GSTV
Gujarat Government Advertisement

હવે ભરાયા/ મોદી સરકારને રૂપિયાની જરૂર હોવાથી નોકરિયાતોના પગાર ટૂંકા થશે, મોદી સરકાર 1 એપ્રિલથી લાગુ કરે છે નવા નિયમો

Last Updated on March 4, 2021 by Pravin Makwana

લાંબા સમય સુધી ગડમથલમાં રહ્યા પછી નરેન્દ્ર મોદી સરકારે 1 એપ્રિલથી નવા વેજ કોડનો અમલ કરવાનું નક્કી કર્યું છે. આ કોડનો અમલ થતાં કર્મચારીઓના કામના કલાકોથી માંડીને હાથમાં આવતા પગાર સુધીની બાબતો બદલાઈ જશે. કર્મચારીઓનું પી.એફ. વધારે કપાશે અને ગ્રેચ્યુઈટીમાં પણ વધારો થશે પણ હાથમાં ઓછો પગાર આવશે. કામના કલાકોમાં પણ ફેરફાર થશે. આ સિવાય બેઝિક પગારના ૫૦ ટકા કરતાં વધારે ભથ્થાં નહીં લઈ શકાય.

modi

મોદી સરકારે 44 અલગ અલગ લેબર લૉને ભેળવીને બનાવેલા ચાર લેબર કોડને સંસદે મંજૂરી આપી દીધી

મોદી સરકારે 44 અલગ અલગ લેબર લૉને ભેળવીને બનાવેલા ચાર લેબર કોડને સંસદે મંજૂરી આપી દીધી છે અને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી તેને નોટિફાય પણ કરી દેવાયા છે. બીજા ત્રણ કોડ ૨૦૧૯માં જ્યારે વેજ કોડ ૨૦૨૦માં મંજૂર કરાયો હતો પણ યુનિયનોના વિરોધને કારણે તેનો અમલ ન હોતો થતો.

મોદી સરકારને નાણાંની જરૂર હોવાંથી નવા વેજ કોડનો અમલ કરશે

મોદી સરકારને હવે નાણાંની જરૂર છે તેથી કોઈ પણ ભોગે આ વેજ કોડનો અમલ કરવાનું નક્કી કર્યું છે. નાણાં મંત્રાલયને 1 એપ્રિલથી તેનો અમલ કરવાની તૈયારી કરવાની સૂચના પણ આપી દેવાઈ હોવાનું સૂત્રોનું કહેવું છે.

SALARY

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

શાહરુખ ખાન ની લાડલી દીકરી સુહાનાએ બેડરૂમ માંથી કરી તસવીરો શેર, બતાવ્યું પોતાનું પરફેક્ટ ફિગર

Pravin Makwana

ફેમિલી ગ્રુપમાં શેર થઇ ગઈ પોતાની આપત્તિજનક તસવીર, જાણો પછી મહિલાના પરિવારે શું કર્યું

Bansari

લાપરવાહી / કોરોનાકાળમાં સરકારે નિકાસ કરી દીધો 700 ટકા ઓક્સિજન, સવાલ ઉઠ્યા તો આપી આ સફાઈ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!