ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર સહિત 4 રાજ્યોમાં ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે, પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા યોજના હેઠળ તમામ યુવાનોને 4000 રૂપિયાની મદદ મળશે.

પીએમ નરેન્દ્ર મોદીના ફોટા સાથેના પત્રમાં આ યોજના વિશે જણાવવામાં આવી રહ્યું છે કે, પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા યોજના માટે નોંધણી કરવામાં આવી રહી છે અને આ યોજના હેઠળ તમામ યુવાનોને 4000 રૂ.ની મદદ મળશે. નોંધણી માટેની લિંક્સ પણ આપવામાં આવી છે.
જો તમને તમારા મેઇલ અથવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આવો કોઈ સંદેશ મળે છે, તો સાવચેત રહો. સાયબર ઠગોની નજર તમારી જમાપૂંજી પર છે. લિંક પર ક્લિક કરતાની સાથે જ તમારા એકાઉન્ટમાંથી પૈસા ગાયબ થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે PIB ભારત સરકારની નીતિઓ, કાર્યક્રમ પહેલો અને સિદ્ધિઓ વિશે અખબારો અને ઈલેક્ટ્રોનિક મીડિયાને માહિતી આપવા માટેની મુખ્ય એજન્સી છે. પીઆઈબીએ આ ટ્વિટ કરીને લોકોને આ દાવા અંગે ચેતવણી આપી છે.
दावा: प्रधानमंत्री रामबाण सुरक्षा योजना के अंतर्गत सभी युवाओं को ₹4000 की मदद राशि मिलेगी। #PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) March 10, 2022
▶️यह दावा #फर्जी है।
▶️केंद्र सरकार द्वारा ऐसी कोई योजना नहीं चलाई जा रही है।
▶️ऐसी फर्जी वेबसाइट पर अपनी निजी जानकारी साझा न करें। pic.twitter.com/90PrywLQE9
પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કરીને ચેતવણી આપી છે કે, આ દાવો નકલી છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. આવી નકલી વેબસાઇટ્સ પર તમારી અંગત માહિતી શેર કરશો નહીં.
આવા કોઈપણ ભ્રામક સમાચાર વિશે અહીં ફરિયાદ કરો
સરકારને લગતા કોઈપણ સમાચાર સાચા છે કે નકલી તે જાણવા માટે PIB ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈપણ વ્યક્તિ PIB ફેક્ટ ચેકને WhatsApp નંબર 918799711259 અથવા [email protected] પર મેઈલ કરીને શંકાસ્પદ સમાચારનો સ્ક્રીનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા URL મોકલી શકે છે.
Read Also
- નિષાદ પાર્ટીની જીત પર સંજય નિષાદ – અમે 1 થી 11 થયા, મોદીએ રાવણરાજને રોકવા રામની જેમ અમને ગળે લગાવ્યા
- શું આ ગુજરાતી બનશે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર? કેજરીવાલે ટ્વીટ કરીને ઉભો કર્યો સવાલ
- યુપીમાં સપા સત્તામાં ન આવતા અખિલેશ યાદવ અને આજમખાનનો મોટો નિર્ણય, ચૂંટણીમાં વિજેતા થવા છતાં ધારાસભ્ય પદેથી આપી દેશે રાજીનામું
- Video/ સસ્પેન્ડ થયેલા આ નેતાએ લોકોની ભીડ પર ચડાવી દીધી કાર, સાત પોલીસકર્મીઓ સહિત 22 લોકો ઘાયલ
- UGC નો મોટો નિર્ણય/કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં ભણાવવા ફરજિયાત પીએચડી જરૂરિયાત કરાઈ દૂર, નિષ્ણાંતો માટે વિશેષ પદ ઊભું કરાશે