GSTV

ઝટકો/ ખેડૂતો માટે મોદી સરકારે 10 હજાર કરોડ રૂપિયાનું ઘટાડ્યું બજેટ, નિર્મલા સીતારમને આપ્યો ઘટાડવાનો ખુલાસો

PM કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ નાણાકિય વર્ષ 2021-22 માટે 10,000 કરોડ રૂપિયાની ફાળવણી ઓછી કરવામાં આવી છે, પરંતુ તેની પાછળનું કારણ કાંઇક અલગ છે. નાણા પ્રધાન નિર્મલા સિતારમણે શુક્રવારે રાજ્ય સભામાં જણાવ્યું કે પશ્ચિમ બંગાળ દ્વારા નાના અને સીમાંત ખેડૂતોની યાદી નહીં આપવાનાં કારણે કિસાન સમ્માન નિધિ હેઠળ 2021-22 માટે ફાળવણી 10,000 કરોડ રૂપિયા ઓછી કરવામાં આવી છે.

સંરક્ષણ બજેટમાં ઘટાડો કર્યો છે તે કહેવું પણ નિરર્થક

આ યોજના હેઠળ નાના અને સિમાંત ખેડીતોને વર્ષમાં 6 હજાર રૂપિયાની નાણાકિય મદદ સરકાર દ્વારા મળે છે અને તે રકમ 3 હપ્તામાં પહોંચે છે. અત્રે ઉલ્લેખનિય છે કે મોદી સરકાર પર આ મુદ્દે વિપક્ષો દ્વારા સતત આરોપ લગાવવામાં આવી રહ્યા હતા. જેનો આજે નાણાપ્રધાને જવાબ આપ્યો છે. નણાપ્રધાને એ પણ કહ્યું કે મનરેગા હેઠળ ફાળવાતા ફંડનો ઉપયોગ અમારી સરકારે વધાર્યો છે, તે પ્રકારે સરકારે સંરક્ષણ બજેટમાં ઘટાડો કર્યો છે તે કહેવું પણ નિરર્થક છે.

બજેટમાં જોગવાઇ કરવામાં આવી

આ વખતનાં બજેટમાં સંરક્ષણ પાછળ 18 ટકાથી વધુની જોગવાઇ કરી છે. નાણાપ્રધાને તે પણ કહ્યું કે વન રેન્ક વન પેન્શન યોજનાની બાકી રકમને પુરી કરવાની પણ જોગવાઇ કરવા માટે ગત બજેટમાં જોગવાઇ કરવામાં આવી હતી. જેની આ વખતે જરૂરીયાત નહોંતી.

READ ALSO

Related posts

હેલ્થ ટીપ્સ / લીમડાના પાન ચાવવાથી થશે આ ગજબ ફાયદા, જાણીને રહી જશો દંગ

Mansi Patel

બે વર્ષની રિસર્ચ પછી આમિર ખાને રોક્યું મહાભારત પર કામ, જાણો શું છે કારણ ?

Mansi Patel

સુરત/ આ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે જોરદાર રસાકસી, 20 મતથી જીતી આ પાર્ટી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!