બજેટ રજૂ કરતા પહેલા 10 વાગ્યે મળશે કેબિનેટ બેઠક, નાણા પ્રધાન રાષ્ટ્રપતિ ભવન જવા રવાના

લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કરતા પહેલા 10 વાગ્યે કેબિનેટ બેઠક મળશે. આ બેઠકમાં બજેટને મંજૂરી આપવામાં આવશે. મોદી સરકારનું આ વચગાળાનું બજેટ છે. જેમા મોદી સરકારની અગ્ની પરિક્ષા થવાની છે. બજેટમાં ખેડૂત અને મધ્યમવર્ગ માટે  મોટી જાહેરાત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વચગાળાના નાણા પ્રધાન પિયૂષ ગોયલ બજેટ રજૂ કરવા સંસદ ભવનથી રાષ્ટ્રપતિ ભવન રવાના થયા. તેમની સાથે ભાજપના સાંસદો પણ હાજર રહ્યા. મોદી સરકાર વચગાળાના બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત થઈ શકે છે. આ ઉપરાંત મધ્યમ વર્ગને ટેક્સમાંથી મોટી રાહત મળી શકે છે.  

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter