GSTV
Gujarat Government Advertisement

મોદી સરકારની મોટી રાહત, આ સ્કીમમાં ફ્રીમાં ખરીદી શકાશે LPG ગેસ સિલિન્ડર

Last Updated on June 20, 2020 by Bansari

ઉજ્જવલા યોજના અંતર્ગત એલપીજી કનેક્શન મેળવનારા ગ્રાહકોને કોરોના સંકંટ વચ્ચે મોટી રાહત મળી છે. સુત્રોના જણાવ્યાં પ્રમાણે, તેલ કંપનિઓ EMI ડેફરમેંટ સ્કીમ આવનારા એક વર્ષ સુધી વધારી શખે છે. જે જુલાઈ 2020માં પૂર્ણ થઈ રહી હતી.

EMIની કોઈપણ રકમ તેલ કંપનીઓને દેવાની જરૂરત નથી

એનો અર્થ એ થયો કે, આવનારા એક વર્ષ સુધી ઉજ્જવલા યોજનાના ગ્રાહકો જે એલપીજી સિલિન્ડર ખરીદે છે તો તેમના EMIની કોઈપણ રકમ તેલ કંપનીઓને દેવાની જરૂરત નથી. ઉજ્જવલા યોજના અંતર્ગત એક જોગવાઈ કરવામાં આવી છે. જેમાં એલપીજી કનેક્શન લો છો તો કુલ રૂપિયા સ્ટવના સાથે મળીને 3200 થાય છે. જેમાંથી 1600 રૂપિયા સબસીડી સીધી રીતે સરકાર તરફથી દેવામાં આવી રહી છે. બાકીના 1600 રૂપિયાની રકમ તેલ કંપનીઓ દે છે. પરંતુ ગ્રાહકોને EMIના સ્વરૂપે આ રકમ તેલકંપનીઓને ચુકવવાની હોય છે.

કેવી રીતે છે હપ્તાનું સ્ટ્રકચર

હપ્તાનું સ્ટ્રકચર એવું છે કે, ગ્રાહકને અલગ રકમ તેલ કંપનીઓને દેવાની જરૂરત નથી. જ્યારે તમે એલપીજી સિલિન્ડરને રિફિલ કરાવવા જાઓ છો અને તેમાંથી સબસિડિની રકમ તમારા ખાતામાં ડીબીટીના આધારે આવવી જોઈએ, જે તમારા ખાતામાં નહીં આવીને તેલ કંપનીઓને દેવામાં આવે છે. એ ત્યાં સુધી આપી શકાય છે કે, જ્યા સુધી 1600 રૂપિયાની રકમ તમે ચુકવી ના દો. પછી તમને સબસિડિ મળવા લાગશે.

14 કિલોના પહેલા 6 સિલિન્ડર પર હપ્તો નહીં

આનાથી ઉજ્જવલા ગ્રાહકો પર આર્થિક બોજો આવી રહ્યો હતો. જો રિફિલ રેટમાં વધારે તેજી આવી રહી ન હતી. તેથી પેટ્રોલિયમ મંત્રાલયના આદેશ પર તેલ કંપનીઓએ EMI ડેફરમેંટ સ્કિમની શરૂઆત કરી. જેમાં એક વર્ષમાં ગ્રાહકોને 14 કિલોના સિલિન્ડર લે છે તો 6 સિલિન્ડર પર EMI દેવાની જરૂરત રહેતી નથી. સાતમાં સિલિન્ડર પર તેમને ઈએમઆઈ આપવો પડશે.

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ સહિતના શહેરોમાં આ બાઇકનો છે જબ્રો ક્રેજ, માત્ર બે કલાકમાં તમામ બાઇક વેચાઇ ગઈ

Zainul Ansari

હાથવગું હથિયાર: એસિડિટી અને પેટ સંબંધિત સમસ્યાઓ ચપટી વગાડતા થઈ જશે ગાયબ, આવી રીતે કરો મસાજ

Pravin Makwana

જાપને ભારતીય ઓલિમ્પિક ટુકડી પર લાદ્યા કડક નિયમો, આઇઓએએ કહ્યું – અન્યાયી અને ભેદભાવપૂર્ણ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!