GSTV
Home » News » whatsApp જેવી જ એપ લોન્ચ કરી શકે છે મોદી સરકાર, આ રીતે કરી શકશો ઉપયોગ

whatsApp જેવી જ એપ લોન્ચ કરી શકે છે મોદી સરકાર, આ રીતે કરી શકશો ઉપયોગ

તમને પણ ફેસબુકના જેમ વોટ્સએપ માટે ફરિયાદ છે તો તમારા માટે ખુશીના સમાચાર છે. ભારત સરકાર વોટ્સએપ જેવી એક એપ તૈયાર કરી રહી છે. આ એપનો ઉપયોગ સરકારી એજન્સીઓની વચ્ચે કોમ્યુનિકેશન માટે થશે.

સરકારના એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપી છે. અધિકારીએ વાતચીત દરમિયાન કહ્યું કે, સુરક્ષા માટે આપણા પાસે ઈ-મેલ અને મેસેજિસ સિસ્ટમ હોવી જોઈએ જેના માટે વિદેશ કંપનીઓ પર નિર્ભર ન રહેવું પડે.

કમસે કમ સરકારી સંચાર માટે આ સિસ્ટમ તાત્કાલીક જરૂરી છે. તેમણે કહ્યું કે એ વાતને લઈને ચર્ચા થઈ રહી છે કે આપણી પાસે અધિકારીક સંચાર માટે એક સુરક્ષિત અને સ્વદેશી રૂપથી વિકસિત એક નેટવર્ક હોવું જોઈએ.

વોટ્સએપ જેવી જ એક એપ બનાવવાની વાત ચાલી રહી છે. સરકાર વિચારી રહી છે કે જે એપ પર સરકારી વાતચીત થાય તેનો ડેટા પૂરેપૂરો ભારતમાં સ્ટોર હોય.

જાણવા મળ્યું છે કે આ એપનો ઉપયોગ શરૂઆતમાં સરકારી સંચાર માટે થશે અને સફળ થયા પછી તેને આમ જનતા માટે મૂકવામાં આવશે.

Read Also

Related posts

જલ્દી આવવાનો છે Smart Mirror, હવે તમને ઘરમાં જ મળશે વર્કઆઉટ અને યોગાની ટ્રેનિંગ

Mansi Patel

જે બાઈકને ખરીદવી એ ગુજરાતના દરેક યુવાનનું સપનું હતું તે 16 વર્ષ બાદ અલવિદા કહી રહી છે

Arohi

ડોનાલ્ડ ટ્રંપે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે Twitch પર બનાવ્યું એકાઉન્ટ, જાણો તેના વિશે વધુ વિગત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!