GSTV
Home » News » અર્થતંત્રને બચાવવા મોદી સરકાર કરી શકે છે આ મોટુ એલાન, આ છે નવો પ્લાન

અર્થતંત્રને બચાવવા મોદી સરકાર કરી શકે છે આ મોટુ એલાન, આ છે નવો પ્લાન

ભારતીય ઈકોનોમીને મંદીની મારથી બચાવવા માટે નાણાં મંત્રાલય એક ખાસ યોજના બનાવી રહ્યું છે. સરકાર એક એવો પ્લાન બનાવી રહી છે જેમાં ઈન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન મળે. સરકાર ઈન્ડસ્ટ્રીઝને ટેક્સ બેનિફીટ, સબસિડી અને અન્ય પ્રોત્સાહન આપવાની યોજના બનાવી રહ્યું છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે આ પેકેજનું લક્ષ્ય ફક્ત ઉદ્યોગોનો ખર્ચ ઘટાડવાનો નથી પરંતુ ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ માટે પણ પગલું ભરવાનો છે.

તે સાથે જ સરકાર રાજ્યસ્વ વિભાગની સાથે મળીને એવા ઉપાય કરવાના પ્લાન કરી રહ્યા છે જેનાથી ઈમાનદાર કરદાતાઓને હેરાનગતી ન વેઠવી પડે. પ્રધાનમંત્રીએ એક ઈન્ટરવ્યૂમાં આ વિશે જાણકારી આપી છે. 

આ સરકારનો એક્શન પ્લાન

ભારતીય ઉદ્યોગ જગતથી માંગ ઘટવાને લઈને સતત ચિંતા જાહેર કરવામાં આવી રહી છે. તે માટે સરકાર ગ્રાહકોને હાથમાં વધુ ધન પહોંચાડવા જેવા ઉપાય કરશે, જેથી વપરાશમાં તેજી આવે. માટે પરોક્ષ દરોમાં કપાત કરવામાં આવશે. એસોચેમના અધ્યક્ષ બી કે ગોયનકાએ જણાવ્યું કે અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન પેકેજના રૂપમાં જરૂરી હસ્તક્ષેપની જરૂરત છે. અમે એક લાખ કરોડ રૂપિયાના પેકેજની ભલામણ કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર નાણામંત્રીએ વિવિધ બિઝનેસના પ્રતિનિધિઓની સાથે બેઠક કરી છે અને તેમની ચિંતાઓ વિશે જાણકારી એકત્રીત કરી છે. જેથી મંદીથી નિકળવાના ઉપાય શોધી શકાય. તેના આધાર પર પેકેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેની ઘોષણા ટૂંક સમયમાં કરવામાં આવશે.  

આ પહેલા જ નાણામંત્રી નિર્મલા સીતારમન ઓટો સેક્ટર માટે એક અલગ પેકેજ બનાવવા પર કામ કરી રહ્યા છે. ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી પર જીએસટી રેટ ઓછા કરવા અને નવી ખરીદીને પ્રોત્સાહન આપનાર સ્ક્રેપ પોલિસીની શરૂઆતની માંગ કરી છે. આમ કરવા પાછળનું કારણ જુલાઈમાં પેસેન્જર કારોના વેચાણમાં 35.95 ટકાનો ઘટાડો થયો છે.

Read Also

Related posts

ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા RSS એ મોદી સરકારને આપી સ્પષ્ટ ચેતવણી, 10 હજાર અબજનું નુકશાન થવાની શક્યતા

Nilesh Jethva

આ છે દુનિયાના સૌથી ધનવાન પરિવાર, જેમાં એક ભારતીય પરિવારનો પણ સમાવેશ

Pravin Makwana

NPCIએ ઘરેલુ ટ્રાન્જેક્શન પર આ ટેક્સને કર્યો ખતમ, આ ડિજિટલ પેમેન્ટ કંપીનઓની આવક પર થશે અસર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!