GSTV

મોદી સરકારમાં પર્યુષણમાં કતલખાના રહેશે ચાલુ, માત્ર ગુજરાતના આ શહેરમાં જ રહેશે બંધ

એનિમલ વેલ્ફેર બોર્ડ દ્વારા દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પરિપત્ર દ્વારા જૈનોના પવિત્ર પર્વ પર્યુષણ દરમ્યાન કતલખાનાઓ બેન્ડ રાખવા અંગે જણાવવામાં આવ્યું હતું. જોકે, અન્ય એક પરિપત્ર દ્વારા પોતાના જ આગામી પત્રને રદ્દ કરવાની જાણકારી આપવામાં આવી છે.

પર્યુષણમાં કતલખાના બંધ રાખવા કર્યો હતો પરિપત્ર

મળતી માહિતી મુજબ, આગામી 15 ઓગસ્ટથી 24 ઓગસ્ટ દરમ્યાન જૈન સમુદાય દ્વારા દેશભરમાં પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. જૈન સમુદાયમાં જીવદયાનું ઘણું મહત્વ રહેલું છું. જેને ધ્યાનમાં રાખીને ગત 6 ઓગસ્ટ 2020ના રોજ એનિમલ વેલ્ફેર બોર્ડ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે પર્યુષણ પર્વ દરમ્યાન દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલતા કતલખાના બંધ રાખી જૈન સમુદાયની લાગણીને માન આપવામાં આવે.

સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને રદ્દ કર્યો આદેશ

જોકે, તાજેતરમાં એનિમલ વેલ્ફેર બોર્ડ દ્વારા આ પરિપત્રને રદ્દ કરતો વધુ કે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ નવા પરિપત્રમાં સુપ્રીમ કોર્ટના વર્ષ 2008માં આપવામાં આવેલા એક ચુકાદાનો હવાલો આપીને જણાવવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા પહેલા જ આ મુદ્દે ચુકાદો સંભળાવી દેવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે, સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2008માં હિંસા વિરોધક સંઘ અને મિર્ઝાપુર મોટી કુરૈશ જમાત અને અન્ય વચ્ચેના કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે અમદાવાદ મહાનગરપાલિકામાં પર્યુષણ પર્વના 9 દિવસ દરમ્યાન કતલખાનાઓ બંધ રાખવા ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે માત્ર અમદાવાદ માટે જ આપ્યો હતો ચુકાદા

સુપ્રીમ કોર્ટના આ ચુકાદાનો ગહન અભ્યાસ કર્યા બાદ જાણવા મળ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા ક્યાંય પણ અન્ય રાજ્ય કે સ્થળમાં આ પ્રકારના પ્રતિબંધનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો માત્ર અને માત્ર અમદાવાદ મહાનગરપાલિકા માટે જ આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાનો હવાલો આપીને એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા પોતાના તાજેતરના પરિપત્રને રદ્દ કરવાનો આદેશ આપ્યો છે.

અમદાવાદમાં બંધ રહેશે કતલખાના

જોકે, આ નવો પરિપત્ર અમદાવાદ મહાનગરપાલિકાને અસરકર્તા નહિ હોય. કારણકે સુપ્રીમ કોર્ટ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાના સંદર્ભમાં પર્યુષણ પર્વ દરમ્યાન કતલખાનાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો.

MUST READ:

Related posts

સરકારે ફરવાના શોખીનો માટે વિવિધ સ્થળોને ખુલ્લા મુકતા લાંબા સમયથી ખોટ ખાઈ રહેલા ટુર ઓપરેટરોની દિવાળી સુધરશે

Nilesh Jethva

મોદી સરકારને પડ્યો સૌથી મોટો ફટકો/ અકાલી દળે 22 વર્ષ જૂની દોસ્તી એક ઝાટકે તોડી નાખી, NDAનો સાથ છોડી દીધો

Pravin Makwana

અમદાવાદમાં ચણિયાચોળીના વેપારીઓની હાલત કફોડી બની, ઘરનું ગુજરાન ચલાવવા આ વેપારી પીપીઈ કીટ બનાવવા લાગ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!