GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

મોદી સરકારની આ ત્રણ યોજનાઓ આપશે ફાયદો, ઓછા રોકાણમાં થશે લાખોનો ફાયદો

મોદી

લોકડાઉન (Lockdown) ના કારણે સામાન્ય લોકોનું જનજીવન ઠપ થઈ ગયું છે. આ સમયે તમે ઘરે રહીને સુરક્ષિત ભવિષ્ય વિશે વિચારી શકો છો. તેના માટે આજે અમે તમને 3 યોજનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મોદી સરકારની આ યોજનાઓમાં તમે રોકાણ કરી આજીવન ટેન્શન ફ્રી રહી શકો છો.

અટલ પેન્શન યોજના

સુરક્ષિત ભવિષ્ય માટે તમે મોદી સરકારીની અટલ પેન્શન યોજનાનો ભાગ બની શકો છો. આ સ્કીમમાં અત્યારથી નજીવુ રોકાણ કરી તમે વૃદ્ધાવસ્થા માટે નિશ્ચિત પેન્શનની વ્યવસ્થા કરી શકો છો. રોકાણ માટે 18 વર્ષની ઉંમર હોવી ખુબ જરૂરી છે. આ ઉંમરમાં રોકાણની શરૂઆતી રકમ ફક્ત 42 રૂપિયા છે. આ યોજનાનો ફાયદો એ છે તે 60 વર્ષની ઉંમર થયા બાદ તમને આજીવન એક નિશ્ચિત રાશિ પેન્શનની રીતે મળશે. જો તમારી મૃત્યુ થઈ જાય છે તો તમારા સહયોગીને આજીવન પેન્શન મળશે. સહયોગીના મૃત્યુ બાદ જમા રાશિ તમારા નોમિનીને પરત આપી દેવામાં આવશે. અટલ પેન્શન સ્કીમ હેઠળ તમને 1000 રૂપિયાથી 5000 રૂપિયા સુધીની માસિક પેન્શન મળશે. ડિટેલ જાણવા માટે તમે http://www.dif.mp.gov.in/FI_Plan_MP/APY/APYSchemeHindi.pdf પર વિઝિટ કરી શકો છો.

યોજના

જીવન જ્યોતિ વીમા યોજના

મેં 2015માં શરૂ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના સરકારનો એક ટર્મ ઈંશ્યોરન્સ પ્લાન છે. ટર્મ પ્લાનનો મામલો એ થાય છે કે પોલિસીધારકની મોત થવા પર જ વીમા કંપની ઈંશ્યોરન્સની રકમની ચુકવણી કરે છે. જો પોલિસીધારક જીવન જ્યોતિ વીમા યોજનાનોનો સમય પૂર્ણ થયા બાદ પણ ઠીક-ઠાક રહે છે તો તેને કોઈ લાભ નથી મળતો. આ યોજના 18-50 વર્ષની ઉંમરનો કોઈ પણ ભારતીય નાગરિક લઈ શકે છે. આ પોલિસીની મેચ્યોરિટીની ઉંમર 55 વર્ષ છે. તેને દર વર્ષે રિન્યુ કરવી પડે છે.

યોજના

સુરક્ષા વીમા યોજના

સુરક્ષા વીમા યોજનામાં વાર્ષીક ફક્ત 12 રૂપિયા કપાય છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ તેને મળે છે જેની 18-70 સુધીની ઉંમર છે. વીમો ખરીદનાર ગ્રાહકનું અકસ્માતમાં મોત થવા પર અથવા વિકલાંગ થઈ જવાની સ્થિતિમાં 2 લાખ રૂપિયાની રકમ આપવામાં આવે છે. આ બન્ને સ્કીમ વિશે વધુમાં વધુ જાણકારી માટે https://jansuraksha.gov.in/ પર વાંચી શકો છો. આ ઉપરાંત ટોલ ફ્રી 1800-180-1111 / 1800-110-001 નંબર પર પણ જાણકારી લઈ શકાય છે.

Read Also

Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!