Facebook, Whatsapp અને અન્ય સોશિયલ મીડિયામાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓને મફતમાં સ્માર્ટફોનનું વિતરણ કરવાની ખબર વાયરલ થઇ રહી છે. આ વાયરલ ખબરમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના વાયરસ મહામારી ફેલાવા અને સ્કૂલ-કોલેજોમાં અભ્યાસ ન થઇ શકવાના કારણે મોદી સરકારે આ નિર્ણય લીધો છે.
ખબરમા તે દાવો પણ કરવામાં આવ્યો છે કે દેશમાં તમામ સ્ટુડન્ટ્સને સરકાર મફતમાં એન્ડ્રોઇડ સ્માર્ટફોન આપશે. જેથી ઓનલાઇન ક્લાસીસમાં સામેલ થઇ શકે.
શું છે આ વાયરલ ખબરની હકીકત
दावा: कोरोना वायरस के कारण स्कूल और कॉलेज बंद होने के कारण छात्रों की शिक्षा प्रभावित हुई है, इसलिए सरकार सभी छात्रों को मुफ्त एंड्रॉइड स्मार्टफोन दे रही है #PIBfactcheck: यह दावा फर्जी है, केंद्र सरकार ने ऐसी कोई घोषणा नहीं की है. pic.twitter.com/LkFA2rMtSn
— PIB Fact Check (@PIBFactCheck) August 24, 2020
સોશિયલ મીડિયા પર ફ્રીમાં સ્માર્ટફોનનું વિતરણ કરવા અંગેની ખબર પર કેન્દ્રીય સૂચના તથા પ્રસારણ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે. મંત્રાલયને આધીન કામ કરતા વિભાગ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB)એ આ વાયરલ ખબરને સંપૂર્ણ રીતે ખોટી ગણાવી છે. ફ્રી મોબાઇલ આપવાની ખબરને સંપૂર્ણ રીતે નકારી કાઢતા પીઆઇબીએ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરતાં લખ્યું કે આ ખબરમાં કોઇ હકીકત નથી. મોદી સરકારે આવી કોઇ યોજના નથી બનાવી.

સાથે જ પીઆઇબીએ કહ્યું છે કે સરકાર આવી કોઇ યોજના બનાવવા પર કામ નથી કરી રહી. સામાન્ય લોકોને સચેત કરતાં બ્યૂરોએ કહ્યું કે આવી કોઇપણ ખબર વાળી લિંક પર ક્લિક ન કરો. આ ખબરને ખોલવાથી યુઝર્સનો ડેટા ચોરી થવાનો ખતરો પણ રહેલો છે.
Read Also
- સરકારની મોટી તૈયારી / ટેક કંપનીઓની નહીં ચાલે મનમાની, માત્ર બે પ્રકારના જ ચાર્જરનો ઉપયોગ થશે
- મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપ્યો મોટો ઝટકો, નહીં મળે આઠમું પગાર પંચ
- નીતિશ ના માન્યા / નીતિશને મનાવવા ભાજપે શાહને શરણે જવું પડ્યું, ડેમેજ કંટ્રોલ ન ફળ્યું
- જો તમારા બંનેની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ આવી જતાં છેતરપીંડીની શંકા હોય તો આ સંકેતોને ઓળખી લો, થઈ જશે તમારા પ્રેમીની સાચી ઓળખ
- નકલી પોલીસથી બચવા નદીમાં કૂદ્યો પણ રામ રમી ગયા, પાણીમાંથી મળી લાશ