GSTV

નોકરીયાતને ફાયદો! આ યોજના હેઠળ મોદી સરકાર 2 વર્ષ સુધી ભરશે તમારું PF, જાણો તમને ફાયદો થશે કે નહી

કોરોના મહામારીમાં સરકારે લોકોને રાહત આપવા માટે ઘણા પ્રકારની યોજનાઓ શરૂ કરી છે. સરકારે ચોથા રાહત પેકેજમાં આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાની શરૂઆત કરી છે. કર્મચારીઓ અને રોજગારને પ્રોત્સાહન આપવા માટે સરકારે આ યોજનાને શરૂ કરી છે. સરકારે જણાવ્યું છે કે, આ સ્કીમને 1 ઓક્ટોબર 2020ના રોજ લાગુ માનવામાં આવશે અને આ યોજના 30 જૂન 2021 સુધી રહશે. તો આવો જાણીએ આ યોજના વિશે ડિટેલમાં….

ક્યાં લોકોને મળશે ફાયદો

આ યોજનાનો હેતુ નવા રોજગારને પ્રોત્સાહન આપવાનો છે. તેની હેઠળ જે કંપનીઓ નવા લોકોને રોજગાર આપી રહી છે એટલે જે પહેલાથી EPFO માં કવર નથી તેમને તેનો ફાયદો મળશે. મંથલી 15 હજાર રૂપિયાથી ઓછા પગારવાળા અથવા 1 માર્ચ 2020થી લઈને 31 સપ્ટેમ્બર 2020ની વચ્ચે નોકરી ગુમાવનાર લોકોને તેનો ફાયદો મળશે.

PF ના પૈસા આપશે સરકાર

આ યોજના હેઠળ તે લોકોને EPFO સાથે જોડવામાં આવશે જે કે, અત્યાર સુધી તેમાં રજિસ્ટર્ડ હતા નહી. આ યોજના હેઠળ EPFO સાથે જોડાયેલ કર્મચારીઓનો ભવિષ્ય નિધિ (PF) ફંડમાં બે વર્ષ સુધી પૂરા 24 ટકા ભાગ સરકાર આપશે.

આ રીતે મળશે ફાયદો

સરકારે આગામી બે વર્ષ સુધી સબ્સિડી આપશે. જે સંસ્થામાં 1 હજાર કર્મચારી છે. તેમાં 12 ટકા કર્મચારી અને 12 ટકા નિયોક્તા ભાગ કેન્દ્ર હશે. 1 હજારથી વધારે કર્મચારીઓવાળી સંસ્થાઓમાં કેન્દ્ર કર્મચારીના ભાગના 12 ટકા આપશે. 65 ટકા સંસ્થાઓ તેમાં કવર થઈ જશે.

અત્યારે શું છે નિયમ

તમને જણાવી દઈએ કે, સામાન્ય નોકરીયાત લોકોને PF ફંડમાં ખુદ 12 ટકાનું કંટ્રીબ્યૂશન કરવાનું હોય છે. તો બાકીના 12 ટકાને સહયોગ તે કંપની આપે છે. જેમાં તમે નોકરી કરી રહ્યા છો. કહેવાનો મતલબ એ છે કે, સરકારની નવી યોજનામાં તે લોકો EPFO સાથે જોડાળે તેમને બે વર્ષ સુધી પોતાના PF ને લઈને કોઈ ચિંતા કરવાની રહેશે નહી. આ પૈસા સરકાર ખુદ પોતાના PF એકાઉન્ટમાં નાખી દેશે.

ક્યાં લોકોને મળશે ફાયદો

તમને જણાવી દઈએ કે, આ યોજનાનો ફાયદો માત્ર તે લોકોને મળશે, જેમની કોરોના કાળ (1 માર્ચથી 30 સપ્ટેમ્બર) ની વચ્ચે નોકરી જતી રહી છે અને 1 ઓક્ટોબર અથવા ત્યારબાદ રોજગાર મળ્યો હશે.

કંપની માટે શરતો

તે માટે આધારનો UAN નંબર સાથે લિંક હોવુ ફરજિયાત છે. આ યોજનામાં કેટલીક શરતો કંપની માટ પણ છે. સરકાર કુલ 24 ટકા PF કંટ્રીબ્યૂશન ત્યાં કરશે જે કંપનીમાં 1 હજાર કર્મચારી છે. 1 હજરાથી વધારે કર્મચારીવાળી કંપનીમાં સરકાર માત્ર 12 ટકા કર્મચારીનો ભાગ કંટ્રીબ્યૂટ કરશે.

READ ALSO

Related posts

PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર

Ali Asgar Devjani

મુંબઈ સ્થિત પોતાનું ઘર વેચી રહી છે કરિશ્મા કપૂર, 2020માં ખરીદેલા ઘર માટે મળશે આટલા કરોડ રૂપિયા..

Ali Asgar Devjani

વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!