GSTV
Gujarat Government Advertisement

મોદી સરકારની ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત, આ તારીખ બાદ પણ આપશે ટેક્સ છૂટ

મોદી

Last Updated on March 25, 2020 by Ankita Trada

કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠકમાં ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી રાહત આપવામાં આવી. સરકારે ગારમેન્ટ એક્સપોર્ટ પર ટેક્સ છૂટ 1 એપ્રિલ બાદ પણ આપવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતુ કે, ગારમેન્ટ એક્સપોર્ટ પર હવે ટેક્સ છૂટ 1 એપ્રિલ બાદ પણ ચાલુ રહેશે.

ટેક્સટાઇલ ઉદ્યોગને કોરોના વાયરસના કારણે ફટકો

ઉલ્લેખનીય છે કે, મંદીનો સામનો કરી રહેલા ટેક્સટાઇલ ઉદ્યોગને કોરોના વાયરસના કારણે ફટકો પડ્યો છે. ત્યારે કેબિનેટના નિર્ણયથી ઉદ્યોગને રાહત મળી છે. તદ્ઉપરાંત કેબિનેટની બેઠકમાં અલીગઢમાં 22 કિલોમીટર રેલવે ફ્લાય ઓવરને પણ મંજૂરી અપાઇ હતી.

NPR પ્રક્રિયાને અનિશ્વિતકાળ સુધી રોકી દીધી

આ પહેલા પણ કોરોના મહામારીને જોતા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર એટલે કે, NPR ને અપડેટ કરવાની પ્રક્રિયાને અનિશ્વિતકાળ સુધી રોકી દીધી છે. NPR ની પ્રક્રિયા ઘણા રાજ્યમાં 1 એપ્રિલથી શરુ કરવાની હતી, પરંતુ કોરોના વાયરસના વધતા સંક્રમણ અને સંભવિત ખતરાઓનું આંકલન કરતા ગૃહ મંત્રાલયએ કહ્યુ છે કે, આગામી આદેશ સુધી NPR ને અપડેટ કરવાની પ્રક્રિયાને સ્થગિત કરવામાં આવે છે.

View image on Twitter

કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે બુધવારના રોજ સામે આવેલા વિશ્વસ્તરના આંકડાઓ પર નજર નાખીએ તો 39827 જેટલા કોરોના વાયરસથી પોઝિટિવ કેસ નવા નોંધાયા છે, જેમાં 1722 લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયા છે.

1108 લોકો સરકારી અને હોમ ક્વોરન્ટાઇન કરાયા

હાલ રાજ્યમાં કુલ 11108 લોકો સરકારી અને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. કવોરન્ટાઇનની અનિચ્છા દર્શાવતાં અને ક્વોરન્ટાઇનના નિયમોનો ભંગ કરતાં 21 લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ-ડિઝલ ખરીદવા પર આપી રહ્યું છે ‘કેશબેક’, પેટ્રોલ પમ્પ પર આ રીતે મળશે ફાયદો

Damini Patel

Tokyo Olympic: ‘તૂ ઠાન લે, અબ જીત કો અંજામ દે’ ભારતનું ઓલમ્પિક થીમ સોંગ લોન્ચ થયું

Pravin Makwana

વેક્સીન ન લેનાર ધારાસભ્યોને આ રાજ્યની વિધાનસભામાં નહીં મળે એન્ટ્રી, સ્પીકરનું ફરમાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!