GSTV
Home » News » મોદી સરકાર માટે લોકોને નોકરી આપવી એ ચેલેન્જ, બજેટમાં આપવી પડશે આ રાહત

મોદી સરકાર માટે લોકોને નોકરી આપવી એ ચેલેન્જ, બજેટમાં આપવી પડશે આ રાહત

અર્થવ્યવસ્થામાં આવેલી મંદી વચ્ચે સરકાર પર રોજગાર મોર્ચે દબાણ સતત વધી રહ્યું છે. આવી સ્થિતિમાં, કેન્દ્ર સરકાર હવે 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનાર બજેટમાં રોજગારની તકો વધારવા માટે અમુક મોટી જાહેરાતો કરી શકે છે. મીડિયા સૂત્રો મુજબ દેશમાં નવા રોજગાર ઉભા કરવા માટે સરકાર એજન્સીઓને વધુ સબસિડી આપવાનો પ્રસ્તાવ બજેટમાં લાવી શકે છે. જ્યારે બીજી તરફ સ્કિલ ટ્રેનિંગ સેન્ટર વાળી એજન્સીઓને સરકાર આર્થિક મદદ કરે એવો પ્રસ્તાવ પણ બજેટમાં સામેલ થઈ શકે છે.

પ્લેસમેન્ટ સાથે જોડાઈ શકે છે સ્કીલ ટ્રેનિંગનું પ્રદર્શન સૂત્રો અનુસાર, કેન્દ્ર સરકારે આ અંગે વિચારણા કરી રહી છે કે જો કોઈ સ્કિલ ટ્રેનિંગ સેન્ટર 70 ટકાથી વધુ પ્લેસમેન્ટ કરાવવામાં સફળ થાય તો તે માટે એવા સેન્ટરને સબસિડી આપવામાં આવે. આ રીતે બજેટમાં સ્કિલ ટ્રેનિંગ સેન્ટરને પ્રદર્શન પ્લસમેન્ટ સાથે જોડી શકાય છે.

PMKVY યોજનામાં પણ ફેરફારની શક્યતા

ઉપરાંત સરકાર પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના(PMKVY)માં પણ ફેરફાર કરી શકે છે. સૂત્રો મુજબ આ યોજનામાં રાજ્યોની ભૂમિકા વધારવાનો પ્રસ્તાવ છે. આ હેઠળ દરેક રાજ્યો પાસેથી માહિતી મેળવવામાં આવશે કે તેમની પાસે સ્કિલ્ડ અને અન-સ્કિલ્ડ બેરોજગાર કેટલા છે. ઉપરાંત દરેક જિલ્લામાં સ્કિલ ટ્રેનિંગ સેન્ટર ખોલવાની પણ તૈયારી છે. તેથી લોકોને રોજગારના સારી તક મળી શકે.

બજેટમાં રોજગાર પર ફોકસની સંભાવના

આ વખતે બજેટમાં ખાસ કરીને રોજગાર પર ફોક્સ હોઈ શકે છે. વધુ રોજગાર આપવા પર કંપનીઓને ઇન્સેન્ટિવ્સની જોગવાઈ પણ હોઈ શકે છે. આ સિવાય મેન્યુફેક્ચિરિંગ સેક્ટરની મહિલાઓ માટે ખાસ ટ્રેનિંગની જાહેરાત થઈ શકે છે.

સંગઠીત ક્ષેત્રમાં આવવા પર પ્રોત્સાહન

પ્રોવિડન્ટ ફંડમાં એમ્પ્લોયરના યોગદાનની મર્યાદામાં વધારાની પણ જાહેરાત કરી શકે છે. ઉપરાંત, પીએમઆરપીવાયની મર્યાદા આગામી 3 વર્ષ માટે વધુ લંબાવી શકે છે. ત્યારે, કેન્દ્ર સરકાર અસંગઠિત ક્ષેત્રમાંથી સંગઠીત ક્ષેત્રમાં આવે તો પ્રોત્સાહનો આપશે.

મેન્યુફેક્ચરિંગ સેક્ટરની મહિલાઓ માટે ખાસ ટ્રેનિંગ

આનાથી માર્ચ 2019 પછી રજિસ્ટર્ડ થયેલ કંપનીઓને સૌથી વધુ ફાયદો થશે. નાના અને મધ્યમ ઉદ્યોગો માટે 3 વર્ષ સુધી કોઈ તપાસ કરી શકાતી નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મહિલા કર્મચારીઓ માટે નવી પોલિસી જાહેર કરવામાં આવશે. આ જાહેરાત સેવા ક્ષેત્રની તર્જ પર હશે.

READ ALSO

Related posts

સરકારે 2018 ના નાણા AMTS ને ચુકવ્યા નથી ત્યાં ટ્રમ્પના આગમન સમયે ફરીથી 250 બસો માંગવામાં આવી

Nilesh Jethva

ગુજરાતનો એક એવો શૈક્ષણિક કોર્ષ જ્યાં ભણતર મળ્યું પણ નોકરી ન મળી, વિદ્યાર્થીઓના ધરણા

Nilesh Jethva

બ્રિટીશ સાંસદને દિલ્હી એરપોર્ટથી જ ભારતે કર્યા રવાના : વીઝા કરી દીધા રદ, મોદી સરકાર સામે ઉઠાવતા હતા અવાજ

Karan
Do NOT follow this link or you will be banned from the site!