GSTV
Home » News » મોદી સરકારનો નવો પ્લાન! બિમારીઓના ઈલાજ માટે 15 લાખ રૂપિયા સુધી કરશે મદદ

મોદી સરકારનો નવો પ્લાન! બિમારીઓના ઈલાજ માટે 15 લાખ રૂપિયા સુધી કરશે મદદ

સ્વાસ્થ્ય મંત્રાલયે નેશનલ પોલીસીને લઈને એક નવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. જેનું નામ ‘દુર્લભ રોગ 2020’ આપવામાં આવ્યું છે. આ પોલિસી દુર્લભ બીમારીઓથી પીડિત દર્દીઓની સમસ્યા અને ઈલાજના વધારે પડતા ખર્ચને જોઈને બનાવવામાં આવી છે. આ ડ્રાફ્ટમાં દુર્લભ રોગોના પીડિતોને નાણાકિય સહાય આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

રીપોર્ટની માહિતી પ્રમાણે, આ પોલિસીમાં ઈન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની પણ સ્થાપના કરવાની વાત કરવામાં આવી છે. જે આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓની માહિતી તૈયાર કરશે અને તેમાં દુર્લભ બીમારીઓથી પીડિત લોકોની ઓળખાણ કરી તેમને ઈલાજ માટે 15 લાખ રૂપીયા સુધીની નાણાકિય સહાય પ્રદાન કરશે.

ડિજિટલ પ્લેટફોર્મ થકી ક્રાઉડફંડિંગ તૈયાર કરાશે

આ ડ્રાફ્ટમાં પીડિતોને નાણાકિય સહાયતા કરવા માટે ક્રાઉડફંડિંગ થકી દુર્લભ બીમારીઓની સારવાર માટે હોસ્પીટલની પસંદગી કરવાની પણ વાત કરવામાં આવી છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ ગરીબ પરિવારોને 5 લખા રૂપીયા સુધીનો મફત ઈલાજ મળે છે.

ડ્રાફ્ટમાં સ્વૈચ્છિક ક્રાઉડફંડિંગ માટે એલગ ડિજિટલ પ્લેટફોર્મ સ્થાપિત કરવા માટે પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. ડ્રાફ્ટમાં કહ્યું છે કે, લોકોને વધારેમાં વધારે સ્વાસ્થ્ય સેવા અને નાણાકિય સુવિધા ઉપલબ્ધ કરવાના હેતુથી સરકાર વૈકલ્પિક મિકેનિઝમ તૈયાર કરવા માગે છે. તેથી જ આ યોજનામાં ડિજિટલ પ્લેટફોર્મને જોડવામાં આવ્યું છે.

આ પ્લેટફોર્મ પર વ્યક્તિગત અને કોર્પોરેટ દાનદાતા દુર્લભા બીમારીઓથી પીડિત દર્દીઓને ઈલાજના ખર્ચ માટે દાન કરી શકશે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ ડ્રાફ્ટ પર સંબંધિત પક્ષો પાસેથી 10 ફેબ્રુઆરી સુધીમાં સૂચનો માંગ્યા છે.

READ ALSO

Related posts

સુરતની રઘુવીર માર્કેટમાં ભીષણ આગ, તસવીરોમાં જુઓ આગનું વિકરાળ સ્વરૂપ

Bansari

IRCTC દર મહિને 8 લાખ ટિકિટ કેન્સલ કરે છે,કારણ જાણીને લાગશે નવાઇ

Bansari

સમગ્ર દુનિયાને તેલની નિકાસ કરતા લીબિયામાં સેનાએ આ કારણે બંધ કરી તેલની પાઈપલાઈન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!