GSTV
Home » News » ગુજરાતની 12 સહિત 11 રાજ્યોની 180 બેઠકો જીતવા મોદીએ ઉતાર્યું સવર્ણ કાર્ડ, કોંગ્રેસ ભરાઈ

ગુજરાતની 12 સહિત 11 રાજ્યોની 180 બેઠકો જીતવા મોદીએ ઉતાર્યું સવર્ણ કાર્ડ, કોંગ્રેસ ભરાઈ

જનરલ કેટેગરીમાં આર્થિક આધાર પર 10 ટકા અનામત આપવાનો મોદી સરકારનો નિર્ણય ચૂંટણી પહેલા માસ્ટર સ્ટ્રોક પૂરવાર થઈ શકે છે. મોદી સરકારના આ નિર્ણયનું ગણિત સમજવા જેવુ છે. કારણકે ગુજરાત સહિતના 14 રાજ્યોમાં 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 256 બેઠકો પર જીત મળી હતી. ભાજપ કુલ 282 બેઠક જીત્યો હતો.આ 14 રાજ્યોમાં 180 બેઠકો એવી છે જેના પર સવર્ણ મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. યુપીમાં બસપા અને સપાના ગઠબંધનને પગલે હવે મોદીની નજર સવર્ણ મતદારો પર છે. યુપીમાં બેઠકો જીતવી હોય તો સવર્ણો વિના કોઈ શક્યતા નથી. 3 રાજ્યોમાં મોદીનું હારનું કારણ પણ એસસી એસટી બિલને મોદી સરકારે આપેલી માન્યતા હોવાનું પણ બહાર આવ્યું છે. આ બિલથી મોદી સરકાર સામે સવર્ણો નારાજ થયા છે. સવર્ણોને ફરી ભાજપ તરફ લેવા માટે મોદી સરકારનો આ માસ્ટરપ્લાન છે. આ મામલે પીએમઓમાં 4 દિવસ સતત બેઠકો થઈ હતી. હિન્દી બેલ્ટમાં જીતવા માટે ભાજપે આ સવર્ણ કાર્ડનો ઉપયોગ કર્યો છે.

11 રાજ્યોમાં પડશે પ્રભાવ

જેમ કે મહારાષ્ટ્રમાં 25, હરિયાણા- દિલ્હી અને ઉત્તરાખંડમાં કુલ મળીને 15, હિમાચલની ચાર, ગુજરાતની 12 ,એમપીની 14 રાજસ્થાનની 14, યુપીમાં 35 થી 40, બિહારમાં 20 અને ઝારખંડમાં 6 બેઠકો પર સર્વણોના મત હાર જીતમાં મહત્વની ભૂમિકા અદા કરી શકે છે. આ પણ એક મહત્વનુ કારણ છે કે લોકસભામાં આ બિલ ગઈકાલે રજૂ થયુ ત્યારે મોટાભાગની વિરોધી પાર્ટીઓએ પણ તેનુ સમર્થન કર્યું હતું. મોદીનો આ માસ્ટરસ્ટ્રોક છે. જેમાં જે પાર્ટી વિરોધ કરે તેને ભારે નુક્સાન થવાની સંભાવના છે. જેથી કોઈ વિરોધ કરે તેવી સંભાવના પણ નથી અને મોદી સરકારને આ અનામતનો ભારે ફાયદો થશે એ નક્કી છે. મોદી કોઈ પણ નિર્ણય ફાયદા વિના કરે તેવી કોઈ શક્યતા જ નથી.

10 ટકા અનામત આપીને દરેકને ન્યાય આપવાનું કામ કર્યું

પીએમ મોદીએ મહારાષ્ટ્રના સોલાપુરમાં જાહેરસભા ગજવીને વિપક્ષી દળો પર પ્રહાર કર્યો. પીએમ મોદીએ કહ્યું કે જૂઠ ફેલાવનારા લોકોને લોકસભામાં બીલ પસાર થતાં તમાચો પડ્યો છે. વિપક્ષ પર પ્રહાર કરતાં પીએમ મોદીએ કહ્યું કે અનામતના નામે કેટલાક લોકો દ્વારા જૂઠ ફેલાવાતું હતું કે દલિતો, આદીવાસીઓ અને ઓબીસીને મળેલા અનામતને ઓછી કરી દેવાશે. પરંતુ અમે કશું જ ઓછુ કર્યા વીના વધારાના 10 ટકા અનામત આપીને દરેકને ન્યાય આપવાનું કામ કર્યું છે. દરેક ગરીબને આગળ વધવાનો અવસર મળશે.

રાજ્યસભામાં ભારે હંગામા વચ્ચે બિલ રજૂ

રાજ્યસભામાં વિપક્ષના ભારે હંગામા વચ્ચે સવર્ણોને 10 ટકા અનામત બિલ રજૂ થયું. કેન્દ્રીય પ્રધાન થાવર ચંદ ગેહલોતે સવર્ણોને અનામત પર સંશોધન બીલ રજૂ કર્યું. થાવરચંદ ગેહલોતે બિલ રજૂ કરતાં જ વિપક્ષી સાંસદો તેમની સીટ પરથી ઉઠીને ઉપસભાપતિ સમક્ષ આવીને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા છે. તો કોંગ્રેસ કહ્યું કે તે સવર્ણોને અનામત પર સંશોધન બિલના સમર્થનમાં છે. પરંતુ ભાજપ લોકોને ગુમરાહ કરવાનો પ્રસાય કરી રહ્યો છે. આ બિલ દ્વારા ભાજપનો સીધો પ્રયાસ રાજનીતિ કરવાનો છે. સરકારે વિપક્ષની સહમતી વિના રાજ્યસભાના સત્રમાં એક દિવસ વધારી દીધો દીધો છે. થાવરચંદે કહ્યું કે સરકારે આ નિર્ણય કોઈ જલ્દબાજીમાં નથી લીધો. આ બીલ ઐતિહાસીક છે. સામાન્ય વર્ગના ગરીબો લોકોને ફાયદો થશે. આ બિલથી એસસી, એસટી કે પછાત વર્ગના લોકોને કોઈ નુકસાન નહીં થાય. આ બિલ આવવાથી સમાજમાં સમરસતા વધશે. કોંગ્રેસ કે અન્ય પાર્ટીઓને ફાયદો થાય કે ન થાય પણ ભાજપને જરૂર ફાયદો થશે.

Related posts

મોદી સિવાય વારાણસીથી ભાજપના વધુ એક ઉમેદવારે ભર્યુ ફોર્મ, જાણો કારણ

Mansi Patel

ક્યુબન ગર્લ એના ડે અર્માસ ,ડેનિયલ ક્રેગની આગામી બોન્ડ ગર્લ હશે

Path Shah

આ છે દુનિયાનો અનોખો દેશ, જ્યાં લગ્ન કરવા માટે ચોરી કરવી પડે છે બીજાની પત્ની

Nilesh Jethva