GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

અડવાણીના ખાસ અને મોદીના કટ્ટર હરિફ એવા આ મુખ્યમંત્રી મોદીના મોંફાટ કરી રહ્યાં છે વખાણ, પીએમ થઈ જશે ખુશ

મોદી સરકારની બીજી ઈનિંગને એક વર્ષ પુરું થયું છે ત્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહે તો અનોખી રીતે સરકારને અને પીએમ મોદીને આ માટે અભિનંદન આપ્યા હતા.

શિવરાજસિંહ ચૌહાણે મોદીની પ્રશંસાના પુલો બાંધી દીધા હતા. તેમણે MODI શબ્દના દરેક અક્ષરને પીએમ મોદીના ગુણો સાથે જોડીને બતાવ્યા હતા. શિવરાજે કહ્યુ હતુ કે, Mનો અર્થ થાય છે મોટિવેશનલ, મોદી ભારતને વધારે ઉંચાઈઓ પર લઈ જવા કામ કરે છે અને આપણને પ્રેરણઆ આપે છે. Oનો અર્થ થાય છે ઓપોર્ચ્યુનીટી, તેઓ દેશમાં છુપાયેલી તકોને બહાર લાવી રહ્યા છે.

તેમણે આગળ કહયુ હતુ કે, Dનો અર્થ ડાયનેમિક લીડરશીપ એટલે કે ગતિશીલ નેતૃત્વનો અર્થ થાય છે અને Iનો અર્થ ઈન્સ્પિરેશન, પીએમ મોદીએ ભારતને આત્મનિર્ભર બનાવવા માટે પ્રેરિત કર્યુ છે.

મોદી

30 જૂન, 2019નાં રોજ વડાપ્રધાન મોદીએ દેશના વડાપ્રધાન તરીકે બીજી વખત શપથ ગ્રહણ કર્યા. ત્યારે આજે મોદી સરકાર-2ને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે આ એક વર્ષમાં મોદી સરકાર કયા મોરચે સફળ રહી અને કયા મોરચે નિષ્ફળ તે જોઈએ આ અહેવાલમાં…

આજે મોદી સરકાર-2ને એક વર્ષ પૂર્ણ

આજે મોદી સરકાર-2ને એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે મોદી સરકાર-1ની અપેક્ષાએ મોદી સરકાર-2માં શું ફેર આવ્યો છે? ખાસ કરીને વિદેશ નીતિ અને પડોશી રાષ્ટ્રના સંબંધોમાં કેવા ફેરફારો આવ્યાં છે તે જાણવું રસપ્રદ છે.

આત્મનિર્ભર ભારત

મોદી સરકાર-2નું એક વર્ષ પૂરું થતાં પહેલાં વડાપ્રધાન મોદીની જીભ પર એક નવો શબ્દ સાંભળવા મળ્યો, તે છે આત્મનિર્ભર ભારત. કોરોનાના સંકટ વચ્ચે પીએમ મોદીએ અર્થતંત્રને ફરી બેઠું કરવા આત્મનિર્ભર ભારતનો મંત્ર આપ્યો. 12 મેના રોજ રાષ્ટ્રજોગ સંબોધનના 33 મિનિટના ભાષણમાં આત્મનિર્ભરતા અને આત્મનિર્ભર શબ્દનો 33 વાર ઉપયોગ કર્યો.

20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત

કોરોના વાયરસના કાળ વચ્ચે અર્થતંત્રને ગતિ આપવા પીએમ મોદીએ 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી અને આત્મનિર્ભર ભારત અભિયાનનું આહ્વાન કર્યું. પીએમ મોદીએ લોકલ ચીજોની ખરીદી પર ભારત આપતાં લોકલ પ્રત્યે વોકલ થવાની વાત પર ભાર આપ્યો. પીએમ મોદીએ આત્મનિર્ભર ભારત માટે 5 મૂળ મંત્રો અંગે જણાવ્યું. તેઓએ મજબૂત ઈકોનોમી, ઈન્ફ્રાસ્ટ્રકચર, ટેકનિક આધારીત વ્યવસ્થા, વિવિધતાપૂર્ણ આબાદી અને મોટી માગ ભારતની આત્મનિર્ભરતાના સ્તંભ હશે તે વાત પર ભાર આપ્યો.

આર્ટિકલ 370ની નાબૂદી

આ ઉપરાંત ગત વર્ષે 5મી ઓગસ્ટે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370ની નાબૂદી મોદી સરકારની મોટી ઉપલબ્ધી માનવામાં આવે છે. અપેક્ષા મુજબ પાકિસ્તાને વિરોધ નોંધાવ્યો અને સંયુક્ત રાષ્ટ્રમાં પણ ગયું, પણ ત્યાં સુધી ભારતની શાખ એટલી મજબૂત થઈ ગઈ હતી કે મોટા દેશોએ પાકિસ્તાનનું ન સાંભળ્યું. આંતરરાષ્ટ્રીય મીડિયામાં તેની ચર્ચા થોડાક દિવસો સુધી ચાલી અને ઘણા આંતરરાષ્ટ્રીય મીડિયાએ મોદી સરકારની આકરી ટીકા પણ કરી.

Related posts

Coronaએ સુરતની સૂરત બદલતાં પહોંચ્યા રૂપાણી, આ માટે 100 કરોડની કરી દીધી ફાળવણી

Arohi

TIK TOKને પ્રતિબંધથી લાગ્યો છે મોટો ઝટકો : ₹ 45 હજાર કરોડનું થયું નુકસાન, વિચારો વર્ષે કેટલું કમાતા હતા

Dilip Patel

જિનપિંગ ગલવાન પછી વધુ નબળા થયા, વિશ્વના સર્વોચ્ચ કમાન્ડર બનવાનું સ્વપ્ન રગદોળાયું

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!