ઈલોન મસ્કની મેડ ઈન ચાઈના ઈલેક્ટ્રિક કાર સામે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રીએ લાલ આંખ કરી છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું હતું કે ટેસ્લા કંપનીની ચીનમાં બનેલી ઈલેક્ટ્રિક કાર ભારતમાં વેચવાની પરવાનગી આપવામાં આવશે નહીં. જો ટેસ્લાએ ભારતમાં કાર વેચવી હોય તો નિર્માણ પણ ભારતમાં કરવું પડશે.
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ટેસ્લાની ઈલેક્ટ્રિક કારના સંદર્ભમાં ખૂબ જ મહત્વનું નિવેદન આપ્યું હતું. એક કાર્યક્રમમાં નિતિન ગડકરીએ કહ્યું હતુંઃ મેં ટેસ્લાને કહ્યું છે કે ચીનમાં બનેલી ઈલેક્ટ્રિક કાર ભારતમાં વેચતા નહીં. તમારે ભારતના વિશાળ માર્કેટને ધ્યાનમાં રાખીને ભારતમાં જ કારનું ઉત્પાદન કરવું જોઈએ. જો કંપની એવું કરશે તો કંપનીને જે મદદની જરૃર પડશે તે ભારત સરકાર કરશે.

ટાટા મોટર્સની ઈલેક્ટ્રિક કાર પણ ગુણવત્તાસભર
તે ઉપરાંત માર્ગ અને પરિવહન મંત્રીએ સ્વદેશી ઈલેક્ટ્રિક કાર અંગે પણ તેમનો ઓપિનિયન આપ્યો હતો. ગડકરીએ કહ્યું હતું કે ટાટા મોટર્સની ઈલેક્ટ્રિક કાર પણ ગુણવત્તાસભર છે. એ કોઈ પણ રીતે ટેસ્લાની કાર કરતા ઉતરતી જણાતી નથી.

ટેસ્લાના માલિક ઈલોન મસ્કે તે પહેલાં ભારત સરકારને આયાતકર ઓછો વસૂલવા રજૂઆત કરી હતી. તે અંગે ગડકરીએ કહ્યું હતું કે સરકાર કંપની સાથે એ બાબતે ચર્ચા કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં વર્ષે ૩૦ લાખ જેટલાં વાહનોનું વેચાણ થાય છે. વાહનોના માર્કેટની રીતે ભારત વિશ્વનો પાંચમો દેશ છે. તેના કારણે વિદેશી કાર ઉત્પાદક કંપનીઓ ભારતના માર્કેટમાં પ્રવેશવાના પ્રયાસો કરી રહી છે.
Read Also
- નીતિશના નિર્ણયથી શિવસેના ખુશ / ભાજપ માટે તોફાન સર્જયુ, 2024ની લોકસભા ચૂંટણી પહેલા ફેરવાઈ જશે ચક્રવાતમાં
- બીગ ન્યૂઝ / 88 મામલતદારની બદલી, 51 નાયબ મામલતદારને સરકારે આપી મોટી ભેટ
- બિહારમાં મહાગઠબંધન સરકારનું કેબિનેટ વિસ્તરણ / જેડીયુ-આરજેડી સહિતના 35થી વધુ સભ્યો હોવાની સંભાવના, આ તારીખે થશે ફ્લોર ટેસ્ટ
- ગરીબો, સૈનિકો માટે પૈસા નથી પરંતુ પોતાના ઉદ્યોગપતિ મિત્રોની કરોડોની લોન માફ કરીઃ રેવડી કલ્ચર મામલે કેજરીવાલનો પલટવાર
- બિહારે એ જ કર્યુ જે દેશને કરવાની જરૂર, ભાજપ પર તેજસ્વીએ કર્યા આકરા પ્રહાર