15 લાખ નહીં પણ ખાતામાં જમા થશે રૂપિયા 30 હજાર, મોદી મકરસંક્રાંતિ બાદ કરશે એલાન

ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપવાની જાહેરાત  બાદ મોદી સરકાર વધુ  એક માસ્ટર સ્ટ્રોક  ખેલવાની તૈયારીમાં છે. મોદી સરકાર મકરસંક્રાતિ બાદ ખેડૂતો માટે મોટી યોજનાની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે  કેન્દ્ર સરકાર  ખેડૂત, ગરીબ અને બેરોજગારના  ખાતામાં 30 હજાર રૂપિયા જમા કરાવી શકે છે. આ  નાણાં યૂનિવર્સલ બેસિક ઈનકમ સ્કિમના આધારે  આપવામાં આવી શકે છે. જોકે, આ પ્રકારની યોજના લાગૂ થયા બાદ રેશન કાર્ડ અને  એલપીજી સિલિન્ડરમાં મળતી સબસિડીનો લાભ નહી મળે.

ચૂંટણી પહેલા મોદી સરકાર ખેડૂતોના હિતમાં મહત્વના નિર્ણય લઈ શકે  છે

મોદી સરકારની કેબિનેટ ખેડૂતોના હિતમાં મોટી જાહેરાત કરવા કવાયત કરી  રહી છે.  લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર ખેડૂતોના હિતમાં મહત્વના નિર્ણય લઈ શકે  છે.  પાંચ રાજ્યમાં મળેલી હાર બાદ મોદી સરકાર સવર્ણ અને ખેડૂતોને આકર્ષવાના પ્રયાસ કરી રહી છે.  કેમ કે, વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ખેડૂતોને વાયદો કર્યો હતો. જેથી મધ્ય પ્રદેશ,  રાજસ્થાન અને છત્તીસગઢમાં જીત થઈ  હતી.

ચોક્કસ રકમ સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવાનું વિચારી રહી છે

હવે કેન્દ્ર સરકાર દેશના ગરીબ અને ખેડૂતો માટે મોટી યોજનાઓનો પટારો ખોલવાનું વિચારી રહ્યું છે. 2019ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા સરકાર બીપીએલ શ્રેણીના નાગરિકોને ‘યુનિવર્સલ બેઝિક ઇનકમ’ (UBI) દ્વારા એક ચોક્કસ રકમ સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવાનું વિચારી રહી છે. આ સિવાય ખેડૂતોને પણ સીધો લાભ પહોંચાડવા માટે ઇન્વેસ્ટમેન્ટ સપોર્ટ સિસ્ટમની યોજના અમલમાં લાવી શકે છે.

એપ્રિલથી જૂન માટે લગભગ 32,000 કરોડ રૂપિયાનું મેનેજમેન્ટ કરશે

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કેન્દ્રની મોદી સરકાર ગરીબી રેખા નીચે આવતા લોકો માટે UBIની અંતર્ગત દર મહિને 2500 રૂપિયા આપવાની જાહેરાત કરી શકે છે. બીપીએલ શ્રેણીના લોકોને મળનાર તમામ સબસિડી જેમાં એલપીજી, ખાવા-પીવાનો સામાન અને બીજા સંસાધન સામેલ છે જેને ખત્મ કરી તેની સંપૂર્ણ રકમ ખાતામાં નંખાશે. મળતી માહિતી પ્રમાણે UBI દ્વારા મળનાર આ રકમથી એક પરિવારના પાંચ સભ્યોના પોષણ સંબંધિત જરૂરિયાતોને પૂરી કરી શકાશે. સરકાર તેના માટે 2019માં એપ્રિલથી જૂન માટે લગભગ 32000 કરોડ રૂપિયાનું મેનેજમેન્ટ કરી શકે છે. દેશમાં બીપીએલ લોકોની સંખ્યા ધારણા પ્રમાણે કુલ વસતીના લગભગ 27.5 ટકા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter