GSTV
Ahmedabad Amreli ગુજરાત ટોપ સ્ટોરી

વિકાસ/ ગુજરાતમાં ૩૭૬૦.૬૪ કરોડના ખર્ચે ૩૪ નેશનલ હાઇવે બનાવશે મોદી સરકાર, અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં અહીં બનશે નવા ફ્લાય ઓવર

કરોડ

કેન્દ્ર સરકારે ગુજરાતમાં ૩૭૬૦.૬૪ કરોડના ખર્ચે ૩૪ જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગોના કામો મંજૂર કર્યા છે, જે અનુસાર ૩૫૦ કરોડના ખર્ચે નારોલથી ઉજાલા જંકશન સુધીના માર્ગ ઉપરાંત ૧૧૦ કરોડના ખર્ચે એસજી હાઇવે પર ઇસ્કોનથી સાણંદના ત્રણ ફ્લાય ઓવરનું નિર્માણ કરવાનો સમાવેશ થાય છે.

રાજ્યના માર્ગ-મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા રાજ્યમાં આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગોના કામો માટેનો ચાલુ વર્ષનો વાર્ષિક પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે જેમાં ૨૫૧૧.૧૦ કરોડના રસ્તાના બાંધકામ અને નવા બ્રીજના બાંધકામો તેમજ ૧૨૪૯.૪૫ કરોડના પ્રી-કન્ટ્રક્શન એક્ટિવિટીના કામો હાથ ધરવામાં આવશે. આ રસ્તાઓમાં નદીઓ ઉપર બ્રીજ, રેલવે ફાટક ઉપર આર.ઓ.બી અને આર.યુ.બીનુ નિર્માણ કરાશે, જેના થકી ફાટક-મુક્ત ગુજરાતના નિર્માણ થશે.

કરોડ

આ વાર્ષિક પ્લાનમાં ૩૫૦ કરોડના ખર્ચે નારોલ જંક્શનથી ઉજાલા જંક્શન સુધીના ૧૨.૮ કી.મી.ના હયાત રસ્તાને વિકસાવવામાં આવશે. જે અંતર્ગત નારોલ જંક્શનથી વિશાલા જંકશન વચ્ચેના છ-માર્ગીય રસ્તાને આઠ માર્ગીય રસ્તા તરીકે વિકસાવવામાં આવશે, તેમજ હયાત સાબરમતી નદી પરના પુલને છ-માર્ગીય બનાવાશે.

એવી જ રીતે ૧૨૮ કરોડના ખર્ચે વિશાલા જંક્શનથી ઉજાલા જંક્શન વચ્ચેના ૫.૨૮ કી.મી.ની ચાર-માર્ગીય લંબાઇના રસ્તાને છ-માર્ગીય બનાવી એલીવેટેડ કોરીડોર પ્રકારની સુવિધા ઉપલબ્ધ બનાવાશે. આ ઉપરાંત ૧૧૦ કરોડના ખર્ચે સરખેજ – ગાંધીનગર હાઇવે પર ઇસ્કોન ફ્લાઇઓવરથી સાણંદ ફ્લાય-ઓવર વચ્ચે ચાર કી.મી. લંબાઇના ત્રણ એલીવેટેડ ફ્લાય-ઓવરનુ નિર્માણ કરાશે.

કરોડ

૨૫૭ કરોડના ખર્ચે મહુવાથી અમરેલી વચ્ચે બાધડા સુધીના ૫૦.૪૮ કી.મી.ના ૧૦ મીટર પહોળા રસ્તાનુ નિર્માણ કરાશે. જેના પર બે રેલવે ઓવરબ્રિજ અને નવા પુલીયાનું નિર્માણ થશે. આ રોડ પર ૧૦૦ કી.મી.ની સ્પીડ સુધી વાહનો દોડી શકશે. જ્યારે ૪૫૧.૫૦ કરોડના ખર્ચે બાધડા – અમરેલીના ૨૦.૪૮ કી.મી.નો ૧૦ મીટર પહોળો રસ્તો બનાવાશે. જેમા અમરેલી બાયપાસ તેમજ બગસરા જવા માટે નદીના પુલ તથા રેલવે ઓવરબ્રિજનુ નિર્માણ કરાશે.

આ ઉપરાંત ૪૫૦ કરોડના ખર્ચે ભિલોડા – શામળાજી નેશનલ હાઇવે ૧૬૮-ય્નો નવો ૧૦ મીટર પહોળો રસ્તો બનાવાશે. જેના પર નવા નાના પુલ તથા ભીલોડા બાયપાસનુ નિર્માણ કરાશે. તે જ રીતે આહવા-સાપુતારા નેશનલ હાઇવે-૯૫૩ માર્ગને પણ ૧૦ મીટર પહોળો બનાવી હયાત રસ્તાનુ અપગ્રેડેશન કરાશે. ૨૫૦ કરોડના ખર્ચે જામનગર – કાલવાડ નેશનલ હાઇવે-૯૨૭-ઘ ને ચાર લેન રસ્તો બનાવાશે. જે માટે જમીન સંપાદન તેમજ જંગલ વિસ્તારની મંજૂરીની પ્રક્રિયાઓ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Read Also

Related posts

મિશન 2022 / ગુજરાતમાં દરેક બાળકને ફ્રી અને સારુ શિક્ષણ આપીશું, જન્મદિવસે કેજરીવાલની વધુ એક ગેરન્ટી

Hardik Hingu

નશાનો કારોબાર/ વડોદરામાં કેમિકલ ફેક્ટરીના નામે ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSના દરોડા, ઝડપાયું 1000 કરોડનું ડ્રગ્સ

Bansari Gohel

કાળો કેર/ ગુજરાતમાં 91 હજાર પશુઓ લમ્પી વાયરસથી સંક્રમિત, 24 કલાકમાં 110 પશુઓનો ઘાતક વાયરસે લીધો ભોગ

Bansari Gohel
GSTV