GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

મોદી સરકારે કરોડોનો નફો કરતી 5 કંપનીઓ વેચવા કાઢી, કારણો જાણશો તો…

કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સે સૌથી મોટા ખાનગીકરણના નિર્ણયને મંજૂરી આપતા બુધવારે પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(BPCL) સહિત 5 સરકારી કંપનીઓમાં વિનિવેશને મંજૂરી આપી દીધી છે. દેશમાં મંદીની અસર હવે સરકારને પણ નડી રહી છે. સરકારે કૉર્પોર્રેટ ટેક્સમાં કાપ મુક્યો વાહવાહી તો મેળવી લીધી છે પણ 1.45 લાખ કરોડનું નુકસાન હવે આ નવરત્ન કંપનીઓને વેચી વસૂલી રહી છે. સરકારે આ પ્રકારે ડિસઇન્વેસ્ટમેન્ટ કરી પૈસા એકઠા કરવાનો નિર્ણય લીધો છે. દેશભરમાં મંદીના કારણે ટેક્સ કલેક્શન ધારેલા લક્ષ્ય કરતા 2 લાખ કરોડ ઓછું થાય એવી આશંકા છે. સૌથી મોટી બાબત એ છે કે, સરકાર ચલાવવા માટે મોદી સરકારે ભારતની ટોપ કંપનીઓને વેચવાનો વારો આવ્યો છે.

  • પેટ્રોકેમિકલ અને પાવર સેક્ટરની પાંચ મોટી કંપનીઓ સરકારે વેચવા કાઢી
  • વિનિવેશનું લક્ષ્ય પુરુ કરવા, નાણાંકીય નુકસાનને કાબુમાં રાખવા માટે કંપનીઓનું ખાનગીકરણ સૌથી મોટો નિર્ણય
  • નાણાંકીય વર્ષમાં સરકારે 1.05 લાખ કરોડ રૂપિયાના વિનિવેશનું લક્ષ્ય રાખ્યું
  • કેબિનેટે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન સહિત અન્ય કંપનીઓમાં સરકારનો હિસ્સો 51 ટકાથી નીચે લઈ જવા પર પણ સહમતિ દર્શાવી
  • કુવૈત પેટ્રોલિયમ, સેલ અને સાઉદી અમારકો જેવી વિશ્વની મોટી કંપનીઓ ખરીદવા તૈયાર
  • કોર્પોરેટ ટેક્સના ઘટાડા અને મંદીના કારણે અટકેલાં ટેક્સને ભરપાઈ કરવાં કંપનીઓ વેચાશે

વિશ્વની ટોપની કંપનીઓ ખરીદવા માટે લાઇનમાં

બીપીસીએલની વાર્ષિક આવક 60 હજાર કરોડ રૂપિયા છે. 2018-19માં બીપીસીએલનો ચોખ્ખો નફો 7,132 કરોડ રૂપિયા હતો. આ કંપનીને ખરીદવા માટે સાઉદી આરામકો, રોસનેફ્ટ, કુવૈત પેટ્રોલિયમ, શેલ જેવી મોટી કંપનીઓ લાઈનો લગાવીને બેઠી છે. સાઉદી અરામકો સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ જોડાયેલી છે. સરકાર એક રાહત આપીને ખોટનો ખાડો ભરપાઈ કરવા માટે નવરત્ન કંપનીઓ વેચી રહી છે.

આ કંપનીઓ ભોગ બનશે

1) BPCL – ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ
2) TSCOIL – ધ શિપિંગ કૉર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ
3) CONCOR- કન્ટેનર કૉર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ
4) THDCIL- ટિહરી હાઈડ્રો ડેવલપમેન્ટ કોર્પોરેશન ઈન્ડિયા લિમિટેડ
5) NEEPCO- નોર્થ ઈસ્ટર્ન ઈલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડ

સરકાર આ કંપનીઓમાં હિસ્સો વેચશે

કંપનીસરકારનો હાલનો શેરવેચાણની યોજના
BPCL53.29%સરકાર નુમાલીગઢ રિફાઈનરીને પોતાની પાસે રાખશે, તેમાં બીપીસીએલનો 61.65 ટકા હિસ્સો કોઈ અન્ય સરકારી કંપનીને વેચવામાં આવશે
શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા63.75%63.75%(મેનેજમેન્ટ કન્ટ્રોલ ટ્રાન્સફરની સાથે)
કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા54.80%30.8%(મેનેજમેન્ટ કન્ટ્રોલ ટ્રાન્સફરની સાથે)
ટિહરી હાઈડ્રો ડેવલોપમેન્ટ કોર્પોરેશન74.23%74.23%(મેનેજમેન્ટ કન્ટ્રોલ ટ્રાન્સફરની સાથે એનટીપીસીને વેચવામાં આવશે)
નોર્થ ઈસ્ટર્ન ઈલેક્ટ્રિક પાવર કોર્પોરેશન100%100%((મેનજમેન્ટ કન્ટ્રોલ ટ્રાન્સફરની સાથે એનટીપીસીને વેચવામાં આવશે)

નફો કરતી કંપનીઓનું વેચાણ એ સામાન્ય પ્રજાની સમજ બહાર

શિપિંગ કૉર્પોરેશન ઓફ ઇન્ડિયા ભારતની સૌથી મોટી શિપિંગ કંપની છે. આ કંપની શરૂઆતથી જ ખુબ નફો કરનાર કંપની છે. જેને પણ સરકારે વેચવા માટે કાઢી છે. કન્ટેનર કૉર્પોરેશન ઓફ ઇન્ડિયા જે રેલવે દ્વારા કન્ટેનરની હેરફેરની કામગીરી સંભાળે છે તેમાંતી પણ સરકાર 30 ટકા હિસ્સો વેચવા માટે કાઢ્યો છે. THDCIL ઇન્ડિયા લિમિટેડમાંથી સરકાર પોતાનો બધો હિસ્સો વેચી દેવા માગે છે. ચાલુ નાણાંકીય વર્ષમાં સરકારે 1.05 લાખ કરોડ રૂપિયાના વિનિવેશનું લક્ષ્ય રાખ્યું છે. જેને પગલે ભારતની નવરત્ન કંપનીઓ ખોવાનો વારો આવશે એ નક્કી છે. સરકાર વિકાસ વિકાસ કરીને દેશને કઈ દિશા તરફ લઇ જશે એ તો આગામી સમય જ બતાવશે.

Related posts

WHOની ચેતવણી : વેક્સીન કોઈ મેજિક ટેબ્લેટ નહીં હોય, જે કોરોના વાયરસને તાત્કાલીક જ ખતમ કરી દેશે

Nilesh Jethva

દક્ષિણ કોરીયામાં મુશળધાર વરસાદથી 30ના મોત, 12 લાપતા

Mansi Patel

દેશમાં જલ્દી લાગૂ કરો વસ્તી નિયંત્રણનો કાયદો, આ સાંસદે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!