GSTV
Finance Trending

ગામડામાં રહેનારાઓને દિવાળી પહેલાં મળી મોટી ભેટ : હવે 70નો LED બલ્બ મળશે 10 રૂપિયામાં, ઝળહળશે ગામડાઓ

ગામડામાં રહેનારા લોકો માટે હવે વીજળી બલ્બ ખરીદવામાં મુશ્કેલી નહીં પડે. ભારતના એનર્જી એજિસિએટ સર્વિસ લીમિટેડે ગ્રામિણ વિસ્તારોમાં 10 રૂપિયા પ્રતિ બલ્બના દરથી લગભગ 60 કરોડ બલ્બ ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી રહી છે. ચાલો બતાવી દઈએ કે 70 રૂપિયાનો LEDબલ્બ કેવી રીતે મળશે. 10 રૂપિયામાં. આ યોજના પણ કોઈ સબસિડી કે સરકારી મદદ કરવાની યોજના છે. EESL ના પ્રયાસથી મેક ઈન ઈન્ડિયાને વેગ આપવાવાળી અને ભારતના જળવાયુ પરિવર્તન રણનીતિને આગળ વધારવાની યોજના માનવામાં આવે છે. આનાથી ગ્રામ ઉજાલા સ્કિમને પણ વેગ મળવાનું માનવામાં આવે છે.

EESL  હાલમાં ચલાવી રહી છે દુનિયાનો સૌથી મોટો લાઈટિંગ પ્રોગ્રામ

EESL  હાલમાં દુનિયાનો સૌથી મોટો લાઈટિંગ પ્રોગ્રામ ચલાવી રહી છે. સરકારની ઉજાલા સ્કિમની જેમ જ વર્ષ 2014માં 310 રૂપિયામાં વેચાનારા એલઈડી બલ્બ હવે 70 રૂપિયા સુધી આવી ગયા છે. પરંતુ હવે ગામડામાં લોકો આ બલ્બના 10 રૂપિયા દેશે અને બાકીના 60 રૂપિયા કાર્બન ક્રેડિટ કાર્ય થી આવતી રેવન્યુ હેઠળ આપવામાં આવશે. જણાવી દઈએ કે સરકાર ગ્રામ ઉજાલા સ્કિમ યુનાઈટેડ નેશનના ક્લિન ડેવલપમેન્ટ મિકેનિઝમ CDM  ની જેમ ચાલી રહ્યું છે. જેમાં કાર્બન ક્રેડિટ ક્લેમ કરવાનો ફાયદો મળે છે.

18 ટકા જ ગ્રામ ઉજાલા સ્કિમની હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં વહેંચવામાં આવ્યા

36 કરોડ એલઈડી બલ્બનો ફક્ત પાંચમો ભાગ એટલે કે ફક્ત 18 ટકા જ ગ્રામ ઉજાલા સ્કિમની હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં વહેંચવામાં આવ્યા છે. ગ્રામ ઉજાલા સ્કિમ હેઠળ ગ્રામિણ વિસ્તારોમાં વીજળી પહોંચાડવાને પણ વેગ મળશે. કોરોના વાયરસ મહામારી ચાલતા ચીનથી ઘણી બધી કંપનીઓ બહાર નીકળવાની તૈયારીઓ કરી રહી છે. એવામાં EESL નું આ પગલું અન્ય ઘણી કંપનીઓ તરફ પોતાનું ધ્યાન ખેંચનારું સાબિત થશે.

આ સ્કિમ હેઠળ 1 કરોડ એલઈડી બલ્બ ઓફર કરવામાં આવશે

સૌથી પહેલા આ સ્કિમ હેઠળ 1 કરોડ એલઈડી બલ્બ ઓફર કરવામાં આવશે. એના માટે કુલ 4,000 કરોડ રૂપિયાનું રોકાણ થશે. જેમાંથી 600 કરોડ રૂપિયા ગ્રામીણ કન્ઝૂમર્સમાંથી આવશે. અને બાકીના કાર્બન ક્રેડિટ કાર્ડની રેવન્યુથી પૂરું કરવામાં આવશે. આ રીતેના પ્રયાસોથી તમામ બલ્બ ઓફર કરવામાં આવશે. EESL  મુજબ ભારત દુનિયામાં એલઈડી બલ્બનો સૌથી મોટું બજાર છે. ઉજાલા સ્કિમથી વીજળીની આપૂર્તિ પણ નિશ્ચિત થઈ શકશે.

READ ALSO

Related posts

કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું

Vushank Shukla

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રવિવારે કરોલી ગામના અમૃત સરોવરનું નિરીક્ષણ કર્યું

Vushank Shukla
GSTV