મોદી સરકારે ખેડૂતોની આવક વધારવા માટે અને યુવાઓનો રોજગારનો અવસર પ્રદાન કરવા માટે કૃષિ ક્ષેત્રના સ્ટાર્ટ અપ્સને પ્રોત્સાહિત કરવાની નીતિ બનાવી છે. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (RKVY)-રફ્તાર હેઠળ નવાચાર અને કૃષિ ઉદ્યમિતા વિકાસ કાર્યક્રમને અપનાવવામાં આવ્યું છે. જેના પહેલા ચરણમાં 112 સ્ટાર્ટઅપને 1186 લાખ રૂપિયાની રકમ દેવામાં આવશે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે આ અંગે જાણકારી આપી છે. આરકેવીવાઈ યોજના કૃષિ સંબંધીત ક્ષેત્રોમાં સાર્વજનિક રોકાણને વધારવા માટે રાજ્યોને પ્રોત્સાહીત કરે છે.

2-2 મહિનાની આપવામાં આવશે ટ્રેનીંગ
તોમરે જણાવ્યું કે, આ સ્ટાર્ટ અપને 29 એગ્રીબિઝનેશ એક્યુબેન કેન્દ્રોમાં 2-2 મહિનાની ટ્રેનીંગ દેવામાં આવશે. આ સ્ટાર્ટ અપ યુવાઓને રોજગાર પ્રદાન કરશે તેમજ પ્રત્ય અપ્રત્ય રૂપે ખેડૂતોની આવક વધારવામાં મદદ પણ કરશે. તેમણે કહ્યું કે કૃષિ તેમજ તેના સાથે જોડાયેલી એક્ટિવીટી અને ગ્રામિણ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન દેવા માટે આરકેવીવાઈ-રફ્તાર મહત્વપૂર્ણ યોજના છે.


કૃષિ ઉદ્યમતાને આ કાર્યક્રમ હેઠળ જોડવામાં આવ્યાં
યોજના હેઠળ કૃષિ ઉદ્યમતાને વધારો આપવા માટે ઈનોવેશન એન્ડ એગ્રી એન્ટરપ્રેન્યોરશીપ ડેવલપમેન્ટ કાર્યક્રમથી જોડવામાં આવ્યાં છે. તે હેઠળ સ્ટાર્ટઅપને આર્થિક સહાયતા દેવામાં આવશે. તોમરે જણાવ્યું કે, તેણે મંત્રાલય સ્તર ઉપર આયોજીત બેઠકમાં કૃષિને પ્રતિસ્પર્ધી બનાવવા, કૃષિ આધારિત ગતિવિધિઓ માટે આવશ્યક વસ્તુઓ પ્રદાન કરવા અને નવી ટેકનીકને જલ્દીથી જલ્દી અપનાવવાનું કહેવામાં આવ્યું છે. સરાકરનું જોર કૃષિ ક્ષેત્રમાં ખાનગી રોકાણને વધારો આપવા ઉપર છે તે માટે સ્ટાર્ટ અપ્સની જરૂરત છે.

PMએ આપ્યાં આ મંતવ્યો
તોમરે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મહિનાની શરૂઆતમાં દેશમાં કૃષિ અનુસંધાન, વિસ્તાર અને શિક્ષાની પ્રગતિની સમિક્ષા કરી હતી. ખેડૂતોની માગ ઉપર જાણકારીઓ આપી હતી અને સૂચના પ્રૌદ્યોગિકીનો ઉપયોગ કરવાની આવશ્યકતા ઉપર પ્રકાશ ફેક્યો હતો. વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાને નિર્દેશ કર્યો છે કે, આ સમસ્યાનું નિરાકરણ લાવવા અને ઉપકરણોની ડીઝાઈન સંબંધી જરૂરતોને પુર્ણ કરવા માટે વર્ષમાં બે વખત હૈકાથોનનું આયોજન કરી શકાય છે. જેનાથી ખેતીવાડીમાં કઠીન પરિશ્રમનું કામ કરી શકાય.
- હલ્લાબોલ: અમરેલી કલેક્ટર કચેરી ખાતે આશાવર્કર બહેનો બની રણચંડી, પગાર વધારાને લઈએ દેખાવો
- CSIR કોરોના સંક્રમણ સર્વે/ ધુમ્રપાન કરનારા અને શાકાહારીઓમાં ભય ઓછો, આ બ્લડગ્રૂપવાળા લોકો થયા વધુ સંક્રમિત
- નરાધમ પિતા/ 10 વર્ષનો દિકરો અભ્યાસમાં ધ્યાન ન આપતાં જીવતો સળગાવ્યો, જીવન મરણ વચ્ચે ખાઈ રહ્યો છે ઝોલાં
- મોટા સમાચાર/ સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન પીએમ નરેન્દ્ર મોદી, આજે મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય
- ફાયદાનો સોદો/ કોરોના વેક્સીન આવવાથી આ સેક્ટરને સૌથી વધુ લાભ, લાખો લોકોને મળશે રોજગાર-નવી નોકરીઓ