GSTV
Home » News » મોદી સરકાર દેશ ડૂબાડશે, 3.6 લાખ કરોડ રૂપિયા છે RBI સાથે ઝઘડાનું મુખ્ય કારણ

મોદી સરકાર દેશ ડૂબાડશે, 3.6 લાખ કરોડ રૂપિયા છે RBI સાથે ઝઘડાનું મુખ્ય કારણ

રિઝર્વ બેંક અને કેન્દ્ર સરકારની વચ્ચે ખેંચતાણ યથાવત છે. કેન્દ્ર સરકાર 19 નવેમ્બરે યોજનારી આરબીઆઈ બોર્ડની બેઠકમાં પોતાનો મહત્વનો એજન્ડા સામે મૂકીને બોર્ડમાં રિઝર્વ બેંકના ગવર્નરની ભૂમિકા ઘટાડવાનું કામ કરે તેવી શક્યતા છે. અહેવાલ મુજબ કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંકના ગવર્નર વચ્ચે વિવાદનું મહત્વનું કારણ કેન્દ્રીય રિઝર્વ બેંક પાસે રહેલી 9.6 ટ્રિલિયન એટલે કે 9.6 લાખ કરોડ રૂપિયાની રકમ છે.

કેન્દ્ર સરકારને જોઈએ છે એક તૃતીયાંશ ભાગ

અંગ્રેજી અખબારના સૂત્રોને ટાંકીને પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર રિઝર્વ બેંકની પાસે રહેલી રિઝર્વ મુદ્રાનો લગભગ એક તૃતિયાંશ ભાગ લેવાની મનસા ધરાવે છે. કેન્દ્ર સરકારનું વલણ છે કે આટલા મોટા પ્રમાણમાં રિઝર્વ રાખવો રિઝર્વ બેન્કની જૂની અને સંકુચિત ધારણા છે. તેને બદલવાની જરૂરિયાત છે.

કેન્દ્ર સરકાર આરબીઆઈને દબાણ કરે તેવી શક્યતા

અહેવાલો છે કે કેન્દ્ર સરકાર રિઝર્વ બેંક પાસેથી રિઝર્વના 3.6 લાખ કરોડ રૂપિયા મળે તેવું ઈચ્છી રહી છે. કેન્દ્ર સરકાર આ મુદ્રાનો સંચાર કર્જ અને અન્ય વિકાસ કાર્યો પર ખર્ચ દ્વારા અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માંગે છે. મહત્વપૂર્ણ છે કે એક મીડિયા જૂથના રિપોર્ટ મુજબ 19 નવેમ્બરે યોજાનારી આરબીઆઈ બોર્ડની મુખ્ય બેઠકમાં કેન્દ્ર સરકાર પોતાના પ્રતિનિધિઓ દ્વારા વિવાદીત વિષયો પર પ્રસ્તાવની મદદથી નિર્ણય કરવાનું દબાણ બનાવે તેવી શક્યતા છે. રિઝર્વ બેંક બોર્ડમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓની સંખ્યા વધારે છે. માટે નિર્ણય પ્રસ્તાવને આધારે લેવામાં આવશે, તો આરબીઆઈ ગવર્નરની સામે કેન્દ્ર સરકારના તમામ નિર્ણયો માનવા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહેશે નહીં.

આ રકમથી સરકારી બેંકોને મદદ કરી શકાય એવો કેન્દ્ર સરકારનો દાવો

કેન્દ્ર સરકારની આ માગણી પર રિઝર્વ બેંકનું માનવું છે કે આનાથી દેશની અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થવાની શક્યતા છે. આ દલીલની સાથે કેન્દ્રીય રિઝર્વ બેંક કેન્દ્ર સરકારને પોતાના રિઝર્વ ખજાનામાંથી નાણાં આપવાનો વિરોધ કરી રહી છે. સૂત્રોનું કહેવું છે કે કેન્દ્ર સરકારનો પક્ષ છે કે રિઝર્વ ફંડ દ્વારા 3.6 ટ્રિલિયન રૂપિયા બજારમાં લાવીને સરકારી બેંકોની મદદ કરી શકાય છે. આ નાણાંથી સરકારી બેંક નવા કારોબારી કર્જ આપી શકશે અને પોતાની કમાણી મજબૂત કરી શકશે. કેન્દ્ર સરકાર એવું પણ કહી રહી છે કે એક તરફ જ્યાં સરકારી બેંક પોતાના ડૂબેલા કર્જની રિકવરી કરી રહી છે. રિઝર્વ મુદ્રાની મદદથી તેઓ ફરીથી મજબૂતાઈથી બેઠી થઈ શકે છે.

આરબીઆઈ કહે છે કે આ પગલું યોગ્ય નથી

બીજી તરફ રિઝર્વ બેંકનું માનવું છે કે રિઝર્વ મુદ્રાનો ખર્ચ કરવો યોગ્ય નથી. આ ખર્ચથી કમાણીમાં વધારો નહીં થાય અને આ ખર્ચ માત્ર સરકારી ખર્ચ બનીને રહી જશે. ત્યારે આરબીઆઈ મુજબ નાણાંકીય બજાર માટે પણ આ યોગ્ય પગલું નથી. કારણ કે આનાથી બજારનો ભરોસો ઘટવાની શક્યતા છે. મહત્વપૂર્ણ છે કે આના પહેલા 2017-18માં રિઝર્વ બેંકે 50 હજાર કરોડ રૂપિયાની રકમ પોતાના રિઝર્વમાંથી કેન્દ્ર સરકારને આપી હતી. આમાં 10 હજાર કરોડ રૂપિયાની વચગાળાની રકમ પણ સામેલ છે. જ્યારે આના પહેલાં 2016-17માં તેના દ્વારા 30 હજાર 659 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારને આપવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

નસીરૂદ્દીન જેવા લોકો માનસિક રીતે બીમાર છે, દેશના ભાગલા પડવવા વિવાદિત નિવેદન આપે છે

Bansari

મંદીથી બચવા બેન્કોએ 9 દિવસમાં 81,781 કરોડ રૂપિયાની વહેંચણી કરી, સરકારે કરી આ સુવિધા

Mansi Patel

ચીનને તોડવાનો કર્યો પ્રયત્ન તો હાડકા ભાંગી નાખીશું, જાણો શી જિનપિંગે કોને આપી ચેતવણી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!