GSTV

Modi govt cabinet expansion: મોદી મંત્રીમડળનું વિસ્તરણ: રાષ્ટ્રપતિભવનમાં શપથ સમારોહ, 15 નેતાએ લીધા કેબિનેટમંત્રી પદના શપથ

Last Updated on July 7, 2021 by pratik shah

પીએમ મોદીના મંત્રીમંડળનું વિસ્તરણ શરૂ થઈ ગયું છે. મંત્રીમંડળમાં ઘણા નવા ચહેરાની એન્ટ્રી થઈ ગઈ છે.જ્યારે ઘણા નેતાઓએ પ્રધાનોની શપથ પણ લીધી છે.મોદી સરકારના બીજા કાર્યકાળમાં આ પહેલી વખત થયું છે કે મોટા પ્રમાણમાં કેબિનેટનું ફેરબદલ કરવામાં આવી રહ્યું છે.મોદી મંત્રીમંડળના વિસ્તારમાં પશુપતિપારસ, ભૂપેન્દ્ર યાદવે લીધી કેબિનેટ પદની શપથ. મોદી સરકારમાં ભાનુપ્રતાપ સિંહ વર્માને રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. સતત ત્રણ વખત સાંસદ દર્શના જરદોશે પણ રાજ્ય મંત્રીપદની શપથ લીધી છે.

કેબિનેટ મંત્રી

 1. નારાયણ રાણે
 2. સર્વાનંદ સોનોવાલ
 3. વીરેન્દ્ર કુમાર
 4. જ્યોતિરાદિત્ય સિંધિયા
 5. આરસીપી સિંહ
 6. અશ્વિની વૈષ્ણવ
 7. પશુપતિ કુમાર પારસ
 8. કિરણ રિજ્જૂ
 9. રાજકુમાર સિંહ
 10. હરદીપ સિંહ પુરી
 11. મનસુખ માંડવિયા
 12. ભુપેન્દ્ર યાદવ
 13. પુરષોતમ રુપાલા
 14. જી કિશન રેડ્ડી
 15. અનુરાગ ઠાકુર

ભાનુ પ્રતાપસિંઘ અને દર્શના વિક્રમે શપથ લીધા. શોભા કરંડલાજે બાદ ઉત્તર પ્રદેશના જલાઉનનાં સાંસદ ભાનુ પ્રતાપસિંહ વર્માએ શપથ લીધા. વર્મા પછી, દર્શન વિક્રમ જર્દોશે મંત્રી પરિષદના સભ્યપદના શપથ લીધા.

કર્ણાટકના રાજ્યસભાના સાંસદ રાજીવ ચંદ્રશેખરે શપથ લીધા કર્ણાટકના રાજ્યસભાના સાંસદ રાજીવ ચંદ્રશેખર સત્યપાલસિંહ બઘેલ પછી શપથ ગ્રહણ કરી રહ્યા છે. તેમના પછી ઉદુપી ચિકમગલુર લોકસભા મત વિસ્તારના ભાજપના સાંસદ શોભા કરંડલાજે શપથ લેશે.

નરેન્દ્ર મોદી સરકારનું વિસ્તરણ ચાલી રહ્યું છે. એક પછી એક મંત્રીઓ શપથ લઈ રહ્યા છે. કુલ મળીને 43 નવા મંત્રી સમાવીને જમ્બો મંત્રીમંડળ તૈયાર થઈ રહ્યું છે. ક્યા મહાનુભાવને ક્યુ મંત્રાલય સોંપાશે એ હવે નક્કી થશે.

રાજ્ય મંત્રી

 • પંકજ ચૌધરી
 • અનુપ્રિયા પટેલ
 • સત્યપાલ સિંહ બધેલ
 • રાજીવ ચંદ્રશેખર
 • શોભા કરંદાજે
 • ભાનુ પ્રતાપ સિંહ વર્મા
 • દર્શના વિક્રમ જરદોશ
 • મિનાક્ષી લેખી
 • અન્નપૂર્ણા દેવી
 • એ. નારાયણ સામી
 • . કૌશલ કિશોર
 • અજય ભટ્ટ
 • બી.એલ વર્મા
 • અજય કુમાર
 • દેવુ સિંહ ચૌહાણ

નારાયણ રાણે, સર્વાનંદ સોનોવાલ, વીરેન્દ્ર કુમાર, જ્યોતિરાદિત્ય સિંધિયા, આરસીપી સિંહ, અશ્વિની વૈષ્ણવ, પશુપતિ કુમાર પારસ,  કિરણ રિજ્જૂ, રાજકુમાર સિંહ, હરદીપ સિંહ પુરી, મનસુખ માંડવિયા, ભુપેન્દ્ર યાદવ, પુરષોતમ રુપાલા, જી કિશન રેડ્ડી, અનુરાગ ઠાકુરે કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા હતા.

બીજેપીએ ભૂપેન્દ્ર યાદવેયાગવે પણ લીધી કેબિનેટ મંત્રી પદની શપથ. તેમણે ગત બિહાર ચૂંટણીમાં રાજ્યમાં એનડીએની સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. મનસુખ માંડવિયાએ મોદી સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મનસુખ માંડવીયાને કેબિનેટ મંત્રી પદની શપથ અપાઈ. હરદીપુરીએ લીધી કેબિનેટ મંત્રી પદની શપથ

પીએમ મોદીના કેબિનેટ વિસ્તરણ શરૂ થઈ ગયું છે. નારાયણ રાણે, સર્વાનંદ સોનેવાલ, જ્યોતિરાદિત્ય સિંધિયા સહિતના ઘણા નેતાઓએ કેબિનેટ મંત્રી પદની શપથ લીધી છે.

વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના મંત્રીમંડળમાં ગુજરાતમાંથી પાંચ સાંસદોને સ્થાન મળ્યુ છે.  જેમા પુરૂષોત્તમ રૂપાલા અને  મનસુખ માંડવીયાને માંડવિયાને પ્રમોશન મળ્યુ છે. સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરાનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં શપથગ્રહણ કર્યા આ સાથે સુરતના સાંસદ દર્શના જરદોષ, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને મંત્રી મંડળમાં સ્થાન મળવાનું છે.

આ વખતે મોદી સરકારના પ્રધાન મંડળમાં ગુજરાતમાંથી મહેન્દ્ર મુંજપરા, દેવુસિંહ ચૌહાણ અને દર્શના જરદોષ નવા પ્રધાન બન્યા છે.

બીજી તરફ આજે કુલ 43 મંત્રી શપથ લે એવી શક્યતા છે. મોટાભાગના કેબિનેટનું સ્વરૂપ નક્કી થઈ ગયું છે. એક એહવાલ અનુસાર, આજે શપથ લેનારા 43 મંત્રીઓમાં ઘણા નવા ચેહરા સામેલ છે. નારાયણ રાણે, સરબાનંદ સોનોવાલ, વિરેન્દ્ર કુમાર, જ્યોતિરાદિત્ય સિંધિયા, રામચંદ્ર સિંઘ, અશ્વિન વૈશ્નવ, પશુપતિ કુમાર પ્રસાદ, કિરણ રિજ્જૂ, હરદીપ સિંહ પૂરી, રાજકુમાર સિંઘ, મનસુખ માંડવિયા, ભુપેન્દ્ર યાદવ, પુરષોતમ રુપાલા, કિશન રેડ્ડી, અનુરાગ ટાકુર, પંકજ ચૌધરી, અનુપ્રિયા પટેલ.

ડૉ. સત્યપાલ બઘેલ, રાજીવ ચંદ્રશેખર, શુશ્રી શોભા, ભાનુ પ્રતાપ સિંઘ વર્મા, દર્શના વિક્રમ જરદોશ, મીનાક્ષી લેખી, અનુપમા દેવી, એ. નારાયણ સ્વામી, કૌશલ કિશોર, અજય ભાટ્ટ, બી. એલ. વર્મા, અજય કુમાર, દેવુસિંહ ચૌહાણ, ભગવંત ખુબા, કપિલ મોરેશ્વર​​​​​​ પાટીલ, પ્રતિમા ભૌમિક, ડૉ. સુભાષ સરકાર, ડૉ. ભાગવત કિશનરાવ કરાડ, ડૉ. રાજકુમાર રંજન સિંહ, ડૉ. ભારતી પ્રવીણ પવાર, બિશેશ્વર તુડુ, શાંતનુ ઠાકુર, ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા, જ્હોન બરાલા, ડૉ. એલ. મૃગન, નીતીશ પ્રામાણિક.

READ ALSO

Related posts

BJPનો ગુપ્તચર પ્લાન/ વર્તમાન ધારાસભ્યોની કરમકુંડળી જાણવા માણસોને કામે લગાડ્યા, સિનિયર ધારાસભ્યો પર લટકતી તલવાર

Pravin Makwana

ખેડૂત આંદોલનને એક વર્ષ પૂરૂં, ટિકૈતે કહ્યું- ટેકાના ભાવને કાયદેસર માન્યતા નહીં મળે ત્યાં સુધી ઘર વાપસી નહીં

Damini Patel

સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે મુસાફરોનો ધસારો, 19 મહિના પછી પ્રથમવાર વિદેશી મુસાફરોની અવર-જવરનો આંક 50 હજારને પાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!