી હતી ટોપલેસ તસવીર

Zainul Ansari

નવો મોરચો/ 5 મીનિટમાં ભારતમાં એરસ્ટ્રાઈક કરી શકાય તે એરબેઝ પર પાકિસ્તાને જેએફ-17 ફાઇટર જેટને તૈનાત કર્યા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!