GSTV

વિદેશમાં રહેતા ભારતીઓને મોદી સરકાર આપશે મોટી ભેટ, આ નિર્ણયથી થશે ફાયદો

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં જે સૌથી મોટી જાહેરાત કરી હતી, તેમાં ડિવિડન્ડ પર ટેક્સ સામેલ હતો. બજેટમાં સરકારે કહ્યુકે, ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ (DDT)ને પાછું લેવામાં આવે. સરકારનાં આ નિર્ણય બાદ હવે કંપનીઓએ DDT આપવું નહી પડે. ત્યારબાદ હવે DDTનો ભાર વ્યક્તિગત શેરધારકો પર રહેશે. વિશ્લેષણ બાદ જાણ થશે કે, સરકારના આ નિર્ણયનો સૌથી વધુ લાભ વિદેશોમાં રહેતાં ભારતીયોને મળશે.

શું છે હાલનો નિયમ?

વર્તમાનમાં જો કોઈ કંપની પોતાના શેરધારકો માટે ડિવિડન્ડ આપવાની જાહેરાત કરે છે તો તેના માટે તેમણે સરકારને 15 ટકા ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ અને તેની ઉપર ઉપયુક્ત સરચાર્જની સાથે હેલ્થ અને એજ્યુકેશન સેસ આપવાનું હોય છે. કોઈ પણ સ્થાનિક કંપની માટે કોઈને પણ ડિવિડન્ડ આવક મળે છે અને આ કમાણી 10 લાખ રૂપિયા સુધી છે. તો તેની ઉપર કોઈ ટેક્સ આપવાનો બનતો નથી. વ્યક્તિગત શેરધારકો માટે જો આ રકમ 10 લાખ રૂપિયા કરતાં વધારે હોય છે તો તેની ઉપર 10 ટકાનાં દરથી ટેક્સ આપવાનો હોય છે. આ ટેક્સ છૂટ વિદેશોમાં રહેતાં તે ભારતીયોને પણ મળશે જે વ્યક્તિગત શેરધારકોનાં રૂપમાં કોઈ સ્થાનિક કંપનીમાં રોકાણ કરે છે. આ જ પ્રકારે મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund) પર યુનિટ હોલ્ડર્સને એક નક્કી કરેલાં દરથી ટેક્સ આપવાનો હોય છે. તેનાંથી યુનિટ હોલ્ડર્સને મળતા ડિવિડન્ડ પર કોઈ ટેક્સ આપવાનો હોતો નથી.

બજેટમાં શું છે પ્રસ્તાવ

બજેટ 2020નાં ફાઈનાન્સ બિલમાં આપેલાં પ્રસ્તાવ મુજબ, હવે શેરધારકો અને યુનિટ હોલ્ડર્સને ડિવિડન્ડથી થતી કમાણી પર ટેક્સ આપવાનો રહેશે. હવે સ્થાનિક કંપનીઓ અને મ્યુચ્યુઅલ ફંડ્સને ડિવિડન્ડની જાહેરાત પર કોઈ ટેક્સ ચૂકવવાનો હોતો નથી. જે તર્કનાં આધાર પર આ સંશોધનનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. તે એ છેકે, વિદેશી રોકાણકારોને પોતાના દેશોમાં DDT ક્રેડિટનો લાભ મળી શકતો ન હતો. સાથે જ તેમને ઈક્વિટી કેપિટલ પર મળતા રિટર્ન રેટ પણ ઘટી જતો હતો. ભારતીય ઈક્વિટી માર્કેટને આકર્ષક બનાવવા અને મોટા સ્તરે રોકાણકારોને રાહત આપવા માટે સરકારે આ નિર્ણય કર્યો છે કે, DDT ને ખત્મ કરી દેવામાં આવે. સરકારનાં આ નિર્ણય મુજબ, હવે ટેક્નોલોજીની મદદ લેતાં ડિવિડન્ડ લાભ પર ટેક્સનો ભાર વ્યક્તિગત શેરધારકો પર નાંખી દેવામાં આવ્યો છે.

અન્ય સ્ત્રોતની કમાણી હશે ડિવિડન્ડ ઈન્કમ

રોકાણ તરીકે રાખવામાં આવેલા ડિવિડન્ડ પરનો ટેક્સ ભરવો પડશે અને તેને ઇન્કમટેક્સ રીટર્ન ફોર્મમાં અન્ય સ્રોતોની આવક તરીકે દર્શાવવું પડશે. રોકાણકારોએ એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે, કંપની દ્વારા ડિવિડન્ડ વિતરણ કરવામાં આવશે અથવા તેની જાહેરાત કરવામાં આવશે, તે જ વર્ષે કમાણી પર ટેક્સ લાગશે. ટેક્સનું વર્ષ એક સમાન રહેશે, જે આ બેમાંથી પ્રથમ હશે.

ટેક્સ દર

ભારતમાં રહેતા રોકાણકારો માટે સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેક્સ સ્લેબના આધારે ડિવિડન્ડ વસૂલવામાં આવશે. જો કે, ડિવિડન્ડ કમાણી કોઈપણ કપાત વિના 10 ટકા ટેક્સના આધારે લેવામાં આવશે. આ ટેક્સ રેટ તે લોકો માટે લાગુ પડશે જેઓ સરકારી કંપની અથવા તેની સહાયક કંપનીઓમાં કર્મચારી છે અને તેમને ગ્લોબલ ડિપોઝિટરી રસીદ દ્વારા ડિવિડન્ડ મળશે. આ રસીદ કર્મચારી સ્ટોક વિકલ્પ યોજના એટલે કે ઇએસઓપી દ્વારા જારી કરવી જોઈએ.તે જ સમયે, વિદેશમાં રહેતા ભારતીયોએ ડિવિડન્ડ પર 20 ટકાના દરે ટેક્સ ભરવો પડશે. તેમની પાસે કપાતનો વિકલ્પ પણ નહીં હોય.

જો કે, વિદેશી ચલણમાં ડિવિડન્ડ જીડીઆર દ્વારા વિદેશી કંપની પાસેથી મેળવવામાં આવે છે, તો આ માટેનો ટેક્સ દર 10 ટકા રહેશે. ભારતે ઘણા દેશો સાથે ડબલ ટેક્સ ટાળવાનો કરાર (ડીટીએએ) કરાર કર્યો છે. આ કરાર હેઠળ કરદાતાઓએ એક જ આવક પર બે વાર વેરો ભરવાનો રહેશે નહીં. કુલ મળીને DDTનો ભાર કંપનીઓ ઉપરથી ઉતારીને શેરધારકો ઉપર નાંખવામાં આવ્યો છે. સરકારની આ વ્યવસ્થા બાદ વિદેશોમાં રહેતાં ભારતીયો ટેક્સ આપ્યા બાદ તેમનાં રોકાણ પર કુલ રિટર્ન વધી જશે. કારણકે, તેમના દેશમાં ડિવિડન્ડ પર ટેક્સ આપ્યા બાદ ક્રેડિટની સુવિધા મળશે. જ્યારે બીજી તરફ ભારતમાં રહેતાં શેરધારકો પર ટેક્સનો ભાર વધશે. ખાસ કરીને તેનો માર ઉચ્ચ આવક ધરાવતા લોકો પર વધારે વધશે.

Read Also

Related posts

કોરોનાની મહામારી દરમિયાન જ 4 લાખથી વધારે લોકો ચીનથી પહોંચી ગયા હતા અમેરિકા

Nilesh Jethva

દર્દીનો ઈલાજ કરતા સંક્રમિત થયેલી નર્સે કોરોનાને આપી માત, હવે નોકરી પર પરત ફરવા તૈયાર

Nilesh Jethva

ગુજરાતમાં કોરોનાની ચિંતાજનક સ્થિતી, વૈશ્વિક મૃત્યુદરમાં ગુજરાતનું પાંચમુ સ્થાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!