GSTV

મોદી સરકારની સ્પષ્ટ ધમકી ના 370 હટશે, ના કૃષિ બિલો : બિહારમાં મોદીએ કહ્યું વિપક્ષ રઘવાયો થયો

બિહારમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સસારામ, ગયા અને ભાગલપુરમાં ત્રણ રેલીઓ યોજી હતી, જેમાં મોદીએ કલમ 370, નવા કૃષિ કાયદા અને રાજદના શાસન હેઠળના જંગલરાજ જેવા મુદ્દાઓ પર વિપક્ષ પર પસ્તાળ પાડી હતી.

રાજદના શાસન હેઠળના જંગલરાજની અપાવી યાદ

મોદીએ બિહારીઓને રાજદના શાસન હેઠળના જંગલરાજની યાદ અપાવતા કહ્યું કે તેમને વિકાસ સાથે કોઈ સંબંધ નથી. તેમણે લોકોને રાજ્યના વિકાસ માટે એનડીએને મત આપવા અપીલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલમ 370ના મુદ્દે વિપક્ષના વલણની ઝાટકણી કાઢતા આશ્ચર્ય વ્યક્ત કર્યું કે દેશને નબળો કરતા નિવેદનો આપીને આવા લોકો દેશની જનતા પાસેથી વોટ માગવાની હિંમત કેવી રીતે કરી શકે છે. બિહારના સસારામમાં તેમની પહેલી ચૂંટણી રેલીમાં વડાપ્રધાને કહ્યું કે એક તરફ બિહારના લોકો તેમના યુવાનોને દેશની સલામતી માટે સરહદ પર મોકલે છે, બીજી તરફ વિપક્ષ તેમની ભાવનાઓનું અપમાન કરતી વાતો કરે છે.

કૃષિ કાયદાઓના વિરોધ મુદ્દે વિપક્ષ ઉપર પ્રહારો

વડાપ્રધાને નવા કૃષિ કાયદાઓના વિરોધ મુદ્દે પણ વિપક્ષની આકરી ટીકા કરતા કહ્યું, દલાલો અને વચેટિયાઓને નુકસાન થયું તો વિપક્ષ રઘવાયો થઈ ગયો. રાફેલની ખરીદી સમયે પણ દલાલો અને વચેટિયાઓ માટે વિપક્ષ આ જ રીતે પરેશાન થઈ ગયો હતો. વડાપ્રધાને ભારપૂર્વક કહ્યું કે નવા કૃષિ કાયદાઓ પાછા નહીં ખેંચાય. ગયા અને ભાગલપુરમાં એનડીએના ઉમેદવારોનું સમર્થન કરતાં મોદીએ રાજદ પર નિશાન તાક્યું હતું.

ડાકુઓની લૂંટફાટ, હત્યાઓની ઘટનાઓનો કર્યો ઉલ્લેખ

તેમણે લાલુપ્રસાદ યાદવ અને રાબડી દેવીનું નામ લીધા વિના 1990થી 15 વર્ષના શસાનકાળમાં ડાકુઓની લૂંટફાટ, હત્યાઓ અને અપહરણની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું તે સમયે સાંજ પડતા જ જાણે જીવન અટકી જતું હતું. ખંડણી માગવી અને અપહરણ ઉદ્યોગ હતા. લાખોની લાંચ લઈને સરકારી નોકરીઓ અપાતી હતી. સરકારી નોકરીઓ તેમના માટે લાંચ કમાવાનું સાધન હતી. તેમણે ઉમેર્યું કે હવે લાલટેન એટલે કે ફાનસનો યુગ સમાપ્ત થઈ ગયો છે. એનડીએના શાસને લોકોમાંથી આ ભય દૂર કરી દીધો છે. લોકોને વીજળી મળી છે. કેન્દ્ર અને બિહારમાં એક સાથે એનડીએની સરકાર બની તો બિહારમાં વિકાસની ગતિ ઝડપી થઈ. બિહારમાં ફરી નીતિશના નેતૃત્વમાં એનડીએની સરકાર બનશે, તેમાં કોઈ કન્ફ્યુઝન નથી. બિહારના લોક નિર્ણય કરી ચૂક્યા છે.

વિવિધ ભાષાઓમાં લોકોનું કર્યું અભિવાદન

વડાપ્રધાને રોહતાસમાં ભોજપુરી, ગયામાં મગહી અને ભાગલપુરમાં અંગિકા ભાષાઓમાં લોકોનું અભિવાદન કર્યું. વડાપ્રધાને તેમના ભાષણની શરૂઆતમાં જ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન અને રઘુવંશ પ્રસાદ સિંહને શ્રદ્ધાંજલી આપી હતી. જોકે, વડાપ્રધાને ભાષણમાં એક પણ વખત ચિરાગ પાસવાનો ઉલ્લેખ નહોતો કર્યો.

Related posts

આજે ભારત બંધ, કેન્દ્રની મોદી સરકારની ડિકેટશન નીતિઓ વિરુદ્ધ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનની એક દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલ

pratik shah

ગાંધીનગરમાં શું છુપાવાય છે મોતના આંક ?, ખરેખર 2 દિવસમાં થયા છે 17નાં મોત, સરકારી આંકમાં મૃત્યુઆંક બિગ ઝીરો

pratik shah

દરેક નાગરિકને મોદી સરકાર આપી રહી છે 1,30,000 રૂપિયા? જાણો વાયરલ થઇ રહેલા આ મેસેજની શું છે હકીકત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!