GSTV

મોદી સરકાર નાના ટેક્સપેયર્સને આપશે મોટી રાહત, બજેટમાં આ ટેક્સને પૂર્ણ રીતે કરી શકે છે રદ

કેન્દ્રમાં રહેલી મોદી 2.0 સરકારનું આગામી 1 ફેબ્રુઆરીના રોજ બીજું બજેટ રજુ થવા જઈ રહ્યું છે, ત્યારે આ બજેટમાં સરકાર ઈક્વિટ માર્કેટ સાથે જોડાયેલા ટેક્સમાં મોટા પ્રમાણમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. સરકાર આગામી બજેટમાં ડિવિડન્ડ વિતરણ કરને પૂર્ણ રીતે રદ કરવાની જાહેરાત કરી શકે છે. સાથે જ ડિવિડેન્ડ પર 20 ટકા સ્ટાન્ડર્ડ ડિડક્શન આપવાની જાહેરાત પણ કરી શકે છે, પરંતુ લોન્ગ ટર્મ કેપિટલ ગેસ ટેક્સ એટલે કે, LTCG ને પૂર્ણ રીતે હટાવવાની આશાઓ ઓછી જણાઈ રહી છે. આગામી બજેટમાં નાના શેરહોલ્ડર્સન રાહત, પરંતુ મોટા શેર હોલ્ડર્સને ઝટકો મળી શકે છે.

ડિવિડેન્ડ પર ઈનકમ ટેક્સનો દર થઈ શકે લાગુ

હાલમાં તો ડિવિડેન્ડ આપનાર કંપનીને DDT ભરવું પડે છે, પરંતુ હવે ડિવિડેન્ડ મેળવનારને ટેક્સ ચુકવવાની પણ જવાબદારી આવી શકે છે. ડિવિડેન્ડને કુલ આવકનો ભાગ માની શકાય છે. ડિવિડેન્ડ પર ઈનકમ ટેક્સનો દર લાગુ થઈ શકે છે. જો કે, ડિવિડેન્ડ પર 20 ટકા સ્ટાન્ડર્ડ ડિડક્શન મળી શકે છે.

નાના ટેક્સપેયર્સ માટે મોટી રાહત

નીચેના સ્લેબમાં આવનાર ટેક્સપેયર્સોને ઓછો ટેક્સ ચુકવવો પડી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 30 ટકા સ્લેબવાળાને ડિવિડન્ડ પર વધારે ટેક્સ ચુકવવો પડી શકે છે. હાલમાં તો આ ટેક્સ ચુકવવાની જવાબદારી કંપની પર હોય છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં 20.55 ટકા DDT લાગે છે, જેમાં સરચાર્જ અને શિક્ષણ સેસ પણ સામેલ છે. હાલમાં 10 લાખથી વધારે ડિવિડેન્ડ મેળવનાર લોકો પર 10 ટકા ટેક્સ લાગે છે, જેને હટાવવાને પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

LTCG ટેક્સ હટવાની સંભાવના ઓછી

લોન્ગ ટર્મ કેપિટલ ગેસ ટેક્સને હટાવવાની સંભાવનાઓ ઓછી જણાઈ રહી છે, પરંતુ LTCG ટેક્સમાં રાહતની આશાઓ વર્તાઈ રહી છે. હવે એક વર્ષની જગ્યાએ 20 વર્ષ બાદ LTCG ટેક્સની જોગવાઈ શક્ય બની શકે છે. સરકાર LTCG મુદ્દે ઈક્વિટી માર્કેટ અને બીજા રોકાણમાં અંતર વધારવા માગતી નથી. LTCG ટેક્સના મુદ્દે વડાપ્રધાનની સાથે નાણામંત્રાલયના અધિકારીઓની એક બેઠક પણ થઈ ચુકી છે. જેમાં ડાયરેક્ટર ટેક્સ પર પણ ટાસ્ક ફોર્સે પણ પોતાની ભલામણમાં LTCG ટેક્સ હટાવવાની ભલામણ કરી નથી.

REA ALSO

Related posts

અમદાવાદ અને રાજકોટમાં ફી માફી મુદ્દે એનએસયુઆઇએ માંડ્યો મોરચો, અનેક કાર્યકર્તાઓની ધરપકડ

Nilesh Jethva

મહિલા નેતાઓ ભાજપમાં નથી સુરક્ષિત/ કાર્યાલયમાં રોકી બાંહોમાં લઈ શરીરના અંગો પર જ્યાંને ત્યાં ટચ કરે છે !

Pravin Makwana

ગુજરાત હાઇકોર્ટના એડવોકેટને ચાલુ કોર્ટ પ્રોસિડિંગમાં ધુમ્રપાન કરવું પડ્યું મોંઘુ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!