GSTV
India News ટોપ સ્ટોરી

કપટી ચીનને મોદી સરકાર આપશે મોટો ઝટકો, આ 20 સેક્ટર પર થશે સૌથી મોટી અસર

ભારત ચીન સરહદ વિવાદને લઈને બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ ઉભી થયા બાદથી જ મોદી સરકાર ચીનની આયાત પર સતત પ્રહાર કરી રહી છે. હવે આગળ પણ અન્ય ઘણા ઉત્પાદનોની આયાત પર અંકુશ લગાવવાની તૈયારી ચાલી રહી છે. તેમાં એરકંડિશનર, રમકડાં, કપડાં વગેરેનો સમાવેશ થઇ શકે છે. આનાથી ચીની કારોબારીઓને વ્યાપક નુકશાન થઇ શકે છે.

સરકાર આવા ઉત્પાદનોની આયાત માટે લાયસન્સની અનિવાર્યતા લાગુ કરી શકે છે. સરકાર ઈચ્છે છે કે આ ઉત્પાદનોનું સ્વદેશી સ્ટાર પર જ ઉત્પાદન થાય અને તેના સ્વદેશી મેન્યુફેક્ચરને પ્રોત્સાહન આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે સરકાર આ પહેલા કલર ટીવી થી લઈને ટાયર, સોલાર પેનલ જેવા મહત્વના ઉત્પાદનોના ચીનથી આયાત પર અંકુશ લાવવા માટે ઘણા પગલાં ઉઠાવી ચુકી છે.

આ સેક્ટરમાં સ્વદેશી ઉત્પાદનને આપશે પ્રોત્સાહન

હવે એવા 20 સેક્ટર્સના ઉત્પાદનોની લિસ્ટ તૈયાર કરવામાં આવી રહી છે જેમાં સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપીને ચીની આયાતને ઓછી કરી શકાય અને તેમાં રોકાણ લાવી શકાય.

આ વસ્તુઓની આયાત પર લાગી શકે છે અંકુશ

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ફર્નિચર, લેધર, ફૂટવેર, એગ્રોકેમીકલ, એરકંડિશનર, સીસીટીવી, સ્પોર્ટ્સ ગૂડ્સ, રમકડાં, રેડી ટુ ઈટ ફૂડ, સ્ટીલ, એલ્યુમિનિયમ, ઇલેક્ટ્રિકલ વહિકલ, ઓટો કમ્પોનેન્ટ્સ, ટીવી સેટટોપ બોક્સ, ઇથેનોલ, કોપર, ટેક્સટાઇલ્સ, બાયોફ્યુઅલ વગેરેનો સમાવેશ થઇ શકે છે.

આ ઉપરાંત સરકાર આયાત પર લાગતા ટેકની મહત્તમ મર્યાદા પણ વધારવાની તૈયારી કરી રહી છે. ફાર્માસ્યુટિકલ વિભાગે તો એક્ટિવ ફાર્મા ઇન્ગ્રેડિએન્ટ (APIs) પર કસ્ટમ ડ્યુટીને વધારીને 10થી 15 ટકા કરી દીધી છે.

કેમ હશે લાયસન્સ વ્યવસ્થા

જોકે, ઘણી વસ્તુઓ પર આયાત કર વધારવાનો પણ કઈ ખાસ અસર ન થવાની સંભાવનાને જોતા સરકારે લાયસન્સની વ્યવસ્થા અપનાવવાનો નિર્ણય કર્યો છે. સરકારી અધિકારીઓનું કહેવું છે કે અત્યારે મુક્ત વ્યાપાર કરારનો દુરુપયોગ કરી સસ્તા માણસમાંથી ભારતના બજારો ભરી દેવામાં આવે છે. તેને રોકવા માટે લાયસન્સની વ્યવસ્થા ઉપયોગી સાબિત થઇ શકે છે.

MUST READ:

Related posts

ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ

Zainul Ansari

સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ

Zainul Ansari

પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી

Zainul Ansari
GSTV