GSTV

દેશના કરોડો કર્મચારીઓએ મોદી સરકારની લાજ બચાવી લીધી, લોકડાઉનમાં સરકારે એક નિર્ણય લઈને 34, 402 કરોડ રૂપિયા બચાવી લીધાં

સરકાર

Last Updated on August 4, 2021 by Pravin Makwana

કેન્દ્રીય કર્મીઓ અને પેન્શરોનું ડીએ અને ડીઆર રોકીને કેન્દ્રની મોદી સરકારે 34,402 કરોડ રૂપિયા બચાવી લીધા. આ જાણકારી નાણામંત્રી નિર્મલા મંત્રી નિર્મલા સીતારમણે આપી હતી. 1.14 કરોડ નોકરિયાત અને પેન્શનર્સને સરકારે ગત વર્ષે જાન્યુઆરી 2020થી આ વર્ષના જૂન 2021 સુધી ડીએ અને ડીઆર આપ્યુ નહોતું. જો કે, હાલમાં 3 મહિનાથી ડ્યૂ ડીએ અને ડીઆરમાં સરકારે વધારો કર્યો છે. જે જૂલાઈથી લાગૂ થઈ ચુક્યુ છે.

કેન્દ્રીય કેબિનેટે ગત મહિને જ કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારો કરતા 17 ટકાથી 28 ટકા કરી દીધુ છે.તો વળી પેન્સરોનું ડીએમાં પણ વધારો કર્યો છે. એક જૂલાઈથી તે વધારો લાગૂ કરી દેવામાં આવ્યો છે. 1 જાન્યુઆરી 2020, 1 જૂલાઈ 2021 અને 1 જાન્યુઆરી 2021નું ડીએ અને ડીઆરમાં લગાવામાં આવતા ત્રણ ઈંક્રીમેંટને એકાસથે વધારતા કેન્દ્રીય કેબિનેટે 28 ટકા કરી દીધુ છે. સરકારના આ નિર્ણયથી 48.34 લાખ કર્મચારીઓ અને 65.26 લાખ પેન્શરને લાભ થઈ રહ્યો છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યુ હતું કે, કેન્દ્ર સરકારે 48.34 લાખ કર્મચારીઓ અને 65.26 લાખ પેન્શનર્સના ડીએ અને ડીઆર 1 જાન્યુઆરી 2020થી ડ્યૂ હતા. જેને રોકીને લગભગ 34,402.32 કરોડ રૂપિયા બચાવામાં આવ્યા છે.

નાણામંત્રીએ જણાવ્યુ હતું કે, ડીએ અને ડીઆર ફ્રીઝ કરવાનો આ નિર્ણય સરકારે કોવિડ મહામારીના કારણે લીધો હતો. કોવિડના કારણે આવેલી આર્થિક મુશ્કેલીઓથી છૂટકારો મેળવવા માટે સરકારી તિજોરી પર બોઝ ઓછો કરવા માટે આ જરૂરી હતું. સરકારના નાણા વિભાગ પર બોઝ ઓછો કરવા માટે દેશહિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સાંસદ અને મંત્રીઓના વેતનમાં પણ કાપ

નાણામંત્રીએ એમ પણ જણાવ્યુ હતું કે, મહામારીના કારણે આવેલી મુશ્કેલ ઘડીમાં અલગ અલગ રીતે સંસાધન એકઠા કરવા જરૂરી હતા. આવા સમયે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સનું ડીએ અને ડીઆર પણ રોકવામાં આવ્યા હતા. ત્યાર સુધી કે 1 એપ્રિલ 2020થી 31 માર્ચ 2021 સુધી 12 મહિના પુરતુ સંસદ સભ્યો અને કેન્દ્રીય મંત્રીઓના વેતનમાં પણ 30 ટકાનો કાપ મુકવામાં આવ્યો હતો.

કેન્દ્રીય મંત્રીએ કહ્યુ હતું કે કેન્દ્ર સરકારના કર્મીચારીઓના વેતન અને ડીએમમાં કોઈ પણ પ્રકારનો કાપ મુકવામાં આવ્યો નથી. તેમને પુરેપુરુ વેતન અને ડીએ આપવામાં આવી રહ્યુ છે. ફક્ત 30 જૂન 2021 સુધી તેને રોકી રાખવામાં આવ્યુ હતું.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!