નાના ખેડૂતો માટે મોદી સરકારની મોટી યોજનાઓ, ચૂંટણી પહેલાં વરસશે રાહતોનો ધોધ

ચૂંટણીઓ પહેલાં, સરકાર કોઈપણ રીતે ખેડૂતોને લલચાવવામાં કોઈ કસર છોડવા માંગતી નથી. આ સંબંધમાં, હવે સરકાર એ ખેડૂતોને પણ પાક વીમો અને દેવા માફીનો લાભ આપવા માગે છે જેમની પાસે પોતાની જમીન નથી.  આવા ખેડૂતોને રાહત આપવા માટે, મોદી સરકાર હાલની પાક વીમા યોજના અને ક્રેડિટ સ્કીમમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. નાના ખેડૂતોને ધ્યાનમાં રાહત આપવા માટે મોદી સરકારના મોટા પગલાં વિષે વધુ જાણવા માટે નીચેના પોઈન્ટ્સ પર નજર કરીએ….

  • લીઝ અથવા ભાડેથી ખેતી કરવાવાળા ખેડૂતોને પણ મળશે લોન (દેવું) અને વીમો
  • પાક વીમા યોજનામાં ફેરફાર અને ખેડૂતોને લોન આપવાની યોજનામાં ફેરફાર થશે
  • જમીનની જગ્યાએ મંડી નોંધણી પ્રમાણપત્રના આધારે મળશે લોન
  •  લોન ન લેનારા ખેડૂતોને પણ વીમાનો લાભ આપવાની ચાલી રહી છે તૈયારી
  • દરેક બ્લોકમાં પાક સંગ્રહ કેન્દ્ર ખોલવાની પણ યોજના છે
  • બધા ખેડૂતો તેમના ઉત્પાદનને નિશ્ચિત એમએસપી પર વેચી શકે
  • પ્રોક્યોરમેન્ટ એજન્સીની મૂળભૂત ખામી દૂર કરવામાં આવશે
  • પીએમઓએ કૃષિ મંત્રાલય અને નીતિ આયોગમાંથી આવી યોજનાની વિગતો મંગાવી છે. સરકારી અંદાજ મુજબ, ભાડા પર જમીન આપતા ખેડૂતોની સંખ્યા આશરે 15 ટકા છે
  • જોકે, નિષ્ણાતોના મતે ખેતી માટે જમીન ભાડે આપતા ખેડૂતો અથવા ટેનેન્ટ ખેડૂતોની સંખ્યા 30 ટકાથી વધુ છે
  • આંધ્રપ્રદેશમાં અંદાજે 50 ટકા જ્યારે પંજાબમાં 25 ટકા ખેતી લીઝ પર છે.

ફાયદો ખરેખર ખેડૂતોને થશે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે

ઉલ્લેખનીય છે કે, ભારત એક ખેતીપ્રધાન દેશ છે. છતાં દેશમાં ખેડૂતોની હાલત દયનિય છે. ખેડૂતો દેવાના બોઝ હેઠળ દબાઈ રહ્યા છે. ત્યારે ખેડૂતોના દેવામાફી આપવામાં આવે તેની માંગ સાથે વિવિધ આંદોલન પણ થઇ રહ્યા છે. ત્યારે કેન્દ્રની મોદી સરકાર આગામી લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને ધ્યાનમાં લઈને વિવિધ યોજના લાવી રહી છે. જેનો ફાયદો ખરેખર ખેડૂતોને થશે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter