GSTV
Home » News » ફરીવાર બનશે મોદી સરકાર, દેશના એક્ઝિટપોલે સાબિત કર્યું કે મહાગઠબંધનનો થશે ફિયાસ્કો

ફરીવાર બનશે મોદી સરકાર, દેશના એક્ઝિટપોલે સાબિત કર્યું કે મહાગઠબંધનનો થશે ફિયાસ્કો

આજે મતદાન પૂર્ણ થયા બાદ બધાની નજર એક્ઝિટ પોલ પર હતી. સૌના મનમાં એક જ સવાલ હતો કે મોદી લહેર યથાવત રહેશે કે મહાગઠબંધન બાજી મારશે. તમામ એક્ઝિટ પોલના આંકડા અનુસાર ફરિવાર એનડીએની સરકાર બનવાના સંકેત છે. સી-વોટર એક્ઝિટ પોલ અનુસાર NDAને 543માંથી 287 બેઠકો મળી શકે છે. આ આંકડા સ્પષ્ટ બતાવે છે કે મહાગઠબંધનનો ફિયાસ્કો થયો છે. જો કે એ વાત પણ ન ભુલવી જોઈએ કે આ એક્ઝિટ પોલ છે અંતિમ પરિણામ નથી. ભુતકાળમાં ઘણીવાર એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે.

સી વોટર- રિપબ્લિકના સર્વે મુજબ ભાજપને 287, કોંગ્રેસ 128, સપા+બસપા 40 સીટો મળી શકે છે. તો ન્યૂઝ નેશનના સર્વે મુજબ ભાજપ 286, કોંગ્રેસને 122 અને અન્યને 134 બેઠકો મળી શકે છે. ઈન્ડિયા ન્યૂઝ- પોલ સ્ટ્રેટ અનુસાર ભાજપને 298, કોંગ્રેસને 118, સપા+ બસપા 40 જ્યારે અન્યને 86 બેઠકો મળી શકે છે.

રાજ્યવાર એક્ઝિટપોલ શું કહે છે?

ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆતમાં એવું લાગતું હતું કે, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત હિન્દી ભાષી રાજ્યોમાં ભાજપે 2014ની સરખામણીએ મસમોટું નુકસાન સહન કરવું પડશે. તેની સામે ઓરિસ્સા, પશ્ચિમ બંગાળમાં ભાજપ થોડોક ફાયદો મેળવી શકશે. હવે તમામ સાતેય તબક્કાનું મતદાન સંપન્ન થયા પછી મોટાભાગના એક્ઝિટ પોલના તારણો એવું જણાવે છે કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા ભાજપના ગઢ ગણાતાં રાજ્યોમાં મોદીમેજિક યથાવત રહેશે. મહારાષ્ટ્રમાં પણ ભાજપ અને શિવસેના પોતાની સર્વોપરિતા જાળવી રાખશે. ઉત્તરપ્રદેશમાં સપા-બસપાના મહાગઠબંધન સામે ભાજપની પીછેહઠ જરૂર થશે પરંતુ એ નુકસાન ધારણાં કરતાં ઓછું એટલે કે 25-30 બેઠકો જેટલું રહેવાનું એક્ઝિટ પોલમાં સામે આવ્યું છે. તેની સામે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં ભાજપ પોતાનો દેખાવ સુધારશે અને 2014ની સરખામણીએ 20-25 બેઠકો વધુ મેળવશે

સર્વે/એજન્સી ભાજપ+ કોંગ્રેસ+ સપા+બસપા અન્ય
સી વોટર-રિપબ્લિક 287 128 40 87
જનની વાત- રિપબ્લિક 305 124 26 87
વીએમઆર-ટાઈમ્સ નાઉ 306 132 20 84
ન્યૂઝ નેશન 286 122 134
ન્યૂઝએક્સ-નેતા 242 164 136
ઈન્ડિયા ન્યૂઝ- પોલ સ્ટ્રેટ 298 118 40 86

READ ALSO

Related posts

હાઈકોર્ટમાં આર.ટી.ઇ હેઠળ પ્રીસ્કૂલથી જ બાળકોને પ્રવેશ મળે, રાજ્ય સરકાર પાસે માંગ્યો જવાબ

Path Shah

પોલીસને મદદ કરીને નફો કરતું થયેલું ભારતીય સ્ટાર્ટઅપ,ઇન્ડિયન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ફેસિયલ રેકગ્નિશન

Path Shah

ફરી મણીશંકરની જીભ લપસી: ઐય્યર બાબુ બોલ્યા કે, ભાજપનું લક્ષ્ય કોંગ્રેસ મુક્ત ભારત નહિં પણ…

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!