GSTV
Home » News » બિઝનેસ શરૂ કરવા માટે આ પ્લાન છે બેસ્ટ, મોદી સરકાર આપશે અડધોઅડધ રૂપિયા

બિઝનેસ શરૂ કરવા માટે આ પ્લાન છે બેસ્ટ, મોદી સરકાર આપશે અડધોઅડધ રૂપિયા

PF

જો તમે બિઝનેસ શરૂ કરવા માગતા હોય તો તમારા માટે ખુશખબર છે. ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી પ્રોડક્ટ બનાવવાનો બિઝનેસ શરૂ કરનારને મોદી સરકાર પ્રોજેક્ટ કૉસ્ટના અડધાથી વધુ રૂપિયા આપશે. એટલે કે ડેરીની સાથે સાથે ગાયના છાણ અને ગૈમૂત્રમાંથી બનેલા પ્રોડ્ટ્સ બનાવનાર સ્ટાર્ટઅપને સરકાર શરૂઆતી રોકાણના 60 ટકા ફંડ આપશે.

જણાવી દઇએ કે 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થયેલા અંતરિમ બજેટમાં સરકારે રાષ્ટ્રીય કામધેનુ આયોગની રચનાની મંજૂરી આપી હતી. સરકારે રાષ્ટ્રીય કામધેનુ આયોગ માટે 500 કરોડ રૂપિયા આપવાની ઘોષણા કરી હતી. રાષ્ટ્રીય કામધેનુ આયોગ પશુચિકિત્સા, પશુ વિજ્ઞાન કે કૃષિ યુનિવર્સિટી અથવા કેન્દ્ર/રાજ્ય સરકારના વિભાગો કે સંગઠનના સહયોગથી કામ કરશે, જે ગાયના પ્રજનન, પાલન, જૈવિક ખાતર, બાયોગેસ વગેરેના કાર્યમાં જોડાયેલા છે.



ઔષધિય અને કૃષિ કાર્યોમાં ઉપયોગ

એક અહેવાલ અનુસાર ડેરીની સાથે સાથે ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનતા પ્રોડક્ટસ બનાવતા સ્ટાર્ટઅપ માટે શરૂઆતના રોકાણની 60 ટકા સરકારી ફંડિગ મળશે. કાઉ બોર્ડના ચેરમેને જણાવ્યા અનુસાર યુવાઓને ગાય અને તેના બાય પ્રોડક્ટ આધારિત ઉદ્યોગ માટે પ્રોત્સાહિત કરવામા આવશે અને ગાયના દૂધ-ધીની સાથે સાથે ગૌમૂત્ર અને ગાયના છાણના ઔષધિય અને કૃષિ કાર્યોમાં ઉપયોગ પર ભાર આપવામાં આવશે.

cows using 5g

ગૌમૂત્ર અને ગાયના છાણનું ઔદ્યોગિકરણ લોકોને પ્રોત્સાહિત કરશે કે તે આવી ગાયોને ન છોડે જેમણે દૂધ આપવાનું બંધ કરી દીધું છે. કાઉ બાય પ્રોડક્ટ્સના ઔષધિય મૂલ્યો પર થતા રિસર્ચને પણ પ્રોત્સાહન મળશે. બોર્ડ આવા બાય પ્રોડક્ટ્સ માટ સ્કોલર્સ અને રિસર્ચર્સને એક પ્લેટફોર્મ પણ પૂરૂ પાડશે.

Read Also

Related posts

વિચિત્ર રિવાજ! પતિ પહેલાં યુવતીએ અનેક પુરુષો સાથે બાંધવા પડે છે સંબંધ, માતા-પિતા જ બનાવીને આપે છે ખાસ ઝુંપડી

Bansari

પતિ સાથે થયો ઝગડો તો પત્નીએ પાડોશી સાથે બનાવ્યા સંબધ, પછી થયું એવું કે…

pratik shah

જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગે કોંગ્રેસ બાદ આ પાર્ટી આવી મેદાને, કહ્યું- અહિંયા બધુ બરાબર નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!